Book Title: Anandghan ni Atmanubhuti 05
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 22
________________ Neutrality only. толь Say ne more to Mou neutrality only.....Say ' Serrous, no more to Sorrows. અપભંગીનો ાિન્ત વિશ્વના સમસ્ત સંઘર્ષોને સમાધાનોમાં ફેરવી નાખવા અક્ષમ છે. જ્યારે આપણું ખુદનું અસ્તિત્વ પણ આપનિક છે, ત્યારે કઈ વાતનો ગ્રહ રાખવો? શેની પકડથી સંઘર્ષ કરવો? આ સ્થિાનનું સંવેદન વીતરાગતા અને સર્વગૃતાના પ્રાકટયનું કારણ છે. સમભંગીનો આ સિદ્ધાન્ત સુખ, શાંતિ અને સમાધિનો સેતુ છે. સમગ્ર વિશ્વના વિવાદો અને યુદ્ધોની સમાપ્તિ માટે એક રામબાણ ઔષધ છે. - માનો કે કોઈ વ્યક્તિએ કષાયના ઉદયમાં કોઈને ‘ગધેડો’ કહ્યો. તો એ ગાળાગાળી પર ઉતરવાને બદલે વિચારી શકે, કે જે એણે કહ્યું, એ અમુક અપેક્ષાએ સાચું જ છે – રચાત્ત્તવા હા, હું કારણે કે નિષ્કારણ પણ બીજાને હેરાન કરું છું. એ બીજાને લાત મારવા સમાન જ છે. ગધેડાને સત્બુદ્ધિ, દીર્ઘદષ્ટિ વગેરે નથી હોતું, તેમ મારી પાસે પણ ક્યાં છે? માટે જ તો પરલોક અને પરમલોકના હિતને જોયા વિના આલોકના સુખ પાછળ પાગલ બન્યો છું. માટે એણે મને ગધેડો કહ્યો, એ સાચું જ કહ્યું છે. મારે એમાં કોઇ વાંધો ન લેવો જોઇએ. શંકા : સમભંગીના સિદ્ધાન્તથી આપણે સામી વ્યક્તિના વચનની સંગતિ કરી લઇએ, એ અલગ વાત છે. બાકી એણે તો કષાયોદયથી ‘અપશબ્દ’ જ કહ્યો છે ને? સમાધાન ઃ સાચી વાત છે. પણ એ કષાયોદયને વશ થયો, એટલે આપણે પણ કષાયની ઉદીરણા કરવી? કે પછી સૈદ્ધાન્તિક સમાધાન કરવું? સામી વ્યક્તિ ક્રોધથી બોલી રહી છે. એ કાંઇ સપ્તભંગીના આશરે નથી બોલી રહી. આ ખ્યાલથી આપણને ખરાબ લાગતું હોય, તો એનો અર્થ એ છે કે આપણે ક્રોધને ‘ખરાબ’ ગણ્યો છે અને સમભંગી સિદ્ધાન્તને ‘સારો’ ગણ્યો છે. આટલું સમજ્યા પછી પણ આપણે ‘સારા’ને છોડીને ‘ખરાબ’ જ અપનાવીએ, તો સામી વ્યક્તિ અને આપણે, એ બેમાં વધુ દોષપાત્ર કોણ? है नांहि है वचन अगोचर www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32