Book Title: Anandghan ni Atmanubhuti 05
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 29
________________ કહેવાય છે કે દેવો સુધા (અમૃત) પીવે છે. માટે તેઓ મરતા નથી. તેથી જ દેવોનું બીજું નામ અમર છે. આ લોકવાયકા પર શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજાએ ગજબનો કટાક્ષ કર્યો છે. પ્રભુની સ્તુતિ કરતા તેમણે કહ્યું છે - पीतामृतेष्वपि महेन्द्रपुरःसरेषु, मृत्युः स्वतन्त्रसुखदुर्ललितः सुरेषु। वाक्यामृतं तव पुनर्विधिनोपयुज्य, शूराभिमानमवशस्य पिबन्ति मृत्योः।। ઇન્દ્રો વગેરે દેવો અમૃતનું પાન કરે છે. તો ય મૃત્યુ તદ્દન બેરોકટોકપણે તેમનું જીવન હરી લે છે. તો પછી દેવોને અમર શી રીતે કહી શકાય? અને તેમના પીણાને અમૃત પણ શી રીતે કહી શકાય? પ્રભુ ! અમૃત તો છે તારું વચન. સુધા તો છે તારી વાણી. જે એક વાર એ સુધાનું વિધિપૂર્વક પાન કરે, અર્થાત્ તેની પરિણતિ મેળવે, તે મૃત્યુને જીતી લે છે. ‘હું દેવોને ય દુર્જેય છું' એવું મૃત્યુનું શૂરાતનનું અભિમાન તેઓ ઉતારી દે છે. મૃત્યુ સમસ્ત વિશ્વમાં છો ને સ્વતંત્ર હોય, તેમની પાસે એ સાવ જ લાચાર થઈ જાય છે. કારણ કે પ્રભુ! આપના વચનામૃતના પાનથી તેઓ વાસ્તવમાં અમર બની ચૂક્યા હોય છે. आनंदघन प्रभु वचन सुधारस વિશ્વની ઉત્કૃષ્ટ મૂલ્યવાન કોઈ વસ્તુ હોય, તો એ છે જિનવચનામૃત. રત્નની કિંમત ઝવેરી કરી શકે. અભણ ગોવાળિયો રત્નની અવગણના કરે, એનાથી રત્નની કિંમત જરા ય ઓછી થતી નથી. એક માત્ર અર્થલક્ષી શિક્ષણ પાછળ આખી ય દુનિયા ગાંડી બની હોય, જિનવચનામૃતની ઘોર ઉપેક્ષા થતી હોય, તો ય અમૃત એ અમૃત જ રહે છે. જે આનું પાન કરશે, એ અમર બનશે, અને જે વિષપાન કરશે, એ મરશે. એ ફરી ફરી જન્મ-મરણના ફેરા કરશે. જિનવચન એ જ એક માત્ર અમૃત છે, જે અનંત મરણનું નિવારણ કરીને અમરત્વનું અર્પણ કરે છે. માટે જ કહ્યું છે - | જિનવચન વખાણી લીજે ભવનો પાર.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32