Book Title: Aho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 72
________________ અનુમોદના પંડિતવર્ય શ્રી જિતેન્દ્રભાઈ બી. શાહ આપના તરફથી છેલ્લા અગિયાર વર્ષોથી નિયમિત રૂપે અહો ! શ્રુતજ્ઞાનમ્ ચાતુર્માસિક પત્રિકાનું પ્રકાશન થઈ રહ્યું છે તેની હું પણ ખૂબ અનુમોદના કરું છું. તમારા દ્વારા આ એક ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે. જિનશાસનમાં પૂજ્ય સાધુ ભગવંતો/સાધ્વીજી મહારાજો, વિદ્વાનો દ્વારા જ્ઞાનક્ષેત્રે વિપુલ પ્રમાણમાં કાર્ય થઈ રહ્યું છે. છેલ્લા ૨૪ વર્ષમાં તો જ્ઞાન ક્ષેત્રે થયેલા કામો આશ્ચર્ય ઉપજાવે તેવા છે. અપ્રકાશિત ગ્રંથોનું પ્રકાશન, સંપાદન, સંસ્કૃત તથા પ્રાકૃત ગ્રંથોનો અનુવાદ, અલભ્ય ગ્રંથોનું પુનઃપ્રકાશન આદિ અનેકાનેક કાર્યો થયાં છે, થઈ રહ્યાં છે. આ કાર્યો જૈન સંઘો દ્વારા પ્રકાશિત કરવા/કરાવવામાં આવે છે. પરંતુ આ પ્રકારના કાર્યોની માહિતી પૂરી પાડનાર કોઈ કેન્દ્રિય સંસ્થાન હોવાને કારણે તે તે કાર્યોની જાણકારી સહુ કોઇને સુલભ ન હતી. તેથી ઘણીવાર કામો બેવડાતા, પ્રકાશિત થયેલા ગ્રંથો પણ પ્રાપ્ત ન થતા અને જ્યાંથી છપાયા હોય ત્યાં તે ગ્રંથો કબાટોમાં પડ્યા રહેતા હતા. આવી પરિસ્થિતિને કારણેથી સંઘની અમૂલ્ય શક્તિ, સમય અને ધનનો વ્યય થતો હતો. તેની પૂર્તિ આપના અહો! શ્રુતજ્ઞાનમ્ ના પ્રકાશનથી થઈ છે. આ ઉપરાંત આપની પત્રિકામાં અપ્રગટ/અપ્રકાશિત ગ્રંથોની માહિતી પણ વિદ્વાન મહાત્માઓ તથા સંશોધકો માટે ઉપયોગી હોય છે. નવા સંશોધકોને તેનાથી પ્રેરણા મળે છે.આવી માહિતીઓને કારણે જ્ઞાનક્ષેત્રે થઈ રહેલા કાર્યોમાં આપે નિમિત્ત બની વિશિષ્ટ પુણ્યોપાર્જન કર્યું છે. આપની પત્રિકામાં શોધ નિબંધ તૈયાર કરી રહેલ મહાત્માઓનો પરિચય તથા તેમના વિષયોની વિગતો પ્રકાશિત થાય તો નવા સંશોધકોને પ્રેરણા મળી શકે. હવે વિદેશમાં પણ ઘણું કાર્ય થઈ રહ્યું છે તેની વિગતો પણ પ્રકાશિત થાય તો ઘણો લાભ થશે. વિદેશમાં થતા કાર્યો/પ્રકાશનોની સમાલોચના પણ પ્રગટ થવી જોઈએ. આવનારા સમયમાં આપણા બાળકોને ગુજરાતી હિન્દી કરતા અંગ્રેજી ભાષાનો મહાવરો વધુ હોવાનો. તેમને માટે ગુજરાતી હિન્દી વાંચવું અને સમજવું અઘરૂં થતુ જાય છે. તેવા સમયે પરદેશી વિદ્ધાનો દ્વારા તૈયાર થયેલા ગ્રંથોજ વંચાશે. તેમાં પ્રગટ થયેલીવાતો સ્વીકારાશે. તેમન થાય તે માટે પરદેશી વિદ્વાનોના ગ્રંથોની સમાલોચનાપ્રગટ થાય તો તે ઘણી જ ઉપકારક થશે. અંતે આપની આ પ્રવૃત્તિ ઉત્તરોત્તર પ્રગતિ સાધતી રહે તેવી શુભભાવના. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિર અમદાવાદ 175 / 11 / 3//1ર અહો શ્રુતજ્ઞાનમ / 57 57 570047 "Y7S મોક્ષ માર્ગ AS IF I TO 31 III II 770 71 23 24 25

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84