Book Title: Anandghan ni Atmanubhuti 05
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 9
________________ અવધૂત ! બ્રાહ્મણ કે કાજી ન જાણે એવી આ રે. જ સમયે ઉત્પન્ન થાય અને વિનાશ પણ પામે. સતત પરિવર્તનશીલ હોવા છતાં નિશ્ચલ, અસ્તિત્વ પણ ધારણ કરે છે. આવી રમત તો અમે કદી ય સાંભળી નથી. ૧//. પ્રાચીન કાળમાં નટકળા ખૂબ વિકાસ પામેલી હતી. રૂપપરાવર્તન, અભિનય, નૃત્ય વગેરે દ્વારા નટ લોકોને આશ્ચર્યચકિત કરી દેતો. ઇલાચીકુમાર નટ બનીને જે જીવન સટોસટના અદ્ભુત ખેલ દેખાડતો હતો, એ પ્રસિદ્ધ છે. એમાં ય એ નટ શહેરનો હોય, સુશિક્ષિત હોય, વિશિષ્ટ આવડતવાળો હોય, પછી શું બાકી રહે? એ તો ભલ ભલાને અચંબામાં નાખી દે. - अवधू ! नट नागर की बाजी । આવું જ આશ્ચર્યજનક છે સ્યાદ્વાદનું તત્ત્વજ્ઞાન. પૂ. આનંદઘનજી મહારાજ ‘અવધૂત’ને ઉદ્દેશીને આ જ તત્ત્વજ્ઞાનની અચંબાભરી વાત કહી રહ્યા છે. આ તત્ત્વજ્ઞાનના પ્રરૂપક છે એક માત્ર શ્રીજિનેશ્વર દેવ. એમના સિવાય દુનિયાનું કોઈ પણ દર્શન આ તત્ત્વજ્ઞાન પામી શક્યું નથી. जागे न बामण काजी। બ્રાહ્મણ કે કાજી પાસે આ સ્યાદ્વાદનું તત્ત્વજ્ઞાન નથી. ‘બ્રાહ્મણ’ શબ્દથી અહીં વેદાંતીઓ, વૈશેષિકો, નૈયાયિકો, જૈમિનીઓ અને સાંખ્યો સમજી શકાય. આ બધા વિભિન્ન દર્શનોના અનુયાયીઓના નામ છે. અને કાજી શબ્દથી મુસલમાનો સમજી શકાય. ઉપચારથી કાજી તરીકે પારસીઓ, યહુદીઓ વગેરે પણ સમજી શકાય. સ્યાદ્વાદનું આ અદ્ભુત તત્ત્વજ્ઞાન ત્રિપદી પર આધારિત છે. ત્રિપદી એટલે ત્રણ પદ, તીર્થસ્થાપનાના દિવસે તીર્થંકર ભગવંતો ગણધર ભગવંતોને આ ત્રણ પદ આપે છે – ઉપૂત્રેડ઼વા વિરામેડ઼ વા યુવે વI આ ત્રણ પદને આધારે ગણધર ભગવંતો માત્ર અંતર્મુહૂર્તમાં સમગ્ર દ્વાદશાંગીની રચના કરે છે. આ આશ્ચર્યજનક સામર્થ્યનું કારણ છે ગણધર ભગવંતોની અદ્દભુત બીજબુદ્ધિ. અને તેનું પણ કારણ છે અપરંપાર ગુરુકૃપા. બીજ નાનું હોય છે, પણ તેમાંથી થતું સર્જન વિરાટ હોય છે. એમ આ ત્રિપદી નાની છે, પણ તેમાંથી જેનું સર્જન થાય છે, એ દ્વાદશાંગી અબજો-અબજો-અબજો પાનાઓમાં પણ ન સમાય એવી વિરાટ હોય છે. જેનામાં બીજબુદ્ધિ હોય તે અલ્પ શ્રુતજ્ઞાનમાંથી પણ વિરાટ બોધ મેળવી શકે. બીજબુદ્ધિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ગણધર ભગવંતો. પ્રસ્તુત પદની પ્રથમ કડીમાં આ જ ત્રિપદીના સિદ્ધાન્તને અલંકારિત શૈલીથી વણી લેવાયો છે. જેને તત્ત્વાર્થસૂત્રમાં સંક્ષેપથી કહ્યો છે – उत्पादव्ययध्रौव्ययुक्तं सत्। જે કાંઇ પણ વિશ્વમાં વિદ્યમાન A dramat છે, તે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે. પહેલા સ્થૂળદષ્ટિથી ૪ સમજીએ. દૂધમાંથી દહીં બને, એ પ્રક્રિયામાં દૂધનો વિનાશ (વ્યય) થાય છે. દહીંની ઉત્પત્તિ (ઉત્પાદ) Mirtutle. ima . that dge

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32