Book Title: Anandghan ni Atmanubhuti 05
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 24
________________ | gL) માટે કેટલા વિચિત્ર અભિપ્રાય આપો છો!” પાંચમાએ તો લગભગ ત્રાડ જ નાખી, ' બંધ કરો આ બધો બકવાસ, આટલું સ્પષ્ટ સમજાય * છે, કે આ પ્રાણી કોઠાર જેવું છે, તોય તમે બધા...” એણે હાથીનું પેટ પકડ્યું હતું. ત્યાં તો છઠ્ઠો જાણે બ્રહ્મવચન કહેતો હોય, એમ કહે, “આ પ્રાણી શિંગડા જેવું જ છે, એમ સો ટકા જણાય છે, માટે તમે બધા જુઠ્ઠા છો.” એના હાથમાં હાથીના દાંત આવ્યા હતા. હવે આ પ્રસંગ પર વિચાર કરીએ. એ આંધળાઓમાં કોણ સાચુ હતું ? અને કોણ ખોટું હતું? એક અપેક્ષાએ બધા જ સાચા હતા અને એક અપેક્ષાએ બધા જ ખોટા હતાં. પગના અંશે હાથી થાંભલા જેવો છે, એ વાત સાચી છે. પણ ‘હાથી માત્ર થાંભલા જેવો જ છે” એવું કહેવાય, ત્યારે એ વાત ખોટી બની જાય છે. અમુક અપેક્ષાએ સાચી વાત કહેનાર પણ જો એમ કહે કે મારી જ વાત સાચી છે', તો એની વાત ખોટી બની જાય છે. | ‘હાથી થાંભલા જેવો છે” આ અભિપ્રાય નય છે. આ અભિપ્રાયનો કદાગ્રહ સેવાય, ત્યારે એ દર્નય બની જાય છે - ‘હાથી થાંભલા જેવો જ છે.’ હાથીમાં ‘થાંભલા જેવા પણું વગેરે અનંત ધર્મોના સમન્વય સાથે હાથીનું નિરૂપણ કરવામાં આવે તેને પ્રમાણ કહે છે. નય અને પ્રમાણ સમ્યગ્દર્શનમાં અંતર્ભત થાય છે. જ્યારે દુર્નય એ મિથ્યાત્વનું સ્વરૂપ છે. | શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજાએ સમ્મતિ તર્કમાં કહ્યું છે – सव्वे णया मिच्छादिट्ठिणो। સર્વ નયો મિથ્યાદૃષ્ટિ છે. આ વાત સ્વાભિપ્રેત નયના કદાગ્રહને આધારે સમજવાની છે. અર્થાત્ દુર્નયો એ મિથ્યાદૃષ્ટિ છે. જ્યાં અપેક્ષાની સ્પષ્ટ સમજ છે, જ્યાં આગ્રહમુક્તિ છે, તેવા નયના આશ્રયમાં સમ્યગ્દર્શનને કોઈ આંચ આવી શકે તેમ નથી. આત્મા આદિ સર્વ વસ્તુઓનું સમ્મસ્વરૂપ આગ્રહથી નહીં પણ સમ્યગ્દર્શનથી સમજાઈ શકે છે. निरपख होय लखे कोई विरला ' પણ કોઈ વિરલ જીવો એવા હોય છે, કે જેઓ પક્ષપાતથી = સ્વાભિપ્રાયના આગ્રહથી મુક્ત બની શકે છે, અને તેથી વસ્તુસ્વરૂપને સમ્યક્ રીતે જાણી શકે છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ સ્પષ્ટ કહ્યું છે – अभिनिवेशस्य तत्त्वप्रतिपत्तिं प्रति शत्रुभूतत्वात्। વસ્તુસ્વરૂપના જ્ઞાનનો શત્રુ છે આગ્રહ. માટે જો તમારે તત્ત્વજ્ઞાન મેળવવું હોય, તો કોઇ પણ જાતનો આગ્રહ રાખશો નહીં. યોગબિંદુમાં પણ કહ્યું છે - ग्रहं सर्वत्र सन्त्यज्य तद गम्भीरेण चेतसा। शास्त्रगर्भः समालोच्यो ग्राह्यश्चेष्टार्थसङ्गतः।।३१७।। માટે કોઈ પણ વિષયનો આગ્રહ રાખ્યા વિના ગંભીર ચિત્તથી શાસ્ત્રના રહસ્યનો વિચાર કરવો જોઈએ. અને ઉચિત અર્થથી સંગત હોય, એ રીતે તેનું ગ્રહણ કરવું જોઇએ. - જેને પોતાના મતનો પક્ષપાત છે, જે કદાગ્રહથી કલંકિત છે, પોતાની વાતને સાચી પુરવાર કરવા માટે જે જંગે ચડ્યો છે, તે કદી પણ વાસ્તવિક વસ્તુસ્વરૂપને જોઈ શકતો નથી. __क्या देखे मत जंगी? એને તો જે વસ્તુનો આગ્રહ છે, તે જ વસ્તુ દેખાશે, વાસ્તવિક વસ્તુ નહી દેખાય. inbrary 076)

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32