________________
નાનકડો મોન્ટુ, પહેલી વાર કાકા સાથે વિમાનમાં બેઠો. એનો ઉત્સાહ આસમાને પહોંચ્યો હતો. હજી તો વિમાન ચાલુ થાય એ પહેલા જ એની ધીંગામસ્તી અને કોલાહલ ચાલુ થઇ ગયાં. કાકાએ માંડ માંડ એને કાબુમાં લીધો. સીટ પર બેઠો બેઠો ય એ જાણે હવામાં ઉછળતો હતો. એવામાં એંજિન ચાલુ થયું. ઘરરાટીભર્યો એ અવાજ મોન્ટુને ખૂબ રોમાંચક લાગ્યો. એણે આંખો મીંચી દીધી અને કલ્પના કરવા લાગ્યો... જાણે વિમાને લાંબો રન-અપ લીધો... હવે અદ્ધર થયું... હવે ઉંચે ઉંચે જવા લાગ્યું...
ધીમે રહીને મોન્ટુએ આંખો ખોલી, બારીમાંથી નીચે જોયું, અને બોલી ઉઠ્યો, “કાકા ! કાકા ! જુઓ, આપણે કેટલા ઉપર આવી ગયા, હવે તો માણસો મકોડા જેવા દેખાય છે.’’ કાકા કહે, “ચૂપ બેસ, એ માણસો નહીં મકોડા જ છે, હજી આપણે નીચે જ છીએ.’’
મોન્ટુની દૃષ્ટિનો આધાર વાસ્તવિકતા ન હતી, પણ તેની માન્યતા હતી. એણે માની લીધું કે વિમાન ઉંચે આવી ગયું, અને એના આધારે એણે દૃશ્યને રજુ કર્યું. મોન્ટુ ‘સ્વ મત’ને જોતો હતો. વાસ્તવિકતાને નહીં.
क्या देखे मत जंगी ?
માન્યતાની પકડ એ અંધત્વ છે, જે આ અંધત્વનો ભોગ બને, એ યથાર્થ વસ્તુસ્થિતિને જોઈ શકતો નથી.
નય અને પ્રમાણ વિષે વિસ્તૃત માહિતિ મેળવવા માટે સમ્મતિ તર્ક, સ્યાદ્વાદરત્નાકર, નયરહસ્ય, નયોપદેશ, આદિ ગ્રંથોનો અભ્યાસ કરવા યોગ્ય છે.
સ્યાદ્વાદ સુધારસના ઉત્તરોત્તર સૂક્ષ્મતર સ્વરૂપને રજુ કરતાં પદકાર હવે પરાકાષ્ઠામાં પ્રવેશ કરી રહ્યા છે...
Jain Education International
Re
leasure
tabhangi
Pure meditatio lliant bridge
Saptabhangi
sonal Use Only
bridge
to pleasure. peace & Pure meditation.
અતભંગના ચિાત્ત સુખ, તિ અને સમાધિનો શ્વેતુ છે.
www.jainelibrary.org