________________
સ્યાદ્વાદ સુઘારલ્સ..
સ્મશાનમાં સ્વજનને વળાવતી વખતે ભલભલાને ય એક વાર તો વૈરાગ્ય થઇ જાય છે,
પણ એ વૈરાગ્ય ક્ષણિક હોય છે. એ વૈરાગ્ય ઓસરી જાય છે અને
| ફરીથી રાગના તોફાનો આત્મપરિણતિની કાળી કદર્થના કરે છે.
એવા મસાણિયા વૈરાગ્યથી અધ્યાત્મ અને આત્માનુભૂતિના આનંદને ન પામી શકાય. . એ માટે તો જોઈએ જ્ઞાનગર્ભિત નિશ્ચલ વૈરાગ્ય.
સ્યાદ્વાદ સિદ્ધાન્તની પરિણતિ વિના
આવો વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી. વિશ્વનું ખરું અમૃત હોય તો એ સ્યાદ્વાદ સુધારસ છે,
જેના પાનથી જીવ અજરામર બની જાય છે.
Say bye bye to Death & Deaths.
ચાલો, અધ્યાત્મ યોગીરાજ શ્રી આનંદઘનજી મહારાજને સથવારે એના માધુર્યનો રસાસ્વાદ માણીએ...
- આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ
F
W
Ferona Use Only