________________
પણ જો આવું થાય તો દુનિયાનો કોઇ વ્યવહાર જ ન ચાલી શકે. સાર્વત્રિક અનવસ્થા સર્જાય. પણ એવું થતું તો નથી. વ્યવહારો થાય છે. ઓળખ થાય છે, સ્મૃતિ થાય છે. એનું કારણ છે દ્રવ્યની સ્થિરતા.
| જો પર્યાય ન માનો, તો પરિવર્તન ન ઘટી શકે. અને દ્રવ્ય ન માનો, તો ઓળખ કે સ્મૃતિની સંગતિ ન થઇ શકે. પરિવર્તન, ઓળખ અને સ્મૃતિ તો અનુભવસિદ્ધ છે, માટે દ્રવ્ય અને પર્યાય માનવા અતિ આવશ્યક છે.
શંકા : એવું પણ દેખાય છે કે કોઈ વ્યક્તિને સ્મૃતિ ન રહેતી હોય, તેમાં શું સમજવું? શું એનામાં સ્થિર દ્રવ્ય નથી?
સમાધાન : ના, દુનિયાની કોઈ વસ્તુ કે વ્યક્તિ એવી નથી, કે જેનામાં સ્થિર દ્રવ્ય ન હોય. સ્મૃતિની બાબતમાં સ્પષ્ટતા કરું, તે પહેલા એક ઉદાહરણ જુઓ -
એક પત્ની ખરીદી કરીને ઘરમાં આવી. હજી તો પતિએ દરવાજો ખોલ્યો, ત્યાં પત્ની કહેવા લાગી... “તમે મને હંમેશા ટોક્યા કરો છો ને, કે હું બહુ ભૂલી જાઉં છું? એનો ઉપાય મેં શોધી લીધો છે. હું બજારમાંથી ‘યાદ રાખવાની કલા’ પુસ્તક ખરીદી લાવી છું.” ( પત્નીએ પૂરા ઉત્સાહથી પોતાની વાત કહી, પણ પતિનું મોઢું તો પડી ગયું. બિચારો... સોફા પર ફસડાઇ પડ્યો. પત્ની બોલી, “કેમ? તમને મારો આઈડિયા ન ગમ્યો? કહો ને?” પતિ કહે, ‘આજ સુધીમાં તે આ
પુસ્તકની ચાર નકલ ખરીદી છે, જા, કબાટમાં જોઇ આવ.” ( પત્ની ભૂલકણી છે એ વાત સાચી. પણ એ જ્ઞાનાવરણીય કર્મના વિચિત્ર ઉદયને કારણે. સ્થૂળ દૃષ્ટિએ એ સ્ત્રી ગમે તેટલી ભૂલકણી લાગે, સૂક્ષ્મદષ્ટિએ જોઈએ તો એ જેટલું ભૂલી જાય છે, એનાથી વધારે યાદ રાખે છે. ચોપડી ખરીદીને ભૂલી ગઈ. પણ એને પોતાનું ઘર, પોતાનું નામ, પોતાના પતિ વગેરે કેટલું બધું યાદ છે ! અરે, જો માત્ર એક જ વસ્તુની સ્મૃતિ રહેતી હોય, તો પણ એ સ્થિર દ્રવ્યની સિદ્ધિ કરી શકે છે. માનો કે, કોઇને જ્ઞાનાવરણ કર્મનો તીવ્ર ઉદય થયો અને તેનાથી તદ્દન સ્મૃતિભ્રંશ થાય, તો ય એવા અનેક હેતુઓ છે કે જેનાથી સ્થિર જીવ દ્રવ્યની સિદ્ધિ થઈ શકે છે. | વાસ્તવમાં દ્રવ્ય અને પર્યાય બંને એકાંતે જુદા નથી. બંને વચ્ચે અમુક અપેક્ષાએ ભેદ પણ છે, અને અમુક અપેક્ષાએ અભેદ પણ છે. વિશ્વનું કોઈ પણ દ્રવ્ય કદી પર્યાય વિનાનું ન હોઈ શકે અને વિશ્વનો કોઈ પણ પર્યાય દ્રવ્ય વિનાનો ન હોઇ શકે.
द्रव्यं पर्यायवियुतं, पर्याया द्रव्यवर्जिताः। के कदा केन किंरूपा, दृष्टा मानेन केन वा ?||
OTO