Book Title: Aho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ મદુરાઈ (તમિલનાડુ)નાં પ્રખ્યાત મીનાક્ષી મંદિરમાં એ જ શંકરાચાર્યએ ૮૦૦૦ સાધુઓની હત્યા કરી/કરાવી હતી એશિલાલેખ આજે પણ ઉપલબ્ધ છે.આવો તો ઘણો ઈતિહાસ છે; પરંતુ એ વાત અહીંયા નથી કરવી..વાત છે આપણાં શ્રુતવારસાની.આજે ઘણાં વ્યક્તિઓ-સંસ્થાઓ શ્રતને જાળવવાનો પ્રયત્ન કરે છે, તે સ્તુત્ય છે; પરંતુ એમના પર એ ભાર મુકીને આપણે નિશ્ચિત થઈ ગયા હોઈએતો તે એટલું જ વિચારણીય છે.... હજી પણ સંશોધકોના મતાનુસાર લગભગ ૧૦ લાખથી ૧ કરોડ જેટલી હસ્તપ્રતો છે. જેમાંથી મોટાભાગની (અંદાજિત ૮૫%) જૈન ગ્રંથોની છે. એનું વ્યવસ્થિત સંશોધન કરીએ તો ઘણી અપ્રગટ + મહત્ત્વની કૃતિઓ મળી શકે. આમાં કોઈ બેમત નથી.... હવે આપણી ફરજ શું છે તે જાણીએ વિદ્વાનો આ વિષય પર વિશેષ ધ્યાન આપે અને એક વિદ્વાન મહાત્મા વર્ષ દીઠ માત્ર બે જ ગ્રંથોનું વ્યવસ્થિત સંપાદન કરે તો સમજો કે ૫૦ વિદ્વાનો બે-બે ગ્રંથનું સંપાદન કરે અર્થાત્ એક વર્ષમાં ૧૦૦ જેટલાં અપ્રગટગ્રંથોનું પ્રગટીકરણ થઈ શકે. (ગ્રંથોનું સંપાદનખુબ જ શ્રમ માંગે છે, એવો સ્વાનુભવ છે, છતાં પણ વર્ષે માત્ર બે ગ્રંથોનું સંપાદન દુઃશક્ય હોઈ શકે પણ અશક્ય તો નહીં જ.) આજે આપણાં ઘણાં વિદ્વાનોની શક્તિ + સમય સંસ્કૃત પત્ર-પત્રિકાઓનાં લેખન-શોધન-સંપાદનમાં જાય છે; તે નિંદનીયનથી પણ... આ તો વિદ્વાનોની વાત થઈ આમાં સામાન્ય વ્યક્તિ શું કરી શકે? શ્રમણ-શ્રમણી ભગવંતો માટે • મહાત્મા દ્વારા સંપાદિત ગ્રંથનું પ્રફ સંશોધન કરી શકીએ. (છેલ્લે final proof સંપાદક મહાત્મા જોઈ લે.). • મહાત્માના અન્ય કાર્યો જેમકે- પ્રતિલેખન, પારિષ્ઠાપનિકા, કાપ, ગોચરી-પાણી, ઈત્યાદિ ભક્તિનો લાભ લઈ શકીએ. યાવ મહાત્મા કોઈ પત્ર લખે તો cover માં pack કરીને સરનામું લખી – યોગ્ય વ્યક્તિ દ્વારા યોગ્ય સ્થળે પહોંચાડી આપવામાં સહયોગ કરવો. આટલો સમય બચશે તેનો લાભ પણ છેવટેતો શાસનને જ થવાનો છે. • મહાત્માના અક્ષરો સારા ન હોય અથવા મહાત્માને અન્ય કોઈક લખાણ કરવાનું હોય તો આપણે લખી આપવા સ્વરૂપ પણ ભક્તિ કરી શકાય. આ પણ એક ઉત્તમ લાભ છે. વિગેરે ઘણી વાતો જાતે વિચારી શકાય. ગૃહસ્થો માટે સવાર-સાંજ મહાત્મા પાસે જઈ Courier-post આદિ કાર્ય માટે પૃચ્છા કરવી. કશું પણ સ્ટેશનરીનો ખપ હોય તો ઉત્તમ દ્રવ્યથી ભક્તિ કરવી.આજે ઘણાં જ્ઞાનભંડારોના Lists Online ઉપલબ્ધ છે; તો મહાત્માને જોઇતું પુસ્તક શોધીને લાવીને આપવું.... મહાત્માને જો ચમાં હોય તો તેનો લાભ માંગવો કારણ કે વર્ષ/દોઢ વર્ષમાં કાચ પર સ્કેચ પડી જાય તેથી વાંચનમાં થોડી તકલીફ પડે. (આમાં સર્વશ્રેષ્ઠ લાભ છે કારણ કે મહાત્માને ચશ્મા અનુકુળ હોવા સંશોધન માટે અત્યંત આવશ્યક છે.) જો સંઘમાં આપણી ઓળખાણ હોય તો જ્ઞાન ખાતાની રકમ માટે સંઘને ( ટ્રસ્ટને) પ્રેરણા કરવી/પ્રસ્તાવનું અનુમોદન કરવું.... આજનો જમાનો fast છે, તેથી મહાત્માને કોઈકવાર (ઘણીવાર) Whats App / E-mail દ્વારા પણ પત્રવ્યવહાર કરવો જરૂરી બનતો હોય છે તો તેમાં મહાત્મા પ્રત્યે શંકા/દુર્ભાવ કર્યા વિના | શાલીહૂડ્ડાષ્ટ્રિ સદભાવથી કાર્ય કરવું.... આત્માની શીર્થ

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84