Book Title: Aho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 54
________________ એક જ એ ચિનગારી, મહાનલ ! પૂ. મુનિ સૌમ્યરત્ન વિજયજી (અહો ! શ્રુતજ્ઞાનમ્ - ઉદ્ભવ અને વિકાસ) શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય વિ. સં. ૨૦૬૪, વૈશાખ માસ. અમદાવાદની પોળ. ગૌરવવંતી ઐતિહાસિક ધરોહરનો સંગ્રાહક પગથિયાનો એ ઉપાશ્રય. સાંજે લગભગ ૪:૩૦નો સમય જાણે કે શુભમુહૂર્તનો લગ્નસમય ! વિશાળ પરિવાર સાથે બિરાજમાન ઉપકારી ગુરુભગવંતને વંદન કરવા બશ્રાવકપધાર્યા. જિનશાસનની સમયસૂચક ભક્તિના સોણલાં સેવિત ગુરુ ભગવંતે અવસર નીરખી, યોગ્યતા પરખી, સાતક્ષેત્રમાંના મહત્વના બે ક્ષેત્ર (૧) જિનબિંબ અને (૨) જિનાગમ ક્ષેત્રે પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે કંઈક કરવાની પ્રેરણા કરી. આ બંને ક્ષેત્રે જૈનસંઘમાં પ્રતિવર્ષ કરોડોની આવક અને સદવ્યય છતાં એના પારસ્પરિક માહિતિસભર જોડાણના અભાવે જ્ઞાનક્ષેત્રે દ્રવ્ય અને શક્તિશયક ક્યાંક એકના એક કાર્યો એક મહાત્માઓ દ્વારા થાય અને કરવા યોગ્ય કાર્યોની ક્વચિત ઉપેક્ષા થાય. એ જ રીતે દેવદ્રવ્ય જિનાલય નિર્માણ સંદર્ભે પ્રવર્તમાન પરિસ્થિતિમાં અપેક્ષિત સુધારામાં કંઈપરિવર્તનનદેખાતું હોય ! બહુ મોટા પાયે પરિવર્તન ભલે અશક્યપ્રાયઃ હોય, છતાં શુમે યથાશપ્રિયતિતવ્યમ્' એ સુબોધિકા ન્યાયે આપણે કંઈક તો કરવું જ જોઇએ. ભલે સૂરજ કે ચાંદ પ્રગટાવી ન જાણીએ, પણ દીપક કે સગડી તો પ્રગટાવવી જ જોઈએ. આ શ્રાવકોનો અહોભાવપ્રતિબદ્ધ પ્રશ્ન હતો : 'ગુરુદેવ ! શું થઈ શકે ?' ગુરુદેવ : વિશેષ કાંઈ નથી. પ્રારંભિક તો એક એવું પરિપત્ર હોય, જે જિનાલય અને જિનાગમ ક્ષેત્રે સઘળાંય મહાત્માઓને co-ordinate કરે. શાસનની વર્તમાન ગતિવિધિઓથી સૌને વાકેફ કરે. કોઈ પણ પ્રકારના ગણભેદ કે સમુદાયભેદ વિના સૌ કોઈ મહાત્મા-પંક્તિ વગેરેને ઉપયોગી થવાની પ્રવૃત્તિમાહિતિપ્રચાર-પ્રસાર કરે. શાસનના કરવા યોગ્ય કાર્યોનો નિર્દેશ કરે. 'એપરિપત્ર કેવું હોય ?'- જાણે કે મેથનોગર્ભ બંધાતો હોય, એમ એક શ્રાવકે પ્રશ્ન કર્યો. ચાતુર્માસના ચાર મહિના માટે, ચાર કે પાંચ અંક ચાતુર્માસિક માસિક સ્વરુપે હોય. માત્ર ૮પેજની સંક્ષિપ્ત-સરળ માહિતી હોય, પ્રવર્તમાન સ્થિતિનો ચિતાર અને દિશા-નિર્દેશ હોય. આપણી મુખ્ય ભૂમિકામધ્યસ્થી સ્વરુપેહોય... આ પ્રમાણે પ્રાયોગિક ધોરણે કાર્યમાં આગળ વધી શકાય. તહત્તિગુરુદેવ! – અંતરમાંથી રણકાર થયો. - વિ.સં. ૨૦૬૪ના ચાતુર્માસમાં 'અહો ! શ્રુતજ્ઞાનમ્' નામે એક પરિપત્ર પ્રારંભાયું. જિનાલય ક્ષેત્રે આવું જ એક પરિપત્ર 'અહો ! જિનમંદિરમ્'પ્રારંભ કરવાનો બીજા શ્રાવકનો ભાવ હોવા છતાં અમુક કારણોસર એ અમલમાં ન લાવી શક્યા. ધંધાદારી સદગૃહસ્થના આ ક્ષેત્રના બિન-અનુભવને કારણે પ્રારંભના અંકોની જવાબદારી પૂજ્ય ગુરુભગવંતે સંભાળી લીધી. જાણે કે પાવની ગંગોત્રીનો જન્મ થયો! કેટલાંક ઝરણાઓ પ્રારંભાઈને વિલીન પણ થઈ જાય છે. જ્યારે અહીં તો હતું ઉત્સાહનું ઘોડાપૂર અને ઉલ્લાસનું નદીપૂર. અંકો સ્વદ્રવ્યથી છપાવતા, બધાને મોકલવા, દરેકના પ્રતિભાવો અને મનોભાવો જાણવા વગેરે કેટલાયે સ્ટેશનો અહીં આવે. દિશાદર્શીના માર્ગદર્શન અનુસાર આગળ આગળનો પંથ ખંઘે જવો, તે એક વીરતાસભર' કાર્ય હતું. આંતરિક ઉલ્લાસે રુચિ અનુયાયી વીર્યથી એ બધું જ સધાતું ગયું. અહો શ્રુતજ્ઞાનમ્ ઓળ ઘોળ

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84