Book Title: Aho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 51
________________ બીજી, હસ્તપ્રતસૂચિ બને. હસ્તપ્રત ભંડારોનાં સૂચિપત્રોના આધારે હસ્તપ્રતોની સૂચિ બને. આજે ઉપલબ્ધ થતા હસ્તપ્રત ભંડારોનાં સિત્તેર ટકા જેટલા હસ્તપ્રત ભંડારોનાં સૂચિપત્રો બન્યા છે તે પણ અધિકૃત નથી. સૂચિપત્ર બનાવવા માટે તેમ જ હસ્તપ્રત ભંડારોને સાચવવા માટે કુશળ ગ્રંથપાલ હોવા જોઇએ. આ સૂચિબે સ્તરે થઈ શકે. એક – પ્રતની સૂચિ અને બે-પ્રતમાં રહેલી પેટાકૃતિઓની સૂચિ. આનાથી ત્રણ શક્યતાઓ સર્જાશે. એક, ઇતિહાસ ગ્રંથોના આધારે બનેલી કૃતિઓની સૂચિ તૈયાર થશે. બે, અનુપલબ્ધ કૃતિઓની માહિતી મળશે. ત્રણ, હસ્તપ્રત ભંડારોનાં સૂચિપત્રોના આધારે કૃતિઓની સૂચિ તૈયાર થશે. લક્ષ્ય-૩: સમન્વય આ જ્ઞાનના વારસાને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડવાનું કાર્ય સાધુભગવંતો કરી શકે છે. આજે ઘણા શ્રમણભગવંતોને હસ્તપ્રતોને આધારે સંશોધન કરવામાં રુચિ છે પરંતુ તેમને સામગ્રી મળતી નથી. તેમને પડતી મુશ્કેલીઓ આ પ્રકારની છે - ૧) હસ્તપ્રતના ભંડાર કેટલા છે તે ખબર નથી. ર) જે શાસ્ત્રનું સંશોધન કરવું છે તેની હસ્તપ્રતો ક્યાં છે તેની ખબર નથી. ૩) ખબરપડેતો જે સ્થાનમાં હસ્તપ્રત છે ત્યાંના ટ્રસ્ટીહસ્તપ્રતનું સૂચિપત્ર પણ આપતા નથી. હવેuત જ નહીં મળે તો કામ કેવી રીતે કરી શકાય?પ્રત જ્ઞાનભંડારમાં પડી પડીજીર્ણ થાય છે. અને મહારાજ સાહેબપ્રતનથી મળતી તેથી નિરાશ થઈ બીજા ક્ષેત્રમાં જોડાઈ જાય છે. આમુશ્કેલી દૂર કરવા ત્રણ કામ થઈ શકે. 1) સંશોધન ક્ષેત્રે કાર્ય કરતા ગુરુભગવંતો અને વિદ્વાનોનો એક ડેટાબેઝ તૈયાર કરવો જોઇએ. તેઓ અરસપરસ માહિતીનું આદાન-પ્રદાન કરતા રહે તેવી વ્યવસ્થા ગોઠવવી રહે. ii) તેમને જે ક્ષેત્રમાં રુચિ હોય તેમાં તૈયાર કરવાની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ii) હસ્તપ્રતોના ક્ષેત્રે કામ કરનારી સંસ્થાઓએ એકત્ર આવીને કોમન મિનિમમ એજંડા બનાવવો જોઈએ. એકબીજાના પૂરક બનીને કેવી રીતે કામ કરી શકાય તે વિચારવું જોઈએ. ગઈકાલ કરતા આપણી આજ ઉજળી છે અને આપણે જો યોગ્ય આયોજન કરીશું તો ભવિષ્ય પણ ઉજળું છે. આજે શ્રમણસંઘમાં સાધુભગવંતોને હસ્તપ્રતોના સંપાદન ક્ષેત્રે રુચિ વધી છે. તેમને સાધન અને સામગ્રી સંપાદન કરાવવામાં શ્રાવકસંઘ સક્રિય બને તો આપણા આખા જ્ઞાનવારસાનો જીર્ણોદ્ધાર થઈ શકે છે. આ જ્ઞાનવારસાનો જીર્ણોદ્ધાર તીર્થોદ્ધાર સમો ગણાશે, શાસનોદ્ધાર સમો ગણાશે. અહોશ્રુતજ્ઞાન પરિપત્રના માધ્યમે સુ. બાબુભાઈ સમન્વયનું ઉત્તમ કામ કરી રહ્યા છે તે અત્યંત અનુમોદનીય છે. આ લેખ તૈયાર કરવામાં મૃતભવન સંશોધન કેન્દ્રના વિશ્વસ્ત સુશ્રાવક ભરતભાઈ તેમજ સુશ્રાવક જિતેન્દ્રભાઈએ મહત્ત્વનાં સૂચનો કર્યા છે. તેમનો આભાર. ૨૪-૯-૨૦૧૯ શ્રુતભવન સંશોધન કેન્દ્ર અહો શ્રુતજ્ઞાનમ્ | શિખર સંવેદના ૪ : 04

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84