Book Title: Aho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ शिवमस्तु सर्व-जगतः પૂ.પં.શ્રી વજસેનવિજયજી મ.સા. પૂ. શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય મુનિજીવન સ્વીકાર્યા પછી મુનિનું એક જ લક્ષ્ય હોય, આરાધના-સાધના-સેવા-જ્ઞાનાભ્યાસ કે યેનકેન પ્રકારેણ, નિર્મળ આત્મપરિણતિની પ્રાપ્તિ કરવી. એક બહુજ સરસવાય છે. "સાધુનો દિવસ જ્ઞાન માટે, રાત્રી ધ્યાનમાટે" જેમ જેમ શ્રુતજ્ઞાનનો અભ્યાસ વધતો જાય તેમ તેમ મુનિ આત્મસ્વભાવમાં વધુ ને વધુ ઉતરતો જાય, કારણ કે શ્રુતજ્ઞાનનો અભ્યાસ – એનું જ નામ છે સ્વાધ્યાય. આવા સ્વાધ્યાય યોગમાં નિશદિન દત્તચિત્ત મુનિઓ વિધવિધ ગ્રંથોનું વાંચન કરતા જ રહે છે. તેમાં શ્રી પુંડરિક ચરિત્ર ગ્રંથનું વાંચન ચાલતું હતું, "એમાં એક બહુ જ મજાની ઘટના વર્ણવેલી, સામાન્યથી એવું હોય કે દેવો હંમેશા લોમાહારી હોય છે. છતાં મહાન પુરુષો વિનંતિ કરે તો એમના આનંદખાતર કવલાહાર કરેપણ ખરા." તો પુંડરિક ઉલ્લેખ કરે છે કે – "સંઘપતિ ભરતે વિવિધ પ્રકારના ભોજન પીરસાવ્યા અને સ્વપરિવારની સાથે ઇંદ્રે ત્યાં સ્વધર્મી બંધુ ભરતરાજાને ઘરે, લોકોને આનંદ ઊપજાવવાની ખાતર કવળઆહાર કર્યો."(સર્ગ-૮). કેટલું આશ્ચર્ય થાયને આવાંચીને ! એજ રીતે ધ્યાન શતકનો સ્વાધ્યાય ચાલુ હતો એમાં એકાગ્ર મન અને ચિત્તની વ્યાખ્યા હતી કે"જે સ્થિરમન છે તેને ધ્યાન કહેવાય અને જે અસ્થિર મન છે તેને ચિત્ત કહેવાય. અને તે ચિત્તના ૩ પ્રકાર છે. અ– ભાવના સ્વરૂપ બ - અનુપ્રેક્ષા સ્વરૂપ ક– ચિંતા સ્વરૂપ" ધ્યાન શતક શ્લોક – ૨ આ જે ચંચળ ચિત્ત છે તેને જ વશમાં કરવાનું છે. આ સંદર્ભમાં વિચારીએ તો શ્રી અમૃતવેલની સજઝાયમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે. "ચિત્તડમડોળતું વાળીએ" અર્થાત જે ડામાડોળ – ચંચળ એવું મન – ચિત્ત છે તેને વાળીએ – અટકાવીએ અને સ્થિરમન - ધ્યાનસ્વરૂપ બનાવીએ. આવા તો અનેકાનેક પદાર્થોમળે પણ શરત એટલી જ કે સતત સ્વાધ્યાયમાં રત રહેવું પડે. અહો શ્રુતજ્ઞાનમ્ પરિપત્ર, શ્રુતજ્ઞાન – સ્વાધ્યાયનો અજબગજબનો યજ્ઞ પ્રારંભ્યો છે. એની અંતરથી અનુમોદના અને પરિપત્રના સંચાલક બાબુભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ કે આ જ્ઞાનયોગ સરિતાનું સ્વાધ્યાયવહેણ હંમેશા વહેતું જ રહો. 1 અહો શ્રતોન્મ વિરતિ વાટિકા ૨૦૭૫ – ભા. સુ. ૧૧ પેલેસ - જામનગર

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84