________________
થાય છે અને ગોરસરૂપ દ્રવ્ય સ્થિર (ધ્રુવ) રહે છે. કારણ કે દૂધ પણ ‘ગોરસ’ હતું અને દહીં પણ ‘ગોરસ’ છે. આ રીતે એક જ વસ્તુમાં ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા ઘટી શકે છે.
थिरता एक समय में ठानें, उपजे विणसें तबही ।
હવે સૂક્ષ્મદષ્ટિએ જોઈએ. બજારમાંથી એક નવું શર્ટ લઈ આવ્યા. આંખે ઉડીને વળગે એવો એનો રંગ છે. જોતા જ ગમી જાય તેવું છે. બટન, સિલાઇ, કાપડ... બધું જ બેસ્ટ ક્વાલિટીનું છે. અડધો દિવસ એ શર્ટની પસંદગીમાં અને ખરીદીમાં ગયો છે, અને અડધો દિવસ એ પહેરીને અરીસામાં જોવામાં ગયો છે. આ છે પહેલા દિવસની સ્થિતિ.
આઠ વર્ષ પછી એ શર્ટની સ્થિતિ જુઓ. કાં તો એ રસોડાનું મસોતું બની ગયું છે, કાં તો જમીન લૂંછવાનો ફટ્ટો બની ગયું છે, અને કાં તો ચીંથરેહાલ દશામાં એનો નિકાલ કરાયો છે. નથી એનામાં રંગની તેજ, નથી એના કાપડમાં કોઈ મજબૂતી... જોવું પણ ન ગમે એવી એની સ્થિતિ છે.
હવે વિચાર કરો, શું આ પરિવર્તન એકાએક આવી ગયું છે? ના, જે ક્ષણે એ શર્ટનો ઉપયોગ ચાલું થયો, ના, બલ્કે જે ક્ષણે એ શર્ટ બન્યું, એ જ ક્ષણથી તેના પરિવર્તનની શરૂઆત થઇ ગઇ હતી. જોતા જ ગમી જાય એ સ્થિતિ અને જોવું ય ન
ગમે એ સ્થિતિ, આ બંને સ્થિતિ વચ્ચેની ક્ષણોનો સરવાળો કરો. એ પ્રત્યેક ક્ષણે એ શર્ટમાં પરિવર્તન ચાલુ ને ચાલુ છે. ગઈ ક્ષણનું શર્ટ અલગ છે. અને વર્તમાન ક્ષણનું પરિવર્તિત શર્ટ અલગ છે. ભલે આપણને તે બંને ક્ષણોનું શર્ટ એક સરખું દેખાય, પણ તે બેમાં ભેદ તો છે જ. જો તે બેમાં ભેદ ન માનો, તો ત્રીજી ક્ષણે પણ તે શર્ટમાં કોઇ પરિવર્તન નહી માની શકાય. એમ ચોથી ક્ષણે... પાંચમી ક્ષણે... એમ કરતા આઠ વર્ષ પછી પણ એ શર્ટ એવું જ માનવું પડશે, કે જેવું એ આઠ વર્ષ પહેલા હતું. પણ એવું તો નથી જ. પ્રત્યક્ષ દેખાય છે કે આઠ વર્ષ પહેલાની શર્ટની સ્થિતિ અને વર્તમાનની શર્ટની સ્થિતિ એ બંનેમાં આસમાન-જમીનનો ફેર છે.
માટે પ્રત્યેક ક્ષણે પરિવર્તન છે અને પ્રત્યેક ક્ષણે ભેદ છે એવું સિદ્ધ થાય છે. ભેદ એટલે જુદાપણું. પૂર્વક્ષણનું શર્ટ અલગ છે અને વર્તમાનક્ષણનું શર્ટ અલગ છે. પૂર્વક્ષણના શર્ટનો વિનાશ થાય છે, અને વર્તમાનક્ષણના શર્ટની ઉત્પત્તિ થાય છે. પૂર્વક્ષણના પર્યાયનો વિનાશ થાય છે અને વર્તમાનક્ષણના પર્યાયની ઉત્પત્તિ થાય છે. આ બંને એક સાથે જ થાય છે. उपजे विणसें तब ही
પર્યાયોના ઉત્પાદ અને વિનાશ પ્રત્યેક ક્ષણે ચાલ્યા કરે છે. પણ એ સર્વ ક્ષણોમાં શર્ટ દ્રવ્ય સ્થિર રહે છે. જેમ કે દૂધનો વિનાશ અને દહીંનો ઉત્પાદ થવા છતાં પણ ‘ગોરસ’ દ્રવ્ય સ્થિર રહે છે.
उलट पलट ध्रुव सत्ता राखें
ઉલટ = પૂર્વ પર્યાયનો વિનાશ પલટ = ઉત્તર પર્યાયનો ઉત્પાદ
For Private & Personal Use Only
www.jainelibrary.org