Book Title: Aho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ શ્રુતજ્ઞાનઃ આપણો અમૂલ્ય વારસો ૫ આ. શ્રી શતચંદ્રસૂરિજી મ.સા પૂ.પં. શ્રી ધર્મવિજયજી ડહેલાવાળા ઉપન્નઈવા, ધુવેઇવા વિગમેઈવાના ત્રિપદીનાદ થી શરુ થયેલ શ્રુતજ્ઞાને સાચી દષ્ટિ, સાચી દિશા અને સાચુ ધ્યેય જગતને આપ્યું. જેમ અંધ માણસ કશું જોઇ શકતો નથી, તેમ અજ્ઞાની જીવપણ સારાસારના વિવેકને જોઇ શકે નહી. એના માટે શ્રુતજ્ઞાન ખુબ જરુરી છે. મિથ્યાત્વના આટાપાટામાં અથડાતા ઇન્દ્રભૂતિના અજ્ઞાન પડલ શ્રુતજ્ઞાનથી જ દૂર થયા ને? ઇન્દ્રભૂતિ બ્રામણમાંથી ગણધર ગૌતમસ્વામીનું નવું સ્વરુપ ઉભરાયું. શાસનની સ્થાપના ભલે કેવળજ્ઞાનથી થાય પણ શાસન ચલાવવાનું કામ તો શ્રુતજ્ઞાન જ કરે છે. પાંચ પૈકી ચાર જ્ઞાન મુંગા છે એકમાત્ર શ્રુતજ્ઞાન જ બોલતું છે. તીર્થસ્થાપના અને દ્વાદશાંગીની રચના થયા બાદ અનેક મહાપુરુષો થઇ ગયા કે જેમણે શ્રુતજ્ઞાનના વારસાને આપણા સુધી પહોંચાડયો. સૂત્ર ઉપર ભાષ્ય ચૂર્ણિ-ટીકા, અવચૂરિ જેવા વિવરણો રચાયા અને આમ આગમશાસ્ત્રના રહસ્યો સામાન્ય જન સુધી પહોચ્યા છે. ખાસ કરીને જ્ઞાન એટલા માટે જરુરી છે કે એના કારણે વિરતિના પરિણામો જાગે છે. જ્ઞાન ન હોય તો દયાપણ પાળીન શકાય. દશવૈકાલિક સૂત્રમાં લખ્યું છે કે પ્રથમ જ્ઞાનને પછી યાઅજ્ઞાની શું કરી શકે? જેને જ્ઞાન જ નથી, સમજણ નથી તે દયા કેવી રીતે પાળી શકે? તેને વૈરાગ્ય કેવી રીતે જાગે? બીજીવાત – આપણી એવી માન્યતા છે કે જ્ઞાની બનવા માટે જ્ઞાનવરણીય કર્મનો ક્ષયોપશમ જરૂરી છે. પણ તે એક ભ્રમણામાત્ર છે. હા, જ્ઞાનવરણીય કર્મના ક્ષયોપશમથી વિદ્વાન બની શકાય છે. અચ્છા લેખક કે સારા કવિ પણ બની શકાય, સારા ગાયક, સારા વક્તા બનાય પણ જ્ઞાની નહીં, કેમ કે જ્ઞાની બનવા માટે મોહનીય કર્મનો ક્ષયોપશમ જરૂરી છે. મોહનીયનો ક્ષયોપશમ થાય તો સાચું જ્ઞાન આવે, સમ્યક્તપ્રગટે. જેટલું શ્રુત હોય તે બધુ જ સમ્યક બની જાય. મોહનીય ના ક્ષયોપશમ વિનાના ગમે તેટલા ગ્રંથો ભણે તો પણ મિથ્યાશ્રુત જ કહેવાય માટે મોહનીય કર્મના ક્ષય કે ક્ષયોપશમનું લક્ષ્ય રાખી શ્રુતજ્ઞાનની સાધના કરવી જોઇએ. એ રીતે આપણા આ અમુલ્ય વારસાને આગળની પેઢી માટે આગળ વધારતા જઈએ. सुश्रावक बाबुभाई अहो श्रुतज्ञानम् आप द्वारा प्रकाशित परिपत्र श्रमणसंघमें ज्ञान विषयक एवं संपर्क कड़ी बना है प्रयास सफल एवं स्तुत्य है श्रावक संघ मे भी ज्ञानविषयक रुचि बढे..... आगे ...भी कुछ विचारणा कर कुछ शुभअति करे शासन संबंधि कितने ही प्रश्नो पर भी चर्चा विचारणा का माध्यम यह पत्र बने एसीशुभाभिलाषा. आ.जयानंदसूरिजी की शुभाभिलाषा पू. राजेन्द्रसूरिजी त्रिस्तुक समुदाय અહો શ્રુતજ્ઞાનમ્ સ્વની સૃષ્ટિ 36

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84