Book Title: Aho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ સ્વપ૨પ્રકાશક જ્ઞાન મૃતણજ્ઞાન પ. પૂ. આ. શ્રી અજિતશેખરસૂરિજી મ.સા શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય અહોભાગ્ય ! શ્રુતજ્ઞાન શ્રુતઅધ્યયનરતને અર્પણ કરે છે...... આકેટલું બધું.... o અનુત્તરવાસીદેવોને સંસારના સર્વોત્કૃષ્ટ આનંદમાં કારણ બનતું અનુપ્રેક્ષાધ્યાન. ૦ પ્રભુવીર-ગૌતમ કે પ્રભુ ઋષભ - ૯૮પુત્રોના સંવાદથી ઉદ્ભવતા રસાળ રહસ્યમય પદાર્થોનું મધુરામિષ્ટાન્ન. અપભ્રાજક કે વિરાધકથી બચાવી શાસનપ્રત્યે સન્માન. સાધુ સાધ્વીગણને ગીતાર્થ અભ્રોત બનાવી શ્રી સંઘનું સુકાન. ૦ સર્વજ્ઞ કથિત વિધિસહિતની સાધનાનું વિશદ વિજ્ઞાન. ૦ તીર્થંકર-ગણધર જેવી સર્વોત્કૃષ્ટ પદપ્રાપ્તિનું કરૂણાસ્વરૂપમહાપ્રાણ. • સમ્યકત્વને નિશ્ચલતા તથા ચારિત્રને નિર્દોષતાનું અમૂલખવિધાન. • માર્ગાનસારિતાથી માંડી મોક્ષ સુધીનાં સંદરઅને સરળ સોપાન • હિંસાથી પ્રારંભી મિથ્યાત્વશલ્ય સુધી અકારુંઅકચ્ચઅપમાન. • વિનયથીવીતરાગતા સુધીનું અઢળક બહુમાન. તીર્થકર-કેવલજ્ઞાની બનાવી પછી પણ શાસન વ્યવહાર તરફ અવિચલપ્રયાણ. • હા! આ મહાન શ્રુતજ્ઞાન જ અર્પણ કરી રહ્યું છે... મને પણ આ ગુણગાનનું ઉડાન. જો કે આ જ્ઞાનનું લક્ષણ છે 'સ્વ-પર બન્નેનો બોધ કરાવવો' પણ એક અલગ દ્રષ્ટિકોણથી વિચારીએ તો ખરુ સ્વ-પર પ્રકાશક તો શ્રુતજ્ઞાન જ છે. કેમકે સ્વ-પોતાનો અને પર-બીજા જ્ઞાનોનો પણ પ્રકાશક “ઓળખાવનારું આ વ્યાખ્યાને ગ્રહણ કરવાની તાકાત માત્રને માત્ર શ્રુતજ્ઞાન જ ધરાવે છે. परोपदेशार्हद्वचनसंस्कृतंविशिष्टावस्थाप्राप्तम् सन्मतिज्ञानं श्रुतमभिधीयते सा निवयनना अनुसारे મતિજ્ઞાનથી વિશિષ્ટ બનેલા શ્રુતજ્ઞાન વિના અવધિ વગેરે ત્રણ પ્રત્યક્ષ જ્ઞાનો પણ પોતાના જ્ઞાન વિષયોને જગત સમક્ષ મુકવા અંગે લાચારી અનુભવે છે. 'સમ્યગ્દર્શનજ્ઞાનવારિત્રાળિ મોક્ષમાર્ગ' અહિંતસ્વાર્થસૂત્રકારને પણ જ્ઞાન તરીકે મુખ્યતયા શ્રુતજ્ઞાન જ ઇષ્ટ છે. કેમકે વીતરાગતા માટે સાધના છે. ને સિદ્ધ થયેલી વીતરાગતાના ઈનામ છે કેવલજ્ઞાન અને મોક્ષ. કેવલજ્ઞાનથી જીવ કૃતકૃત્ય થાય છે. મંઝીલ પ્રાપ્ત થાય છે. તેથી માર્ગ પર ચાલવારૂપ વિશેષ સાધના-આરાધના રહેતી નથી. વળી સૂત્રનો અર્થ છે – સમ્ય દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો હવે અહિં જ્ઞાન કયું લેવું ? ઉત્તર છે શ્રુતજ્ઞાન. કારણ કે બધા જ્ઞાનોની આરાધનાનું અને વિરાધનાનું માર્ગદર્શન પણ એ જ આપે છે. તો ભક્તિ-વિનય-મૈત્રીથી જોતજોતામાં વિશિષ્ટ મતિજ્ઞાનથી કેવલજ્ઞાન સુધી કેવી રીતે પહોંચવું એનું શિક્ષણ શ્રુતજ્ઞાન આપે ચાલો હવે.....આ 'અહો શ્રુતજ્ઞાનમ્' ના સુવર્ણ અંકે શ્રુતજ્ઞાનને સન્માન આપીએ.... સન્માનિત શ્રુતજ્ઞાન આપણને સર્વોચ્ચ કક્ષાનો દેવ-ગુરુસમર્પણભાવ અર્પણ કરે..... અર્પિત સમર્પણભાવ શ્રુતજ્ઞાનને સ્થિરતાની ભેટધરે.... સ્થિરતા પામેલું શ્રુતજ્ઞાન આપણને સર્વોત્કૃષ્ટજ્ઞાનની પાવનતમ સ્વર્ણિમ પળોમાં ભિંજવીને જ જપે.... એ જ પરમકૃપાળુ પરમાત્મા મહાવીરદેવને હાર્દિક પ્રાર્થના.. અહી શ્રદ્ધશોનમ કપ IIકસાઇબલ

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84