Book Title: Anandghan ni Atmanubhuti 05
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 21
________________ છે, નથી, વચનથી અગોચર છે, વગેરે નય, પ્રમાણ અને સપ્તભંગી કોઈ વિરલા હોય, તે નિષ્પક્ષપણે જોઇ શકે. પોતાના મત માટે લડવાવાળા શું જોઇ શકે? ||૩|| એક હતો કડિયો, દીવાલ ચણતો હતો, ત્યાં કોઈ વકીલ આવ્યો. એને પૂછ્યું, “બે ઇંટને કોણ જોડે છે?'' અભણ કડિયાએ ભોળાભાવે જવાબ આપ્યો – “સિમેન્ટ’”. વકીલ કહે, “જુઠ્ઠું ન બોલ, સિમેન્ટ તો બે ઇંટને છુટ્ટી પાડે છે.’’ આ વાત રમૂજી પણ છે અને ગંભીર પણ છે. એકની એક વસ્તુસ્થિતિને અનેક રીતે... અનેક દૃષ્ટિકોણોથી પ્રસ્તુત કરી શકાય છે. ગ્લાસ અડધો ખાલી છે, એ જ સમયે અડધો ભરેલો છે. આવા ઉદાહરણો અનેકાંતવાદને સિદ્ધ કરે છે. આ જ ઉદાહરણને અનુલક્ષીને હવે ‘સમભંગી’ના સિદ્ધાન્તને સમજીએ - = કોઈ પ્રશ્ન કરે કે ગ્લાસ ભરેલો છે કે નથી? તો આ પ્રશ્નનો જવાબ સાત રીતે આપી શકાય. (૧) ચાવસ્તિ = અડધા ભાગની અપેક્ષાએ ભરેલો જ છે. (૨) ચાન્નાસ્તિ ભરેલો નથી જ. = બાકીના અડધા ભાગની અપેક્ષાએ (3) स्यादस्ति नास्ति = આ રીતે ભરેલો ય છે, ભરેલો નથી પણ. (૪) ચાવńવ્ય: એક સાથે ‘ભરેલો છે, અને ભરેલો નથી.’ એવું કહેવું અશક્ય છે. માટે અકથનીય છે. (૫) ચાત્ત્તવવ્યT = અડધા ભાગની અપેક્ષાએ = කාල ભરેલો છે અને એક સાથે બંને ભાગની સ્થિતિ ન કહી શકાય, તેથી અવક્તવ્ય છે. (૬) યાત્રાત્ત્તવવ્યT = બાકીના અડધા ભાગની અપેક્ષાએ ભરેલો નથી અને એક સાથે બંને ભાગની સ્થિતિ કહેવી અસંભવિત હોવાથી અવક્તવ્ય છે. (૭) ચાવસ્તિ નાસ્ત્યવત્તવ્યશ્ચ = અડધા ભાગની અપેક્ષાએ ભરેલો છે, બાકીના અડધા ભાગની અપેક્ષાએ ભરેલો નથી. અને આ બંને સ્થિતિને એક સાથે કહેવી અશક્ય હોવાથી અવક્તવ્ય છે. આ છે સ્યાદ્વાદ સિદ્ધાન્તના હાર્દ સમી સમભંગી. જેમાં સાત ભાંગા છે, એનું નામ સમભંગી. ભાંગા એટલે વચનના પ્રકાર. કોઈ પણ વસ્તુનું નિરૂપણ આ સાત પ્રકાર દ્વારા થઈ શકે છે. આપણે કદાચ આજ સુધી ‘છે’ અને ‘નથી’થી આગળ નથી વધ્યા. તેનું કારણ એ છે કે આપણને એનાથી વધુ જિજ્ઞાસા નથી થઈ. અર્થાત્ વસ્તુસ્વરૂપ કેવું છે? એ જાણવાની ઇચ્છા નથી થઈ. પ્રમાણનયતત્ત્વાલોક નામના ગ્રંથમાં કહ્યું છે કે જેઓ વધુ ને વધુ ઊંડા ઉતરે, તેમને પણ આ સમભંગી સિવાયનો આઠમો પ્રકાર મળી શકે તેમ નથી. કારણ તરીકે ત્યાં કહ્યું છે – ‘सप्तविधस्यैव तज्जिज्ञासासम्भवात्’ કારણ કે વસ્તુસ્વરૂપની બાબતમાં સાત પ્રકારની જ જિજ્ઞાસા થઈ શકે છે. હૈ (સ્તિ) નહિ હૈ (નાસ્તિ) वचन अगोचर (अवक्तव्यः) नय प्रमाण सप्तभंगी... www.sary.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32