Book Title: Aho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ જો શ્રત ન હોત તો... પૂ. સંયમૈકલક્ષી આ. શ્રી જગચંદ્રસૂરિજી શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય સુશ્રાવક શ્રી બાબુલાલભાઈ T S S T F BE SITSIST S IJ[, SOBIS તમારી શ્રુતભક્તિની અને એના આલંબને તમારા દ્વારા થતી શાસનની અદભૂત સેવાની અને ભૂરી ભૂરી અનુમોદના કરીએ છીએ. છેલ્લા ઘણા વર્ષોથી પ્રભુશાસનના જ્ઞાનનિધાનનું સંમાર્જન, સંરક્ષણ અને સંવર્ધન માટે તમે જે ભોગ આપી રહ્યા છો તે અમેનજરે-નજર જોયુ છે. હૃદય તમારાતે ભવ્યપુરૂષાર્થને નમન કરે છે. જિનશાસનના સંશોધકો, સંપાદકો, સંકલનકારો, અનુવાદકારો માટે તમે મુખ્ય સ્ત્રોતરૂપે અનન્ય સહાયકરૂપે કે પૂરકરૂપે જે ભાગ ભજવ્યો છે તે ચિરંજીવી રહેશે. અભ્યાસુ મહાત્માઓ માટે પ્રતો કે પુસ્તકો પહોંચતી કરવા માટે તમે જે દક્ષતા, સજ્જતા દાખવી છે તે પ્રાયઃ અદ્વિતીય છે. લાખ ધન્યવાદ. શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ થાય એટલે શાસનની સ્થાપના થાય શ્રુતજ્ઞાન નાશ થાય એટલે શાસનનો વિચ્છેદ થાય છે. આ વાત ઉપરથી એટલુ નક્કી થાય છે કે વિશ્વમાં મોક્ષમાર્ગનું અસ્તિત્વ એકમેવ શ્રુતજ્ઞાનના આધારે જ છે. જો કે શ્રુતનો પ્રાદુર્ભાવ કેવલ્યમાંથી થાય છે. તેમ છતાં કેવળજ્ઞાન તે મૂકજ્ઞાન હોવાથી તેમાં સ્વાશ્રય ઉપકારકતા હોવા છતાં પરઉપકારકતા એમાં નથી. માટે જ આપણા માટે કૈવલ્યજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાન વધુ પૂજયને ઉપાસનીય છે. પ્રકાશકર્તાની દ્રષ્ટિએ કેવળજ્ઞાન પ્રધાન છે. પણ ઉપકારકતાની દ્રષ્ટિએ શ્રુતજ્ઞાન જ મુખ્ય છે. એટલે જ શ્રુતજ્ઞાનને પાંચજ્ઞાનોમાં રાજાના સ્થાને સ્થાપિત કર્યો છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિના મૂળમાંય શ્રુતની ઉપાસના જ કારણભૂત છે. શ્રુતજ્ઞાનની સમ્યક ઉપાસનાથી પ્રગટ થાય છે. ટકે છે વધે છે. આચાર ધર્મમાં આત્માનો પ્રવેશ થાય છે. આચારમાં શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. આચારની શક્તિ વધે છે. એના આલંબને આત્માના અધ્યવસાયોની શુદ્ધિ વધે છે. એકાગ્રતા આવે છે. ધ્યાનની વિશિષ્ટ ભૂમિકામાં સર્જાય છે. વિશિષ્ટ કર્મોની નિર્જરા થાય છે. ઉત્તરોત્તર અધ્યાત્મદશામાં આગળ વધાય છે. ફલતા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. - આમ શ્રુતજ્ઞાન સર્વસંપદાનું મૂળ છે. સર્વ વિપત્તિઓનું નિર્મલ નિવારણ કરે છે. આ ઘોર કલિકાલમાં પરમ આશીર્વાદરૂપ છે. હામUIણી ઢંઢંતા નનહંતોનિનામો | જો પ્રભુ પ્રરૂપિત આગમ ( શ્રુતજ્ઞાન) ન હોત તો અનાથ નિરાધાર એવા અમારી શું હાલત થાત એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આવા પરમ મંગલભૂત પરમાનંદના પ્રબળ નિમિત્તભૂત શ્રીશ્રુતજ્ઞાન ભગવાનને મનથી વચનથી અને કાયાથી.... કરણ કરાવણ અનુમોદનાથી. શક્તિની સમગ્રતાથી આરાધીએ – પરમપદને નિકટ બનાવીએ એ જ મંગલ કામના. અહો શ્રુતજ્ઞાનમ્ આત્માનો સાક્ષાત્કાર ગુર્વાજ્ઞાયી દાનપ્રેમ વિજયજી ના ધર્મલાભ.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 84