Book Title: Anandghan ni Atmanubhuti 05
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 14
________________ Z+'s You going is going આ વાત શી રીતે બુદ્ધ કહી શકે? કારણ કે તેમનો તો સિદ્ધાન્ત છે सर्वं क्षणिकम् દુનિયાની બધી જ વસ્તુઓ એકાંતે ક્ષણિક છે. જીવ પણ એકાંતે ક્ષણિક છે. પ્રત્યેક ક્ષણે તે નવો ઉત્પન્ન થાય છે, અને વિનાશ પામે છે. તો પછી એકાણુ ભવ પહેલાના બુદ્ધ અને અત્યારના બુદ્ધ એક કેમ હોઇ શકે? Who was Who ક્ષણિકવાદ માનતા બહુ મોટો દોષ આ વહોરવો પડે છે, કે ‘કર્મ કરે કોઇ બીજો, અને તેનું ફળ ભોગવે કોઇ બીજો’ એવું માનવું પડે. જેમ કે અહીં ગુનો કરે કોઈ બીજો, ને એની સજા ભોગવે કોઇ બીજો, એવો કાયદો હોય, તો એ વ્યવસ્થા કેવી વિચિત્ર કહેવાય? આવી સ્થિતિ બૌદ્ધદર્શનની છે. પણ તો ય પોતાના સિદ્ધાન્તને જોયા વિના ગૌતમ બુદ્ધે ‘૯૧ ભવ પહેલા કરેલા પાપનું ફળ મેં અત્યારે ભોગવ્યું' એમ કહ્યું, તેના પરથી ગર્ભિત રીતે તો સ્થિર દ્રવ્યનો સ્વીકાર કરી જ લીધો છે. બીજી બાજું વેદાંત દર્શન વગેરેએ માત્ર સ્થિર દ્રવ્ય જ માન્યું છે, તેઓ પર્યાયને માનતા જ નથી. આત્મા એકાન્તે નિત્ય છે, એવો તેમનો મત છે. આ મતમાં પરિવર્તનનો અપલાપ કરવાનો દોષ વહોરવો પડે છે. જો આત્મા એકાન્તે નિત્ય સ્થિર દ્રવ્યરૂપ જ હોય, તો સુખ-દુઃખનું જે ક્રમિક સંવેદન થાય છે, તે ન થઇ શકે. વીતરાગ સ્તોત્રમાં કહ્યું છે - = આત્મચેવાન્તનિત્યે ચા-ત્ર મોગ: સુઘવુ:થયો: ।।૮-૨૫ જો આત્મા એકાંત નિત્ય હોય, તો સુખ-દુઃખની અનુભૂતિ જ ન થઇ શકે. એકાંત નિત્ય એટલે જેમાં કોઇ પણ જાતનું પરિવર્તન ન થઇ શકે. કોઇ પણ જાતની ક્રિયા કાદાચિત્ક ન થઇ શકે. જો આત્મા સુખ ભોગવે છે, તો એ ત્રણે કાળમાં સદા માટે સુખની જ અનુભૂતિ કરતો રહેવો જોઇએ અને જો આત્મા દુઃખ ભોગવે છે, તો એ ત્રણે કાળમાં હંમેશ માટે એક સરખી રીતે દુઃખનો જ અનુભવ કરતો રહેવો જોઇએ. જેમાં લેશ પણ પરિવર્તન ન થઇ શકે તેનું નામ એકાંત નિત્ય. પણ આત્મા આવો નથી, આત્મા તો ક્રમશઃ સુખદુઃખનો અનેક રીતે અનેક પ્રકારનો અનુભવ કરે છે, માટે આત્મા પરિવર્તનશીલ છે, એ સર્વાનુભવસિદ્ધ છે. અધ્યાત્મસારમાં કહ્યું છે . - तत्राऽऽत्मा नित्य एवेति, येषामेकान्तदर्शनम्। हिंसादयः कथं तेषां कथमप्यात्मनोऽव्ययात् ? ।।१२-२४।। આત્મા નિત્ય જ છે, એવું જેમનું એકાંતદર્શન છે, તેમના મતે હિંસા વગેરે સંભવિત નથી. કારણ કે આત્માનો તો કોઈ રીતે વિનાશ જ થતો નથી, એવું તેમણે માન્યું છે. આમ છતાં પણ ‘હિંસા પાપ છે.’ ‘અહિંસા ધર્મ છે.’ ‘દયા કરવી જોઇએ.’ આ સિદ્ધાન્તોને પણ તેઓ માને જ છે, એના દ્વારા એમણે ગર્ભિત રીતે પર્યાયનો પણ સ્વીકાર કરી જ લીધો છે. આત્મા એ અપેક્ષાએ અનિત્ય પણ છે, એવું માન્યા વિના એમને પણ કોઈ છૂટકો નથી. માટે જ અથર્વવેદમાં કહ્યું છે - सनातनमेनमाहुरुताद्य स्यात् पुनर्नवः આત્મા નિત્ય છે, એમ કહ્યું છે, વળી એ નવો પણ થાય છે. Persone

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32