Book Title: Anandghan ni Atmanubhuti 05
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 23
________________ એક જ વસ્તુ સાત-સાત પ્રકારે પ્રરૂપિત થતી હોવા છતાં પણ પોતે ધારેલી એક જ પ્રરૂપણાને વાસ્તવિક માનવી એ સંઘર્ષ અને સંક્લેશનું મૂળ છે. સમભંગીનો સિદ્ધાન્ત વિશ્વના સમસ્ત સંઘર્ષોને સમાધાનોમાં ફેરવી નાખવા સક્ષમ છે. જ્યારે આપણું ખુદનું અસ્તિત્વ પણ આપેક્ષિક છે, ત્યારે કઈ વાતનો આગ્રહ રાખવો? શેની પકડથી સંઘર્ષ કરવો? सर्वमस्ति स्वरूपेण पररूपेण नास्ति च । - સર્વ સ્વરૂપથી છે – ચાવસ્તિા પરરૂપથી નથી વસ્તુ સ્વાન્નાશ્તિા ‘હું આત્મારૂપે છું. પુદ્ગલરૂપે નથી.' આ રીતે આપણું અસ્તિત્વ પણ આપેક્ષિક છે. કલિકાલ સર્વજ્ઞ અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિંશિકામાં કહ્યું છે - आदीपमाव्योम समस्वभावं स्याद्वादमुद्राऽनतिभेदि वस्तु। દીવાથી માંડીને આકાશ સુધીની સમસ્ત વસ્તુઓ સમાન સ્વરૂપે સ્યાદ્વાદની મર્યાદામાં રહે છે. દુનિયાની કોઇ પણ વસ્તુ એવી નથી, કે જે સ્યાદ્વાદની મર્યાદાનું ઉલ્લંઘન કરતી હોય. - (૧) ચાન્નિત્યમ્ = દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે. (૨) ચાનિત્યમ્ = પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. (3) स्यान्नित्यानित्म् = ક્રમશઃ દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાએ વસ્તુ નિત્યાનિત્ય છે. (૪) ચાવòવ્ય: = એક સાથે બંને અપેક્ષાજનિત નિર્વચન સંભવિત ન હોવાથી અવક્તવ્ય છે. આ રીતે પૂર્વની જેમ દરેક વસ્તુની બાબતમાં સમભંગી અસ્ખલિતરૂપે પ્રવર્તે છે. શ્રી જિનેશ્વર ભગવંત કથિત આ સિદ્ધાંત તેમની સર્વજ્ઞતાનું સૂચક છે. આ સિદ્ધાન્તનું સંવેદન વીતરાગતા અને સર્વજ્ઞતાના પ્રાકટ્યનું કારણ છે. જેમ કે - Jain Education International ‘વસ્તુસ્વરૂપ જ જ્યારે અવક્તવ્ય પણ છે, કોઈ રીતે કહી ન શકાય એવું પણ વસ્તુસ્વરૂપનું પાસુ ત્યારે હું ‘વક્તા’પણાનો અહંકાર શી રીતે રાખી શકું?’ – આવી વિચારધારા અનેક પ્રકારના અહંકારોનું મૂલોન્મૂલન કરવા માટે સમર્થ છે. અનેકાંતવાદ આગ્રહમુક્તિને જન્મ આપે છે. આગ્રહમુક્તિ કષાયમુક્તિનું કારણ બને છે અને કષાયમુક્તિ એ જ તો પારમાર્થિક મુક્તિ છે. कषायमुक्तिः किल मुक्तिरेव । માટે જ અવધૂત આનંદઘનજી મહારાજે આ કડીમાં આગ્રહમુક્તિ પર ભાર આપ્યો છે. જેને જાતનો આગ્રહ છે, પોતાની જ માન્યતા સાચી છે, એવો પક્ષપાત છે, એ કદી સ્યાદ્વાદના સિદ્ધાન્તને પામી ન શકે. निरपख होय लखे कोई विरला, क्या देखे मत जंगी ? છ આંધળા હતા. જંગલમાંથી પસાર થતા હતા. અચાનક તેમને એક હાથીનો ભેટો થયો. એક-એક આંધળાએ હાથીનું એક એક અંગ પકડ્યું. સદ્ભાગ્યે હાથી ભદ્રિક હતો. શાંતિથી ઊભો રહ્યો. પણ એ આંધળાઓમાં અશાંતિ વ્યાપી ગઈ. જે આંધળાએ હાથીના પગ પકડ્યા હતા, તે કહે, “આ પ્રાણી થાંભલા જેવું છે.’’ હજી તો એ તેનું વાક્ય પૂરું કરે, તેની પહેલા બીજો કહે, ‘‘તું તો સાવ આંધળો જ છે. આ પ્રાણી તો દોરડા જેવું છે.’’ એણે હાથીનું પૂંછડું પકડ્યું હતું. “આ તો ત્રીજા આંધળાએ હાથીના કાન પકડ્યા હતા, એ કહે, બધુ આંધળે બેરુ કુટાય છે. આ પ્રાણી તો સૂપડા જેવું છે.’’ ત્યાં તો ચોથો સૂંઢ પકડીને બોલ્યો, “તમે આ અજગર

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32