Book Title: Aho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
View full book text
________________
સિધ્ધહેમ વ્યાકરણના રચિયતા આચાર્ય હેમચંદ્રાચાર્યની વિધેતા અને રાજનીતિ, બન્ને ક્ષેત્રોમાં સમાન હતી. છતા તેઓને હદય તો એક ભક્તનું મળ્યું હતું. તેમનું વીતરાગસ્તોત્ર' પ્રભુભક્તિની અમુલ્ય દેન છે. આચાર્ય માનતુંગસૂરીના ભક્તામર સ્તોત્રની તો વિશ્વના વિદ્વાનોએ પ્રશંસા કરી છે. આ સ્તોત્ર એક ભક્ત હદયનું સરળ ર્નિદર્શન છે. આ સ્તોત્રની પ્રસ્તુત ગાથાઓમાં આચાર્યએપ્રભુના નામ-સ્મરણનું મહત્વ બતાવી, અદ્વિતીય એવા પ્રભુને ભાવપૂર્વક નમસ્કાર કરી સ્તવના કરી છે. દિગંબર જૈનાચાર્ય અમિતગતિજી વિરચિત પરમાત્મા દ્વાત્રિશિકામાં આરાધ્યદેવ પ્રતિ શરણાગતિનો ભાવ પ્રગટ કર્યો છે. દિગંબર પરંપરામાં સામાયિક પાઠ તરીકે આ સ્તોત્ર બોલાય છે. આમ મધુકરની જેમ મૃગેન્દ્રમુનિશ્રીએ વિધવિધ ફલો રૂપી ગ્રંથોમાંથી અર્ક એકત્રિત કરી અમૃતરૂપે જિનભક્તિનું આચમન કરાવ્યું છે જિનભક્તિશામાટે ભગવદ્ ગુણોનું કીર્તન કરવું, ભગવાનના ગુણોનું સ્મરણ કરવું તેને સ્તવન-સ્તુતિ કહેવાય.ઉત્તરાધ્યયન સૂત્ર-૨૯ માં દર્શાવ્યું છે કે હે ભગવાન સ્તવ-સ્તુતિ મંગલ કરવાથી જીવને શું લાભ થાય છે? ત્યારે સુધર્માસ્વામિ કહે છે કે, સ્તવ-સ્તુતિ મંગલથી જ્ઞાન, દર્શન, ચારિત્ર ૩૫ બોધિ લાભ પ્રાપ્ત થાય છે. બોધિ અર્થાત સમ્યક બોધ-સમજણ સાધકને પ્રથમ શ્રુત-ચારિત્ર ઘર્મની અભિરુચિ થાય છે.ત્યારબાદ આ ત્રણ પ્રકારના બોધિલાભથી જીવ સમસ્ત કર્મોનો અંત કરવા માટેની સાધના કરે છે. પરમાત્માને પામવા માટે ત્રણ યોગ બતાવ્યા છે. જેમકે જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ. ભક્તિયોગનો મહિમા જગતના દરેક દાર્શનિકોએ વર્ણવ્યો છે. શ્રી હરિભદ્રસૂરિએ યોગદ્રષ્ટિસમુચથ્થમાં મન, વચન, કાયાની શુદ્ધિરૂપ કરાયેલી જિનશ્વરની ઉપાસનાને એટલે કે ભક્તિને ઉત્કૃષ્ટ યોગબીજ કહયું છે. આમ સાચા હદયથી ઉત્કૃષ્ટ ભાવથી કરેલી પરમાત્માની ભક્તિ ભક્તને ભગવાન બનાવી શકે છે. આત્માને પરમાત્મા, જીવને શિવ અને નરને નરોત્તમ બનાવી દે છે માટે જ ભક્તિને મુક્તિની દૂતી કહેવામાં આવી છે. પ્રભુભક્તિથી અનેક પ્રકારના કર્મોની નિર્જરા થઈ આત્મા ઉચ્ચ દશાને પ્રાપ્ત કરે છે જેવી રીતે લંકાપતિ રાજા રાવણે અષ્ટાપદ તીર્થમાં પ્રભુભક્તિમાં તલ્લીન બની પ્રચંડ પુણ્ય ઉપાર્જન કરી તીર્થકર નામકર્મ બાંધ્યું હતુ. આવો પ્રભુભક્તિમાં અચિંત્યપ્રભાવ રહેલો છે. અંતમાં જિનેશ્વરોની પરમ ભક્તિ કરવાથી આરોગ્ય(સમ્યક્ત)બોધિલાભ અને સમાધિયુક્ત મરણ પ્રાપ્ત થાય છે. ભક્તિના આવા મહિમાને આત્મસાત કરીને જિનભક્તિ શતકના પદોને ભાવક કે સાધક અંતરમાં સ્થાપિત કરી એકાકાર બની જાય અને તેનું મનમંદિર આનંદિત બની પરમ સુખનો અનુભવ પ્રાપ્ત કરે...તો જ શ્રી મૃગેન્દ્રમુનિ મ. સાહેબે આ સંચય માટે કરેલો પુરુષાર્થ સાર્થક બનશે કારણકે जपकोटिसमंध्यानं,ध्यान कोटिसमोलय: लयकोटिसमंगानं,गानात् परतरंन हिं જિનભક્તિ શતકમ્ ના મધુર પદોને સાંભળી સહુ કોઈ પ્રભુભક્તિના રંગમાં રંગાઈ જાય એવી મંગલકામના...
- અહો શ્રુતજ્ઞાનમ્ છે આત્માનું ઐશ્વર્ય