Book Title: Anandghan ni Atmanubhuti 05
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 11
________________ ૧૭e 0 જેમ ખુમયમાં Øિ245 છે, તેમ તે પછીનુJ બુમયમાં પણ સ્થિ૨૮) છે, તેમ તેfી પછડા jમયમાં પણ થુિરઇ છે. ૨૯ થુિ૨JJ ઉમેથઇ રહે છે. ધ્રુવ સTI = દ્રવ્યનું સ્થિર અસ્તિત્વ જો એ પર્યાયોના વિનાશ-ઉત્પાદ વચ્ચે દ્રવ્ય સ્થિર ન રહેતું હોય, તો આ તે જ શર્ટ છે, એવી ઓળખ ન થઇ શકે. માટે સ્થિરતા માનવી પણ અનિવાર્ય છે. थिरता एक समयमें ठाने જેમ આ સમયમાં સ્થિરતા છે, તેમ તેની પછીના સમયમાં પણ સ્થિરતા છે, તેમ તેની પછીના સમયમાં પણ સ્થિરતા છે. આ રીતે સ્થિરતા હંમેશા રહે છે. બીજું ઉદાહરણ જોઈએ - જીવ દ્રવ્ય સ્થિર છે. તે દેવ તરીકે મટીને મનુષ્ય થયો. દેવ-પર્યાયનો વિનાશ થયો અને મનુષ્ય-પર્યાયનો ઉત્પાદ થયો. મનુષ્ય ભવમાં પણ બાળ મટીને કિશોર થયો. તેમાં બાળપર્યાયનો વિનાશ થયો અને કિશોર-પર્યાયનો ઉત્પાદ થયો. એવી રીતે કિશોરમાંથી યુવાન, પ્રૌઢ, વૃદ્ધ, અતિવૃદ્ધ... એમ પર્યાયોનો વિનાશ અને ઉત્પાદ ચાલ્યા કરશે. પણ આ બધામાં જીવદ્રવ્ય તો સ્થિર જ રહેશે. - જો એવું ન હોય તો ‘અમિત મોટો થઇ ગયો.’ કે ‘આ તે જ જીમિત છે કે જેને દશ વર્ષ પહેલા જોયો હતો.’ આ રીતે અનુભવ થાય છે, તેની સંગતિ ન થઈ શકે. કારણ કે જે નાનો હતો તે તદ્દન જુદો હતો, અને મોટો છે, તે તદ્દન જુદો છે, એવું માનવું પડે. આ તદ્દન જુદાપણું = એકાંત ભેદ. એકાંત ભેદને દૂર કરે છે સ્થિર દ્રવ્ય. જો સ્થિર દ્રવ્ય ન હોય અને એકાંત ભેદ હોય, તો કોઇ વ્યક્તિને બાળપણની કોઇ સ્મૃતિ જ ન રહે. કારણ કે જે બાળક હતો, તે તદ્દન જુદો છે, અને જે યુવાન છે, તે તદ્દન જુદો છે. અરે, પાછલી ક્ષણે શું કર્યું, એની પણ કોઇને સ્મૃતિ ન રહે, કારણ કે પોતે તો વર્તમાન ક્ષણે જ ઉત્પન્ન થયો છે. પૂર્વપર્યાય તો વિનાશ પામ્યો છે. જો એક વ્યક્તિએ કરેલા અનુભવની સ્મૃતિ બીજી વ્યક્તિને થઈ શકે, તો જ પૂર્વપર્યાયના અનુભવની સ્મૃતિ વર્તમાન પર્યાયને થઈ શકે, કારણ કે જેમ બે વ્યક્તિ જુદી છે, તેમ બે પર્યાય પણ જુદા છે. આ | પૃણ્યોSા ઉcUJદ અને વિવુJJ પ્રત્યેક ઋણે ચાલ્સા કરે છે, પણ ઋર્વ ઋણો×ાં ઢબુ સ્થિ૨ ૨હે છે. Birth S Death both are in the lap of Stability Education Incomalol

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32