Book Title: Anandghan ni Atmanubhuti 05
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 13
________________ દ્રવ્યો પર્યાયરહિત હોય અને પર્યાયો દ્રવ્યરહિત હોય, એવું ક્યારે કોણે શું જોયું છે? એવા દ્રવ્ય-પર્યાયો એણે કયાં સ્વરૂપના જોયા અને પ્રત્યક્ષ, અનુમાન વગેરે પ્રમાણમાંથી કયાં પ્રમાણથી જોયા? | આશય એ છે કે દ્રવ્ય અને પર્યાય વચ્ચે એકાંત ભેદ એ ત્રણે કાળમાં તદ્દન અસંભવિત વસ્તુ છે. માટે વિશ્વની દરેક વસ્તુ દ્રવ્ય-પર્યાયમય છે. અને પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશધૈર્ય પામે છે, એમ માનવું પડે. थिरता एक समयमें ठाने उपजे विगसे तबही આ એક સિદ્ધાન્ત વિશ્વના સમસ્ત સિદ્ધાન્તોનો આધારસ્તંભ છે. જે દર્શન આ સિદ્ધાન્તને ન માને એ દર્શનને વાસ્તવિકતાનો અપલાપ કર્યા વિના છૂટકો નથી. બૌદ્ધ દર્શન માત્ર પર્યાયોને જ માને છે. સ્થિર દ્રવ્ય જેવી કોઇ વસ્તુ જ નથી, એવો એનો મત છે. તેથી સ્મૃતિ, ઓળખ વગેરે જે અનુભવસિદ્ધ વાસ્તવિકતા છે, એ તેના મતે સંગત ન થઈ શકે. ગૌતમ બુદ્ધને એક વાર પગમાં કાંટો વાગ્યો. ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું - इत एकनवतौ कल्पे, शक्तया मे पुरुषो हतः। तेन कर्मविपाकेन, पादे विद्धोऽस्मि भिक्षवः।। ભિક્ષુઓ ! આ જન્મથી માંડીને પૂર્વના એકાણુમાં ભવમાં મે છરીથી પુરુષને માર્યો હતો, તે કર્મના વિપાકથી અત્યારે મને પગમાં કાંટો વાગ્યો છે. It's borned..... don't be glad. It's destroyed..... don't be offended. વિશ્વ - દરેક વસ્તુ = ટૂણુ-પર્યાયમયુ છે. ਕੇ ਪse ઉcUJશવિઝાન્ડ હૅર્ય પામે છે, Just look only. Have fun of this drama. Fan & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32