Book Title: Aho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 61
________________ એક લોકોત્તર શ્રુતમંદિરનું સ્વપ્ર પૂ. આ. શ્રી રશ્મિરત્નસૂરિજી શિષ્ય પૂ. યશરનવિજયજી પૂશ્રી પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય શ્રુતજ્ઞાનની સુરક્ષા માટે જૈનસંઘમાં સેંકડો વર્ષોથી ભગીરથ પ્રયતો ચાલી રહ્યા છે. શાસ્ત્રો પુસ્તકાઢ થયા. લહિયાઓ દ્વારા શ્રુત લિપીબદ્ધ બન્યું, તાડપત્રો પર શ્રુતાલેખન થયું, ગ્રંથોની સુરક્ષા માટે જ્ઞાનાગારોનું નિર્માણ થયું, ગ્રંથોની અનેક પ્રતિલીપીઓ તૈયાર થઈ.... એમાં પણ અદ્યતન ટેકનોલોજીએ શ્રુતરક્ષાના મિશનને વિરાટ રૂપ આપ્યું. હજારો ગ્રંથો સંપાદન-સંશોધન થઈ પ્રકાશન પામ્યા. લાખો પ્રતિકૃતિઓ ભારતભરના મૂર્ધન્ય જ્ઞાનાગારોમાં સુરક્ષિતપણે ગોઠવાઈ. શ્રુતજ્ઞાનની સુરક્ષાના આ ભગીરથ કાર્યમાં આજેય જૈનસંધની સક્રિયતા જોવા મળે છે એ ખૂબ જ આનંદની વાત છે. પણ પ્રશ્ન એ થાય છે કે, ચોવીસ તીર્થકરોની હયાતીમાં એક પણ શાસ્ત્ર પુસ્તકરૂઢનહોતું કે એક પણ ધર્મગ્રંથ લીપીબદ્ધ નહોતો. ત્યારે શ્રુતજ્ઞાનતો હતું જ. ત્યારે વક્તા સદગુરુ પાસે નિર્મળ પરિણતિ હતી, સ્પષ્ટ બોધ હતો, ગુરુ-લાઘવની વિશદતા હતી, ઐદપર્યની ગવેષિતા હતી, શાસ્ત્રાર્થનું પરિણમન હતું અને આગળ વધીને પોતાનો વારસો વિનય પરંપરામાં પ્રવાહિત કરવાની કરુણા-ભાવના હતી. બીજી બાજુ શ્રોતા વિદ્યાર્થી પાસે તત્ત્વની અર્થિતા હતી, સત્યની મીમાંસા હતી, મર્મની જિજ્ઞાસા હતી, માર્ગની પીપાસા હતી... તલપ હતી, તરસ હતી, તૈયારી હતી, તિતિક્ષા હતી.... બીજાપાનની યોગ્યતા હતીને એ યોગ્યતા કુળકૃપ બને તેવી જાગૃતિ પણ હતી. આ જ શ્રુતજ્ઞાનની સાચી સંપદા હતી.... આ જ એની અસલી મૂડી હતી. આ જ એની મૌલિક પરંપરા હતી. આ જ એની ઊર્જસ્વી ઉર્વરા હતી. પણ આની સુરક્ષા માટે આજે કોણ કાળજી લેશે ? ગ્રંથો સચવાશે પણ ગ્રંથો સાંભળનારું દિલ નહીં સચવાય શું થશે ? જ્ઞાનાગારો જીવંત હશે પણ જ્ઞાનપરિણતિ મૃતપ્રાયઃ થઈ ગઈ હશે. ત્યારે આ જિનશાસન કેવું હશે? જે કામ સોપદો કરી શકે તે કામ એક પાન કરી શકે છે જે કામ સોપાના કરી શકે તે કામ એક પુસ્તક કરી શકે છે. જે કામ સોપુસ્તક કરી શકે તે કામ એક કબાટ કરી શકે છે. જે કામ સો કબાટ કરી શકે તે કામ એક જ્ઞાનભંડાર કરી શકે છે. જે કામ સો જ્ઞાનભંડાર કરી શકે તેટલું કામ કેવળ એક જ્ઞાની કરી શકે છે. જ્ઞાની જો ગેરહાજર થઈ જાય, તો જ્ઞાનની આ આખી હરિયાળી વેરાન થઈ જાય. શાસ્ત્રગ્રંથો કે ધર્મપુસ્તકો તો શ્રુતજ્ઞાનના બાહ્ય પરિબળો છે. તેઓને સળગાવનારા વિદ્યાર્થીઓ જો વિદ્રોહી ગણાય, તો ઉપર જણાવેલી જ્ઞાનપરિણતિ કે જે શ્રુતજ્ઞાનની સાચી સંપદા છે, તેને ભૂલી જનારા, તેની ઉપેક્ષા કરનારા, તેને નાબૂદ કરનારા જો સ્વધર્મીઓ હોય તો તેઓ પણ શાસનના, વિદ્રોહી કેમ ન ગણાય ? જ્ઞાનદ્રવ્યનું ભક્ષણ કરનારા જીવો જો અનંત સંસારી થાય, તો રાગ-દ્વેષ કે વિષય-કષાયની વાસનાસોના ઘેરાવામાં ચિત્ત ચોટાડીને જ્ઞાનપરિણતિનું ભંજન કરનારા જીવો પણ અનંત સંસારી કેમ ન બને? પત્થરમાં પ્રાણપ્રતિષ્ઠા થયા પછી તે પ્રતિમા બની જાય છે, તેમજ્ઞાનપરિણતિ જોડાયા પછી તે પ્રત, પુસ્તક, પાનું કેપંક્તિપ્રવચનપ્રતિમા બની જાય છે. જિનશાસનના તમામ સભ્યોમાં જ્યારે આ પ્રાણપ્રતિષ્ઠા થશે, ત્યારે દરેક પંક્તિમાં શ્રુતજ્ઞાનની પ્રતિમા સાકાર થશે અને દરેક સંઘમાં શ્રુતમંદિરનું નિર્માણ થશે. આ રચના લોકોની કલ્પનાથી પર હશે, ત્યારે જિનશાસન સાચા અર્થમાં લોકોત્તર બનશે..... શાસનના આ લોકોત્તર જીર્ણોદ્ધાર માટે અને આંતરિક સુરક્ષા માટે આપણે સહુ એક કેન્દ્રબિંદુ પર જોડાઇએ એ જ મંગલકામના સાથે સર્વમંગળ યાચું છું.. અહોભૃતજ્ઞાનમ્ પરમનો પ્રવાહ ૬

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84