________________
પ્રભુ
in the World.
જે સમયી, સવગી અને ન્યારી સત્તાનું ચિંતન-મનન કરે છે, તે આનંદઘન સ્વરૂપ પ્રભુના વચન-સુધારસના પરમાર્થને પ્રાત. કરે છે. |૪||.
| ‘હું આત્મા છું.” ઓ વાક્યમાં અવધારણ = જકાર = નિશ્ચયાત્મકતા ન હોય, તો શું થાય? ‘હું આત્મા છું કે નથી.” અથવા “હું પુદ્ગલ છું.” આવી અનેક અનિષ્ટ માન્યતા થઈ શકશે. માટે આત્મનિશ્ચય માટે ‘હું આત્મા છું.” આવી માન્યતાની જેટલી આવશ્યકતા છે, તેટલી જ આવશ્યકતા ‘હું પુદ્ગલ નથી.’ આ માન્યતાની પણ છે.
| વિશ્વની કોઈ પણ વસ્તુનો નિશ્ચય માત્ર અસ્તિત્વથી નથી થતો, નાસ્તિત્વની સ્પષ્ટતા પણ હોવી જરૂરી છે. આત્મા સ્વરૂપથી અસ્તિત્વ ધરાવે છે, એમ પરરૂપથી નાસ્તિત્વ પણ ધરાવે છે. માત્ર અસ્તિત્વ” જ માનો અને ‘નાસ્તિત્વ’ ન માનો, તો અસ્તિત્વનો નિર્ણય અસંભવિત છે.
માટે ‘આત્મારૂપે છું.’ એની સાથે સાથે ‘હું પુસ્તકરૂપે નથી.’ ‘હું ટેબલરૂપે નથી.’ ‘હું પેનરૂપે નથી.’ ‘હું મકાનરૂપે નથી.’ એમ યાવત્... “ આત્મા સિવાયની વિશ્વની સર્વ વસ્તુરૂપે નથી.’ આ રીતે ‘નાસ્તિત્વ’નો નિર્ણય પણ જરૂરી છે. ‘હું'ની ઓળખ માટે જેટલી ‘છું’ની આવશ્યકતા છે, એટલી જ ‘નથી’ની પણ આવશ્યકતા છે. માટે આત્માનો સ્વપર્યાય જેમ અસ્તિત્વને આભારી છે, એમ નાસ્તિત્વને પણ આભારી છે. એ રીતે ‘હું આત્મા છું' - અહીં જેમ સ્વપર્યાય પોતાનો સંબંધી બને છે, એ જ રીતે ‘હું પુસ્તક નથી’ - એમ પરપર્યાય પણ પોતાનો સંબંધી બને છે. એ રીતે પુસ્તકપર્યાય, પેનપર્યાય, ટેબલપર્યાય... યાવતુ વિશ્વના સર્વ પર્યાયો પણ પોતાના સંબંધી બને છે. કારણ કે સંબંધ જેમ અસ્તિત્વથી થાય છે, તેમ નાસ્તિત્વથી પણ થાય છે. જો નાસ્તિત્વથી સંબંધ ન માનો, તો ‘હું પુસ્તક નથી.’ એવું નહીં કહી શકાય, અને એ સ્થિતિમાં ‘હું પુસ્તક છું.’ એવું પણ માનવું પડશે, અને એવું માનો એટલે ‘હું આત્મા છું.’ એ અસ્તિત્વનો નિર્ણય ઓગળી જશે.
in the
Delicious thugrld.
> This is the most
in Ede calor into