Book Title: Aho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 50
________________ S' ? હસ્તપ્રતોમાં રહેલા જ્ઞાનવારસાની સુરક્ષા માં કે પૂ. ગણિવર્ય શ્રી વૈરાગ્યરતિવિજય પૂ. શ્રી રામચન્દ્રસૂરિજી સમુદાય વિશ્વમાં કોઈની પાસે ન હોય તેવો અદ્ભુત જ્ઞાનનો વારસો જૈન સંઘ પાસે છે. ભારતની ૦.૪% ટકા જેટલી વસ્તી ધરાવતા જૈનો પાસે ભારતની હસ્તપ્રતોનો લગભગ ૧૫% જેટલો હિસ્સો છે. પરંતુ અજ્ઞાન, ઉપેક્ષા જેવાં કારણસર ઘણી હસ્તપ્રતો નાશ પામી ગઈ. તેની સાથે જ તેમાં લખાયેલું જ્ઞાન પણ નાશ પામી ગયું. આજે જેટલી હસ્તપ્રતો બચી છે તેની સુરક્ષા માટે આયોજન કરવું જરુરી છે. લક્ષ્ય નક્કી કરીને કાર્યાન્વયન માટેની પદ્ધતિ ગોઠવવી જરુરી છે. હસ્તપ્રતોમાં રહેલા જ્ઞાનવારસાની સુરક્ષા માટેના ત્રણ લક્ષ્યો છે. લક્ષ્ય-૧: હસ્તપ્રત ભંડાર ૧) અત્યારે જેટલા હસ્તપ્રતભંડારો છે તેની માહિતી એકત્રિત કરવી જોઈએ. ભંડારોની સંખ્યા, તેમાં રહેલી હસ્તપ્રતોની સંખ્યા નિશ્ચિત થઈ જાય તો પ્રાથમિક કામ પૂરું થઈ જાય. એપછી કોઈપણ ભંડારની કે તેની હસ્તપ્રતો આઘીપાછી થવાની કે ચોરી થવાની સંભાવના ઘટી જશે. આપણા દરેક જ્ઞાનભંડારની સ્થાપનાના ઇતિહાસ છે. એ ઇતિહાસને ઉજાગર કરવો જોઇએ. ૨) તે ભંડારોમાં હસ્તપ્રતોને સાચવવાની પૂરતી સગવડ ઉપલબ્ધ કરી આપવી. તે માટેની પદ્ધતિ ગોઠવી આપવી. જે ગામ કે સંઘ હસ્તપ્રત સાચવવા સમર્થન હોય તે ગામ કે સંઘની હસ્તપ્રતો યોગ્ય જગ્યાએ જ્યાં તે સારી રીતે સચવાય અને બીજાને ઉપલબ્ધ થાય તેવી જગ્યાએ સ્થળાંતરિત કરી દેવી. જ્યાં સ્થળાંતરિત થઈ હોય તેની ઐતિહાસિક નોંધ પણ હોવી જરુરી છે. ૩) દરેક હસ્તપ્રત ભંડારની પ્રતોની બીજી કોપી કરાવવી, યા તો લખાવી શકાય અથવા સ્કેન કરાવી શકાય. આમ કરવાથી તે હસ્તપ્રતોમાં લખાયેલું જ્ઞાન સચવાઈને આગળ વધશે. કદાચ કોઈ કુદરતી આપત્તિ આવી જાય અથવા કાળને કારણે તે પ્રત જીર્ણ થઇને નષ્ટ થઈ જાય તો પણ તેમાનું જ્ઞાન સચવાઈ રહેશે. શ્રીહંસવિજયજી લાઈબ્રેરી (વડોદરા), જૈનાનંદ પુસ્તકાલય (સુરત)ના હસ્તપ્રતભંડારોમાં કોપી કરેલી પ્રતો જળવાયેલી છે. ૪) સ્કેન થયેલી પ્રતોનો ડેટાબેઝ એક જગ્યાએ ઉપલબ્ધ રહેતેની કેંદ્રવર્તી વ્યવસ્થા ગોઠવાય જેથી દરેકને તે મળી રહે. હમણાં જૂદી જૂદી સંસ્થાઓ દ્વારા સ્કેનિંગનો કાર્યક્રમ ચાલે છે. ઘણાં ભંડારો સ્કેન થાય છે પણ પરસ્પર આદાન-પ્રદાનના અભાવે સર્વાગીણ વ્યવસ્થાપન થતું નથી. સંશોધક વિદ્વાનની જરૂરિયાતો સહજતાથી પૂરી થતી નથી. ૫) સ્કેન કરેલી પ્રતોનો ડેટા સુરક્ષિત કરવો અને રાખવો. આ બધાં કાર્ય માટે જરુર પડે તો આણંદજી કલ્યાણજી પેઢી જેવી સ્વતંત્ર પેઢી બનાવવી જે આ જ્ઞાનતીર્થની રક્ષા અને વહીવટ કરે. ૬) દરેક સંસ્થાએ જે જે ભંડારો સ્કેન કર્યા હોય તેની સૂચિ એક બીજાને આપવી. લક્ષ્ય-૨: હસ્તપ્રતોની સૂચિ સ્કેન થયેલી હસ્તપ્રતોની એક સૂચિ બનાવવી જેમાં નિર્ધારિત ફિલ્ડ હોય અને બધા ભંડારોની સૂચિ એક સરખી હોય. બે પ્રકારની સૂચિ બને. એક, કૃતિસૂચિ બને. છેલ્લી સદીમા; અનેક વિદ્વાનોએ ઈતિહાસ ગ્રંથો લખ્યા છે. તેના આધારે ભગવાન શ્રી મહાવીરસ્વામિથી શરુ કરી ઉપાધ્યાયશ્ર યશોવિજયજી મહારાજ સુધીના (અથવા આજ સુધીના) કાલખંડમાં રચાયેલી કૃતિઓની સૂચિ બને. આમાંની ઘણી કૃતિઓ આજે ન મળતી હોય તેવું બની શકે પણ તેમની નોંધ શ્રુતજ્ઞાનનો વારસો બની રહેશે. આ એક ગંજાવર કામ છે. ભવિષ્યની પેઢી માટે તે વિશ્વકોશની ગરજ સારશે. વિદ્વાન સાધુભગવંતોની સહાયતાથી જ આ કામ શક્ય બનશે. તેઓ જ સંપૂર્ણ કૃતિઓની સૂચિને અધિકૃત કરી શકશે. એક હસ્તપ્રતમાં રહેલી અનેક કૃતિઓની સૂચિ બનાવી શકશે. - - અહો શ્રુતજ્ઞાનમ્ આનંદ ઝરા

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84