Book Title: Aho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 63
________________ પ્રભુના મુખમાંથી નીકળેલી ગંગોત્રી એટલે શ્રુતજ્ઞાન મુનિ શ્રી હેમહર્ષ વિજયજી આ. શ્રી નીતિસૂરિજી સમુદાય અકબરના દરબારમાં સંગીતરત તાનસેન હતો. સંગીતની જોરદારકલા કેટલાય સંગીતકારોને હરાવી દીધાં. એકવાર કોઈએ ચેલેન્જ આપી. સામ-સામે બેઠાં, તાનસેને તોડી રાગ છેડ્યો. જંગલમાંથી હરણીયા દોડીને આવ્યાં. એક હરણના ગળામાં તાનસેને હાર પહેરાવ્યો. પછી હરણીયા ભાગી ગયાં. તાનસેન બોલ્યો – આ હાર પાછો લાવી આપો. પેલાએ સરસ મૃગનંદિની રાગ છેડ્યો. એકલું હાર વાળું હરણ આવ્યું. એણે પેલા નવા સંગીતકારની સામે માથું નમાવ્યું. હાર કાઢયો - તાનસેનને પરત આપ્યો. હવે, કોઇક નવો સંગીતકાર આવ્યો. – તેણે કાળમીંઢ પથ્થર સામે મૂક્યો અને રાગ છેડ્યો. – કાળમીંઢ પથ્થર મીણની જેમ ઓગળવા માંડ્યો. તેમ તેણે પોતાનો તંબુરો મૂક્યો અને કહ્યું – તાનસેન આમાંથી મારો તંબુરો કાઢીને આવ. પથ્થરને લીક્વીડ ફોર્મમાં જોઈને તાનસેનના મુખ પર પરાજયના ભાવ આવ્યાં – લીક્વીડ ફોર્મ પથ્થરપાછો ઘન સ્વરૂપમાં થયો. તાનસેને માફી માંગી અને પછી પૂછ્યું. મારા ગુરૂએ મને કહ્યું હતું કે "મારાથી ચઢિયાતો એમનો એક શિષ્ય તૈયાર થઈને નીકળ્યો છે.'બૈજુ બાવરા' એ જ આપ છો? પેલાએ 'હા' પાડી." પછી ઔચિત્યથી પૂછ્યું - આપે ક્યો રાગ છેડ્યો હતો. ત્યારે જવાબ મળ્યો. – “માલકૌશ રાગ” બસ, કાળમીંઢ પથ્થરને પણ ઓગાળી દે તેવા 'માલકૌશરાગ'માં પરમાત્મા દેશના આપે. પ્રભુની દેશના સાંભળતી વખતે૪વસ્તુ જરૂરી છે. ૧. વિધિ- વન્દનાદિ વિધિ કરવી. ૨. વિસ્મય - અહો ! કેવું સુંદર ! કેવી અદભૂત દેશના પ્રભુની. કેવલજ્ઞાનીપણ આચાર્ય સાથે સાંભળે. બહુ જાણતા હોવા છતાં. ૩. લક્ષ્ય - આત્મકલ્યાણના લક્ષ્ય સાથે સાંભળે. ૪. ધારણા – શબ્દોને ધારી રાખવા – ભૂલવાંનહિ. સમવસરણમાં પરમાત્માએ ગણધરોને ત્રિપદી આપી. અને ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી. પ્રભુ સમવસરણમાં બધા જીવોના મનમાં રહેલા પ્રશ્નો જાણતાં હતાં પણ બધાને બોલાવી "તારોઆ પ્રશ્ન છે" એનો જવાબ આ રીતે થાય એવું નહોતા કહેતાં. પરંતુ પ્રશ્નશૈલીથી કરતા હતાં. ગૌતમ આવીને પ્રશ્નપૂછથો-વિતરં ભગવાન તત્વ શું છે? પ્રભુ '૩૫ન્નેવા' ફરીથી પ્રશ્ન -પ્રભુ – વિમેવા ફરીથી પ્રશ્ન-થુવેવા | જે ઉત્પન્ન થાય છે – નાશ પામે છે અને કાયમ રહે છે. સોનામાંથી બંગડી બનાવી એ 'ઉપૂનેવા' તેનો નાશ વિમેવા પણ સોનું પદાર્થ તરીકે કાયમ રહેશે તે આ રીતે, ઉત્પાદ ધ્રૌવ્ય વ્યય ત્રિપદીમાંથી ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી. તેમાંથી શાસ્ત્રો-ગ્રંથો-ભાષ્યો-ચૂર્ણાઓ-ટીકાઓ આદિની રચના થઈ. એ રીતે પછીના આચાર્યએ તેમાંથી નવા ગ્રંથો બનાવ્યાં. પ્રભુનું આગમ ત્રિપદી તે આત્માગમ ગણધરોની રચનાતે અનન્તરાગમપછીના આચાર્યોની રચનાને પરંપરાગમ. અહીં શ્રુતજ્ઞાન ધન્યતાનો ધોધ 61

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84