Book Title: Aho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 39
________________ પૂ. આ. શ્રી હાર્દિકરતસૂરિજી મ.સા શ્રતોપાસક સાત સૂરીશ્વર પૂ. શ્રી નીતિસૂરિજી સમુદાય ૧) રાજગચ્છીય આચાર્યશ્રી સિંહતિલકસૂરિ ચૌદમી સદીનાં મહાન શ્રુતપાસક પૂજયશ્રીનાં ગુરૂ આચાર્ય શ્રી વિબુધચંદ્રસૂરિજી હતા. ગુરૂકૃપાપ્રાપ્ત કરીને આચાર્ય શ્રી એ વિ.સં. ૧૩ર૩માં વર્ધમાન વિદ્યાકલ્પ, પરમેષ્ઠિવિદ્યામંત્રસ્તોત્ર- ઋષિમંડલયંત્ર સ્તોત્ર લઘુનમસ્કારયંત્રસ્તોત્ર ગણિતતિલકવૃત્તિ સં. ૧૩ર૬માં આ. પદ્મપ્રભસૂરિકૃત 'ભુવનદીપક'ની ટીકા વિગેરે ગ્રંથોની રચના કરી. આ આચાર્ય ભગવંત સમર્થ સિદ્ધપુરૂષ અને યોગમાર્ગના પ્રખરજ્ઞાની હતા તેના પુરાવા રૂપે તેમની રચેલી કૃતિઓમાં કુંડલિની વિષે કાંઈને કાંઈ માહિતી મુશ્કેલી છે. જૈનાચાર્યોમાં કુંડલિની વિષે આટલું સ્પષ્ટ વિવેચન કોઇએ કર્યું હોય એવું જોવામાં આવ્યું નથી. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ સ્વરચિત ગ્રંથોમાં કુંડલિની સંબંધી ચર્ચા કરેલી છે પણ આચાર્યશ્રી સિંહતિલકસૂરિજીની કુંડલિની સંબંધી સ્પષ્ટતા સાધકોના ઉત્સાહમાં પ્રાણ પુરે છે. જોકે આ આચાર્યજી રચિત ગ્રંથો દુ:સ્પ્રાપ્ય થયા છે. ૨) લઘુખરતરગચ્છીય આચાર્યશ્રી જિનપ્રભસૂરિ જેમની દીક્ષા સં. ૧૩ર૬ અને આચાર્ય પદ સં. ૧૩૪૧માં થયેલ. તેઓએ પદ્માવતીદેવીની વિધિપૂર્વક સાધના કરી, તેથી દેવીએ પ્રસન્ન થઈ તેમને વરદાન આપ્યું હતું. સં. ૧૨૩૩માં કલ્યાણનગરમાં જે શ્રી ભગવાન મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી તે પ્રતિમાને મુસલમાનો ઉઠાવી લાવ્યા અને સં. ૧૩૮૫માં દિલ્હીબાદશાહી મહેલના પગથિયામાં ગોઠવી દીધી. તે પ્રતિમાને આચાર્ય દેવે બાદશાહ પાસેથી મેળવીને તેની કલ્યાણનગરમાં પ્રતિષ્ઠા કરી. વળી પૂજ્યશ્રી થી પ્રભાવિત થઈ બાદશાહે તેની પૂજા માટે બે ગામ અર્પણ કર્યા. બાદશાહ શત્રુંજય તીર્થની યાત્રાએ ગયો ત્યારે આચાર્યશ્રીએ રાયણવૃક્ષમાંથી દૂધની વૃષ્ટિ કરાવી હતી. આચાર્યશ્રીનાં જીવનમાં ઘણા ચમત્કારો થયા છે. આ જિનપ્રભસૂરિને 'ધૂર્ણ સરસ્વતી' અને 'પ્રત્યક્ષ સરસ્વતી' એમ બે બિરૂદો મળ્યા હતા. આ જિનપ્રભસૂરિને એવી પ્રતિજ્ઞા હતી કે હંમેશા ઓછામાં ઓછી પાંચ નવી ગાથા રચ્યા પછી જ આહાર લેવો આથી તેમના રચેલા ઘણા ગ્રંથો આજે પણ પ્રાપ્ત થાય છે. જેમકે – વિવિધ તીર્થકલ્પ- વિધિપ્રથા - ભયહરસ્તોત્રટીકા – ઉવસગ્ગહરવૃત્તિ – અજિતશાન્તિવૃત્તિ – સમસ્મરણવૃત્તિઓ - પંચપરમેષ્ઠિ સ્તવ આદિ. વળી આ જ મહાપુરૂષે આચાર્ય મલ્લિષેણ સૂરિને 'સ્યાદ્વાદમંજરી' રચવામાં મદદ કરી હતી. ૩) બૃહદગચ્છીય આચાર્યશ્રીમાનદેવસૂરિ (દ્વિતીય) જૈન પરંપરામાં બે માનદેવસૂરિ થયા છે. જેમાં પ્રથમ માનદેવસૂરિ તે 'લઘુશાન્તિ'ના કર્તા તરીકે પ્રસિદ્ધ છે. બીજા માનદેવસૂરિ આચાર્યસમુદ્રસૂરિના શિષ્ય અને આ. હરિભદ્રસૂરિના ગુણનિધાન મિત્ર હતા. ગુરૂજીએ તેમને પ્રગટ અતિશયવાળા જોઈને વિ.સં. પ૮રમાં સૂરિપદે સ્થાપ્યા તેમને ગુરૂજી તરફથી ચંદ્રકુળનો અને આ. હરિભદ્રસૂરિ તરફથી વિદ્યાકુળનો અને એમ વાચના સિદ્ધ બે સુરિમંત્ર મળ્યા હતા. કાળક્રમે બંન્ને સૂરિ મંત્રો દારૂણ દુકાળ આદિના કારણે વિસરી ગયા. તેમણે ગિરનાર તીર્થમાં ૧૬ ઉપવાસ કરી અંબિકા દેવીને પ્રસન્ન કરી સીમંધર સ્વામી પાસેથી પુનઃ સૂરિમન્ત્ર પ્રાપ્ત કર્યો. ભગવાન સીમંધરસ્વામીએ કહેલ તે મંત્ર 'અંબિકામંત્ર' તરીકે પ્રસિદ્ધિ પામ્યો.

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84