Book Title: Aho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ તો અદ્દેશીતાના કારણે આજે અગણિત ગ્રંથો સરકારના શરણ થયા છે. થોડુ બચ્યું છે તે સંઘના હાથમાં છે. તેનષ્ટપ્રાય થશે તો શાસન શે બચશે? સંઘ શેચાલશે? શ્રુતજ્ઞાનતો શાસનના શ્વાસને પ્રાણ છે. શ્રુતવિચ્છેદ = શાસનવિચ્છેદ. શ્રુતરક્ષા માટે સંઘો અને સાધુઓએ જાગૃત થવાની તાતી જરૂર છે. અમારા ગુરુદેવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા 'ઋતરક્ષા' માટે છેલ્લા ૪૦ વર્ષથી સખત સંઘર્ષ કરી રહ્યા છે. સેંકડો ગ્રંથોને જીવનદાન આપ્યું છે.સાતસો-આઠસો વર્ષથી આવેલા પુન્યગ્રંથોને બીજા સેંકડો વર્ષ સુધી સુરક્ષિત કરવાનું ભગીરથ કાર્ય જૈફ વયે પણ પૂર્ણ ખંતથી કરી રહ્યા છે. તેઓની મૃતભક્તિ જોઈ અમારું મસ્તક ઝુકી જાય છે. ભારતભરમાં સમસ્ત સંઘોપૂ. ગુરુદેવશ્રીના આ શ્રુતરક્ષાના મહાઅભિયાનથી સુપરિચિત છે. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના માધ્યમે પૂ. ગુરુદેવશ્રીએ શ્રુતરક્ષા શ્રુતસર્જન અને શ્રતોદ્વારના જે કાર્યો કર્યા છે. તે કાબીલેદાદ છે. જેને જૈન શાસન ક્યારેય નહી ભુલે. ૪૦૦થી અધિક ગ્રંથોની ઓફસેટ દ્વારા ૪૦૦/૪૦૦ નકલ કરી ભારતભરના જ્ઞાન ભંડારોમાં ભેટ મોકલવા દ્વારા જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવામાં આવ્યા છે. હાથવણાટના કાગળો ઊપર લહિયાઓ દ્વારા ૩ હજારથી અધિક ગ્રંથો લખાવવામાં આવ્યા છે. ઓરિસાના લહિયાઓ દ્વારા શ્રીલંકન તાડપત્રો ઊપર ૨ હજારથી અધિક આગમ ગ્રંથો લખાવવામાં આવ્યા છે. સેંકડો વર્ષ ટકે એવા ટકાઉ અને કિંમતી કાગળ ઉપર રપ૦ થી અધિક શાસ્ત્રગ્રંથોની ૨૦૦/૨૦૦નકલો પ્રિટ કરી ભારતના વિશિષ્ટ જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરાયા છે. તામ્રપત્ર ઉપર અનેક આગમ ગ્રંથો કોતરાયા છે. કોતરાઈ રહ્યા છે. પ્રાચીન હસ્તલિખિત તથા તાડપત્રીય ગ્રંથોના ડીઝીટલાઇઝેશન કરવાનું.... તેનું એડિટીંગ કરી પુનઃ સેંકડો વર્ષો સુધી ચાલે તેવા કાગળો ઉપર પુનર્મુદ્રણ કરવાનું અને તેના દ્વારા તે તે ગ્રંથોને સંપૂર્ણ જીવનદાન અને નવજીવન આપવાનું શકવર્તી કાર્ય ચીલઝડપે ચાલી રહ્યું છે. લાખો ગ્રંથોને જીવનદાન અપાયું છે. વિદ્વાન સાધુઓ દ્વારા શાસ્ત્ર ગ્રંથોના સંશોધન-સંપાદન-નવસર્જન-પ્રકાશન આદિ અનેક કાર્યો થઈ રહ્યા પાટણ-અમદાવાદ (પરિમલ) ચાંદખેડા (અમદાવાદ) ખાતે ભવ્ય વિશાળ જ્ઞાનમંદિરોના નિર્માણ થયા છે. આવા કલ્પના બહારના શ્રતોદ્ધારક ના અનેકવિધ કાર્યો પૂગુરુદેવજી પ્રેરણાપ્રયત અને આશીર્વાદથી છેલ્લા ૪૦ વર્ષથી થઈ રહ્યા છે. એટલે જ સંઘ સમાજ અને જૈનશાસન આ ગુરુદેવશ્રીને "પ્રાચીન શ્રુતસમુદ્ધારક"ના પર્યાય સ્વરૂપે પણ નવાજે છે. પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણા પામીને બાબુભાઈ બેડાવાળા પણ શ્રુતભક્તિના અનેકવિધ કાર્યોમાં ઓતપ્રોત બની ગયા છે. 'શ્રુતભક્તિ' એ તેમના જીવનનો પર્યાય બની ગયો છે. ભારતના કોઈપણ ખૂણે વિચરતા કોઇપણ સાધુ-સાધ્વીજીને જે પણ પ્રત-પુસ્તકની જરૂર પડી નથીને – બાબુભાઈને યાદ કર્યા નથી. સમાચાર મળતા જ તે તે પ્રત-પુસ્તક બને એટલા જલ્દી તે ગુરૂભગવંતને પહોંચતા કરવામાં તેમને જીવનનો અનેરો આનંદ મળે છે. એટલુ જ નહી તન-મન અને પોતાના લાખો રૂપીયાના ધનથી આ શ્રત ભક્તિનો મહાયજ્ઞ કરી કેવળજ્ઞાનને નિકટ કરી રડ્યા છે. તેમની અનુમોદના કરવી જ રહી. અંતે એક જ ભાવવ્યક્ત કરવાનુ મન થાય કે જિન મંદિર અને જિનપ્રતિમાં ક્ષેત્રે સંઘમાં જે ભક્તિ ઉલ્લાસ અને જાગૃતિ જોવા મળે છે. 'શ્રુત' ક્ષેત્રે (શ્રુત સર્જન - શ્રત રક્ષણ – શ્રુત સંવર્ધન-શ્રુત સંશોધન- સંપાદન -પ્રકાશન - શ્રતોદ્ધારાદિ) પણ તેવી જાગૃતિનું સર્જન થાય. મૃતસેવા અને શ્રુત અધ્યયન દ્વારા સૌ કોઈ પોતાના કેવળજ્ઞાનને નિકટ કરે એ જ એક અંતરની અભ્યર્થના....... અહો શ્રુતજ્ઞાનમ્. નિજમાં નિમગ્રતા.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84