Book Title: Anandghan ni Atmanubhuti 05
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 15
________________ સર્વથા નિર્દોષ છે, જિનકથિત તત્ત્વ. જેમાં કોઈ જાતની અસંગતિ ઊભી થતી નથી. સ્યાદ્વાદનો આ સિદ્ધાન્ત જ જિનેશ્વરની સર્વજ્ઞતાને સિદ્ધ કરે છે. કેવળજ્ઞાનના પ્રકાશમાં જિનેશ્વર ભગવંતે યથાર્થ વસ્તુસ્વરૂપ જોયું અને જેવું જોયું એનું યથાવત્ નિરૂપણ કર્યું. જે પ્રત્યક્ષસિદ્ધ અને અનુભવસિદ્ધ છે. જેમાં કોઇ પણ દોષનો અવકાશ નથી. અજ્ઞાનને કારણે એક અસગ્રહ પકડીને પછી કુતર્કો દ્વારા પોતાની માન્યતાને સિદ્ધ કરવા માટે અથાગ પ્રયત્ન કરવો પડે અને પછી ન છૂટકે પોતાના જ મતમાં બાંધછોડ કરવી પડે એવી પરિસ્થિતિ અન્ય દર્શનોમાં સર્જાઇ છે. જ્યારે જિનદર્શન તો બહુ સ્પષ્ટ રીતે સમ્યક્તત્ત્વનું નિરૂપણ કરે છે, જેમાં ત્રણે કાળમાં કોઇ જ બાંધછોડ – મતભેદ કરવાની આવશ્યકતા નથી. જેમ કે ભગવતીસૂત્ર નામના આગમમાં કહ્યું છે जीवा सिय सासता सिय असासता, ગોયમા ! તબ્બકુયાપુ સાતતા, ભાવયા અસાસતા। ૨૭-૨-૨૭૩।। ભગવન્ ! જીવો નિત્ય છે કે અનિત્ય છે? ગૌતમ! ‘દ્રવ્ય’ દૃષ્ટિએ જીવો નિત્ય છે. ‘પર્યાય’ દષ્ટિએ જીવો અનિત્ય છે. આ રીતે જીવ નિત્યાનિત્ય છે. એ જ રીતે દુનિયાની સર્વ વસ્તુઓ પણ નિત્યાનિત્ય છે. જો એવું ન હોત, તો દુનિયાના કોઇ વ્યવહારો ટકી ન શકત. વસ્તુ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે આ સિદ્ધાન્ત સમાધિનો આધારસ્તંભ છે. જ્યારે મૃત્યુનો ભય સતાવે ત્યારે વિચારવું કે મારું આત્મદ્રવ્ય તો સ્થિર છે, શાશ્વત છે. મૃત્યુ એનું કાંઇ જ બગાડી શકે તેમ નથી. ઇષ્ટોપદેશમાં કહ્યું છે Jain Education न मे मृत्युः कुतो भीतिः ? મારું મૃત્યુ જ નથી, તો પછી મને ભય શાનો? વિદેશથી લાવેલી કિંમતી કલાત્મક કાચની ફૂલદાની તૂટી જાય, ત્યારે પર્યાયનયનું અવલંબન લઈને વિચારો કે એ ફૂલદાનીનો વિનાશ તો પ્રતિક્ષણ ચાલુ જ હતો. એમાં મારે શોક શું કરવો? શાંતસુધારસમાં કહ્યું છે – सर्वेऽपीन्द्रियगोचराश्च चटुलाः सन्ध्याभ्ररागादिवत् ।।१-२।। ઇન્દ્રિયના સર્વવિષયો ચંચળ છે. જેમ સાંજના મનોહર વાદળો પણ ક્ષણે ક્ષણે વિખેરાતા જાય છે, તેમ સર્વ વિષયો પણ ક્ષણે ક્ષણે વિનાશ પામે છે. उलटपलट ध्रुव सत्ता राखे બસ, આ એક સિદ્ધાન્તને હૃદયમાં બરાબર પ્રતિષ્ઠિત કરી દો, પછી દુનિયાની કોઈ શક્તિ સમાધિને ખંડિત નહીં કરી શકે. કોઈ પણ બનાવ ચિત્તને ક્ષોભ નહીં પમાડી શકે. સ્યાદ્વાદનું આ યથાર્થ તત્ત્વજ્ઞાન જિનમત સિવાય બીજે ક્યાંય કદી સાંભળવા નહી મળે. માટે જ આનંદઘનજી મહારાજ કહે છે या हम सुनी न कबही સ્યાદ્વાદના આ જ તત્ત્વજ્ઞાનની અનેક વિશેષતાઓ અને વિલક્ષણતાઆ, હવે એક પછી એક રજુ થઈ રહી છે... A universal Anekanta truthe e happi THE P - his “b?y ! omer omen love harpir peace in Brain V®${ *→ in time mo ov menta

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32