Book Title: Aho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
View full book text
________________
એ સુશ્રાવકની વિશિષ્ટતા એ છે કે, જે પણ સારું લાગ્યું તે તુરંત અમલમાં મૂકી દેવું. પ્રારંભના અંકોમાં જ, આ કાર્યની દીર્થસ્થાયિતા અને કાર્યના અહંકારનો સ્પર્શન થાય એ માટે અપનાવાયેલ સૂત્ર દ્વાસોડહંસર્વસાધૂનામ્ | આ જ સુધી માત્ર પ્રીન્ટીંગમાં જ નહિ, જીવનમાં પણ તેઓએ વણી લીધું છે. અને કદાચ ! આ જ કારણે અનેકાનેક પૂજય ગુરુભગવંતોના નિર્મળ આશીર્વાદને પાત્ર બન્યા છે. કાર્યની આગળની ધારામાં અન્ય પણ પૂજ્ય ગુરુભગવંતોનું અવસરે અવસરે સુચારુ માર્ગદર્શન તેઓને સાંપડ્યું અને આજે ઉપસ્થિત છે તેનાં પ૦માં પડાવે. જે માસિક છેલ્લા ૧૧વર્ષમાં પ્રકાશિત અનેક ગ્રંથો સંશોધન-સંપાદન કરવા યોગ્ય ગ્રંથો, શ્રુતજ્ઞાન ક્ષેત્રે કરવા યોગ્ય કાર્યો વગેરે અનેક મહત્વની ઉપલબ્ધ સામગ્રીઓને સ્વાંકે સમાવીને બેઠું છે. આ 'અહો ! શ્રુતજ્ઞાનપ્ના પ્રારંભિક પ્રેરણાસ્ત્રોત હતા પ. પૂ. વર્ધમાન તપોનિધિ આ. ભ. શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજા (તે સમયે પંચાસજી), અને એ પ્રેરણાને યથાર્થ ઝીલનારા એ સુશ્રાવક હતા. શાહ બાબુલાલજી સરેમલજી બેડાવાળા. પૂજ્યપાદ પ્રાચીનભૃતોદ્ધારક વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ગુરુદેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં વતન (જૂના) બેડામાં સૌપ્રથમના પોષદશમીના અઠ્ઠમતપથી જોડાયેલ આ પરિવારે શ્રી આશાપૂરણ જૈન જ્ઞાનભંડાર, સ્વદ્રવ્ય નિર્મિત પ્લેટીનમ હાઈટ્સ શાહીબાગ જિનાલયે અંજનશલાકા પ્રતિષ્ઠા વગેરે અન્ય પણ ધર્મસુકૃતો પૂજ્ય ગુરુદેવશ્રીની નિશ્રામાં આદરીને જીવન સાર્થક અને સફળ કરી રહ્યાં છે. પગથિયાના ઉપાશ્રયના એ પ્રેરક અને પ્રારંભ બિંદુનો હું સાક્ષી છું. આજેય એ ઘટના આંખ સામે તાદૃશ તરવરે છે. એ સમયની મહાનલની એક જ ચિનગારી, આજે દીપક બની પ્રગટી છે. કવિવર શ્રી હરિહર ભટ્ટની સુપ્રસિદ્ધ કાવ્યપંક્તિઓને સહેજ સાર્થક શબ્દફેર કરીને શ્રીમાન્ બાબુલાલજી વતી રજૂ કરું તો
એક જ એચિનગારી, મહાનલ!
એક જ એ ચિનગારી. સૂરજ પ્રગટયો, ચાંદો પ્રગટયો, પ્રગટયો દીપક મારો..... મહાનલ !....
અહો શ્રુતજ્ઞાનમ્ આત્માવલોકન