Book Title: Aho Shruta gyanam Paripatra 50 Suvarn Ank Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 8
________________ સંપાદન સંશોધન અંગે ક..ખ..ગ.. પૂ. આ. શ્રી વિજય મુનિચન્દ્રસૂરિજી શ્રી ઉૐકારસૂરિજી સમુદાય છેલ્લા થોડા વર્ષોથી દીક્ષાઓ વધી છે. સાધુ સાધ્વીજીઓ પ્રતિલિપિ કરવા માટે ગ્રંથોની માંગ કરતા હોય છે. ક્યો ગ્રંથ પ્રતિલિપિ સંપાદન સંશોધન માટે લેવો એ મૂંઝવણ ભર્યોપ્રશ્ન બને છે. આપણે ત્યાં છપાયેલા ગ્રંથોનું લીસ્ટ નથી. (ગીતાર્થ ગંગાએ આગમોના મુદ્રિત સંસ્કરણોનો પરિચય પ્રકાશિત કર્યો છે. અન્ય ગ્રંથો વિષે પણ કાર્ય ચાલે છે. શ્રુતભવન (પુના) પણ આવી સૂચિ તૈયાર કરે છે. આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર પાસે પણ એવું સોફ્ટવેર છે કે એમના જ્ઞાનભંડારમાં રહેલા દરેક-ગ્રંથો એમાં આવતા પેટાગ્રંથોપણ પ્રકાશિત થયાની વિગત આપે છે.) અપ્રગટ ગ્રંથોની પ્રતિલિપિ જ નહીં, કોમ્યુટરમાં એન્ટ્રી વગેરે કરાવીને યથાશક્ય પ્રફરીડીંગ કરીને ૬૦૦થી વધુ ગ્રંથો શ્રતભવન (પુના)માં તૈયાર કરવામાં આવ્યા છે. કોઈપણ અભ્યાસી એનું સંપાદન કરવા ઇચ્છે તો ગ્રંથની સોફ્ટ કોપી – હસ્તલિખિત પ્રતની નકલ વગેરે મેળવી શકે છે. આપણે ત્યાં હસ્તલિખિતપ્રતોનું સંકલિત લીસ્ટ બનાવવાનું જૈનગ્રંથાવલી"માં થયું. એ પછી 'જિનરત્રકોશ'ભા-૧માં વધુવ્યવસ્થિત અને વિશાળ ફલક ઉપર થયું. (માત્ર સૂરતના ભંડારો પૂરતું પણ સૂર્યપુરના અનેક જ્ઞાનભંડારોની સૂચિમાં થયું છે.) પણ આ બધા કાર્યો ઘણા વર્ષો પૂર્વે થયા છે. આટલા વર્ષોમાં કેટલાક ભંડારોનું સ્થળાંતર વગેરે થયું છે. હસ્તપ્રતોનું વિસ્તૃત સૂચિપત્ર મૃતભવનમાં તૈયાર થઈ રહ્યું છે. બે થી ત્રણ લાખ પ્રતોનો ડેટા સંગ્રહિત થયો છે. હજુ અડધે પણ પહોંચાયું નથી. કોબામાંથી પણ હસ્તપ્રતોની વિગતો અને એની ઝેરોક્ષપ્રત સહેલાઈથી મળી શકે છે. અપ્રગટગ્રંથોની જેમ પ્રગટગ્રંથો પણ કેટલાક સારી રીતે સંપાદિત કરવાની જરૂર છે. સંસ્કૃતગ્રંથો કરતાં પ્રાકૃત અને અપભ્રંશ ગ્રંથોનું કાર્ય કરવાનું બાકી છે. અને એ બધાં કરતાં પ્રાચીન ગુજરાતી (મારુ-ગૂર્જર) ભાષામાં પુષ્કળ ગ્રંથો અપ્રગટ છે. મારુ-ગૂર્જર સાહિત્યનો પરિચય મોહનલાલ દલીચંદ દેસાઈએ જૈન ગૂર્જર કવિઓ (ભા. ૧ થી ૯) માં આપ્યો છે. ગ્રંથકારો અને એમના ગ્રંથોની વિગત (પ્રકાશિત અપ્રકાશિત તમામની) અને અકારાદિ ક્રમે 'ગુજરાતી સાહિત્યકોશ' અંક-૧ મધ્યકાળમાં અપાઈ છે. અને તમામ ગૂર્જરકૃતિની અકારાદિક્રમે વિગત 'કૃતિકોશ'માં અપાઈ છે. બંનેના પ્રકાશક 'ગુજરાતી સાહિત્ય પરિષદ' અમદાવાદ છે. આ સૂચિઓ જોઈએ તો ખ્યાલ આવે કે પ્રાચીન ગુજરાતીમાં છેલ્લા સાતસો વર્ષમાં જે સાહિત્ય રચાયું છે. એમાં મોટો ભાગ ૯૦% થી વધુ કૃતિઓ જૈનમુનિઓએ રચી છે.આમાંથી ઘણી અપ્રગટ છે. લાખો હસ્તપ્રતોમાં સચવાયેલ આ સાહિત્યની પ્રતિલિપિ કરવી એ પણ બહુ મોટું કાર્ય છે. આ માટે પ્રાચીન લિપિને ઉકેલતા શિખવું જરૂરી છે. પ્રાચીન લિપિને ઉકેલતા શિખવા લિપિના આચાર્યે, જૈનશ્રમણોની લેખનકળા' ( લિ. આગમપ્રભાકર પુણ્ય વિજયજી મ.સા.) મધ્યકાલીન લિપિ દેવનાગરી લિવ્યંતર વગેરે સામગ્રીઓ ઉપલબ્ધ છે. આમ આ બધી સુલભ સામગ્રીઓ દ્વારા કોઈ પણ અભ્યાસી પ્રાચીન ગ્રંથોના સંશોધન સંપાદનના કાર્યમાં આગળ વધે તો બહુ મોટી શ્રુતસેવા થશે. અભ્યાસીઓ જિજ્ઞાસુઓ મૃતભક્તો આગળવધે. અહોત!ક્યૂ સતરબોળPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 84