________________
એક અનેક થાય છે, અને અનેક એક થાય છે, એવો કુંડળ-સુવર્ણનો સ્વભાવ છે. પાણીના તરંગ, માટીના ઘડા અને સૂર્યના કિરણો અર્પણત ઢોય છે, પણ પાછા તેમાં સમાઈ જાય છે. ।।૨।।
પીન્ટુની મમ્મી એને ઠપકો આપતી હતી... “તને કેટલી વાર કહ્યું છે, કે બહુ મિઠાઈ ન ખવાય. ગઇ કાલે આટલો સમજાવ્યો કે એક જ મિઠાઇ ખાવી, તો ય આજે ચાર પેંડા ખાઇ ગયો?’’ પીન્ટુ પણ ક્યાં ગાંજ્યો જાય એવો હતો... કહે, “મેં ચાર પેંડા ખાધા જ નથી. મેં તો એક લાડવો જ ખાધો છે.’’ ‘‘પણ લાડવો તો ઘરમાં છે જ નહીં.’’ મમ્મી પ્રશ્નભરી નજરે પીન્ટુ સામે જોઈ રહી. લૂચ્યુ હસીને પીન્ટુ બોલ્યો, “મેં ચાર પેંડાનો એક લાડવો બનાવી દીધો હતો, બોલ, મેં એક જ મિઠાઇ ખાધી છે ને?’’
નાના બાળકથી લઇને પ્રધાનમંત્રી સુધીની વ્યક્તિઓ ડગલે ને પગલે અજાણતા ય સ્યાદ્વાદસિદ્ધાન્તનો સ્વીકાર કરે છે. પીન્ટુએ કામ ખોટું કર્યું, પણ તત્ત્વ તો સાચું જ પકડ્યું હતું. જે એક છે, તે જ અનેક છે. જે અનેક છે, તે જ એક છે.
एक अनेक अनेक एक फुनी
આનંદઘનજી મહારાજ એનું બહુ સચોટ દૃષ્ટાંત આપે છે – જેમ કે સુવર્ણમાંથી અનેક પ્રકારના અલંકારો બનાવવામાં આવે છે. સુવર્ણ એક છે, પણ તેમાંથી વીંટી, ચેન, કુંડળ વગેરે અનેક આભૂષણો બને છે. આ પ્રક્રિયામાં ‘એક’ એ ‘અનેક’ થાય છે. જો ફરી એ ઘરેણાઓને ગાળીને માત્ર સુવર્ણરૂપ જ બનાવવામાં આવે તો આ પ્રક્રિયામાં ‘અનેક’ એ ‘એક’ થાય છે.
Jam Education International
कुंडल कनक सुभावे
આ વસ્તુસ્થિતિથી સિદ્ધ થાય છે કે દ્રવ્ય અને પર્યાય એ બંને વચ્ચે અભેદ પણ છે. જે જીવ છે, તે જ મનુષ્ય, દેવ વગેરે પણ છે. જે સુવર્ણ છે, તે જ કુંડળ, વીંટી વગેરે પણ છે.
કેટલો સુગમ અને સચોટ છે આ સિદ્ધાન્ત ! જો આ સિદ્ધાન્તને બરાબર સમજી લઈએ તો સમતા અને સમાધિ સદા માટે અકબંધ બની જાય.
એક રાજકુમાર હતો, તેની પાસે સોનાનો મુગટ હતો. એ તેને બહુ પ્રિય હતો. રાજકુમારીએ એની જાણ બહાર એ મુગટ ગળાવીને એમાંથી પોતાનો સોનાનો કળશ બનાવડાવ્યો. રાજકુમારી ખૂબ જ ખુશ હતી. રાજકુમાર ધ્રુસકે ધ્રુસકે રડતો હતો. જ્યારે રાજાને ન તો હર્ષ હતો કે ન તો શોક હતો.
આ પ્રસંગનું વિશ્લેષણ કરીએ, રાજકુમારીની દૃષ્ટિ કળશના ઉત્પાદ પર છે. રાજકુમારની દૃષ્ટિ મુગટના વિનાશ પર છે. જ્યારે રાજાની દૃષ્ટિ સુવર્ણની સ્થિરતા પર છે. ઉત્પાદને જોનાર હસે છે, વિનાશને જોનાર રડે છે, સ્થિરતાને જોનાર મધ્યસ્થ રહે છે. કારણ કે એ જાણે છે કે કાંઇ આવ્યું પણ નથી, અને કાંઇ ગયું પણ નથી. માત્ર જે હતું જ, એનો પર્યાય બદલાયો છે. તરંગો એ પણ પાણી જ છે, અને તરંગો શમી જાય એ પણ પાણી જ છે. માટીના મહેલો પણ માટી જ છે અને એ મહેલાતો તૂટી પડે એ પણ માટી જ છે. સૂરજના હજાર કિરણો વિભાજિત થાય એ ય સૂર્યપ્રકાશ જ છે અને વાદળાઓના અભાવે એ કિરણો એકાકાર થઇ જાય, એ પણ સૂર્યપ્રકાશ જ છે.
जल तरंग घटमाटी रविकर, अगनित ताही समावे।