Book Title: Aho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ આપણા શ્રુતવારસાનું જતન કરીએ વૈરાગ્યદેશના ક્ષVઆ. શ્રી હેમચંદ્રસૂરિજી મ. સા શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય લુકમાનને કોકે પૂછ્યું - શરીરનું શ્રેષ્ઠ અંગ કયું? તેણે જવાબ આપ્યો, જીભ.... ફરી પૂછ્યું - શરીરનું સૌથીહીન અંગ કયું? તેણે જવાબ આપ્યો, જીભ, મને કોઈ પુછે, જિનશાસનનુ સૌથી શ્રેષ્ઠ ક્ષેત્ર સાતમાંથી ક્યું ? હું જવાબ આપુ - શ્રુતજ્ઞાન, ફરી મને કોઈપુછે સૌથી ઉપેક્ષિત ક્ષેત્ર ક્યું? હું જવાબ આપુ શ્રુતજ્ઞાન... જિનશાસનનો શ્રુતવારસો બેજોડ છે. પ્રાચીનતાની દ્રષ્ટિએ બેજોડ છે. સંખ્યાની દ્રષ્ટિએ બેજોડ છે. અને સૈદ્ધાનિક દ્રષ્ટિએ પણ બેજોડ છે. તેને પડકારી શકે એવી કોઈ તાકાત દુનિયામાં નથી. આપણી એક એક પ્રત કોઇપણ દેશના બંધારણ કરતા વધુ મૂલ્યવાન છે. કારણ કે તેમાં જીવનજીવવાની કળાથી લઈને નિગોદથી નિર્વાણ સુધીના માર્ગનું પ્રતિપાદન છે. વિચાર તો કરો, આવી હજારો-લાખો પ્રતો લહીયાઓ દ્વારા હાથેથી કેવી રીતે લખાઈ હશે?ન કોઇ ભુલ, નકોઈ છેકછાક, મોતીના દાણા જેવા એક સરખા અક્ષર...જાણે આજે જ પ્રિટ કરાવીન હોય ! આવો અદ્ભુત અલૌકિક – અનુપમ શ્રુતવારસો આપણને મળ્યો છતા દુઃખ સાથે કહેવું પડે છે કે આપણે આ શ્રુતવારસાનું સંવર્ધન કરવાની વાત તો દૂર રહી, જતન અને રક્ષણ કરવામાં પણ સરીયા નિષ્ફળ રડ્યા છીએ. હજારો લાખો ગ્રંથો ફોરેનમાં જતા રહે, મ્યુઝીયમની શોભા બની જાય, સરકારી કજામાં જતા રહે, ઉધઈઓ લાગી જાય, સડી જાય, બળી જાય, ફાટી જાય, છતા કોઈના પેટનું પાણી ન હલે એ કેવી કરૂણતા કહેવાય? આમ પણ આપણે 'સર્જનમા શૂરા' અને 'રક્ષણમાં અધૂરા' છીએ. યાદ રહે – શાસ્ત્રો એ શાસનનો પાયો છે – બંધારણ છે – ઇમારત છે સર્વેસર્વા છે. શાસ્ત્રો છે તો જ શાસન છે. શાસ્ત્રો છે ત્યા સુધી જ શાસન છે. એટલે જ કહ્યુ છે કે પાંચમાં આરાને છેડે એક માત્ર બચેલું દશવૈકાલિક શાસ્ત્ર જ્યારે નષ્ટ થશે ત્યારે તેની સાથે શાસનનો પણ ઉચ્છેદ થઈ જશે. એનો અર્થ એ જ થાય છે. શાસ્ત્ર અને શાસન અભિન્ન છે. અવિનાભાવે રહેલા છે. જાણે એક સિક્કાની બે બાજુ જ છે. પર્યાયરૂપ ક્ષયોપશમીક હીનતાને કારણે આપણે હેમચંદ્રાચાર્ય – હરીભદ્રસૂરિજી કે મહો. યશો વિજયજીની જેમ શાસ્ત્ર સર્જન ન કરી શકીએ એ બનવા જોગ છે. પણ 'રક્ષણ' પણ ન કરીએ – એ ગુનો અક્ષમ્ય છે. આ કાળમાં વિદ્વાન જંબૂવિજયજી થયા તેમણે શાસ્ત્રોની ઘણી ચિંતા કરી... સર્જન સંશોધન-સંપાદન-રક્ષણ ક્ષેત્રે સખત પ્રયત્નો કર્યા. શ્રાવક ક્ષેત્રે બાબુભાઈ બેડાવાળાએ પણ છેલ્લા થોડા વર્ષોથી તન-મન-ધનથી શ્રુતજ્ઞાનના મહાયજ્ઞમાં જીવનને ઓતપ્રોત બનાવ્યું છે. આવા પચાસ-સો જંબૂવિજયજી જેવા શ્રુતપ્રેમી મહાત્માઓ મળી જાય અને બાબુભાઈ જેવા પચાસ-સો શ્રુતભક્ત શ્રાવકો શાસનને મળી જાય તો પણ શ્રુત સજીવનમાં કંઈક આશાનો સંચાર થાય. હું તો મૃતની આજની હાલત જોઈ ઘણો જ વ્યથીત છુ... શક્ય પ્રયત્ન કરૂ છું... શક્ય પ્રેરણાઓ કરુ છું. પરિણામ પણ મળે છે. પણ આભ તુટયુ હોય ત્યાથીગડામારવા જેવું... પ્રત્યેક શાસનપ્રેમીના અંતરમાં અદ્ભુત શ્રુતપ્રેમ ઊભો થાય એ જ એક અંતરની શુભાભિલાષા. અહોંશ્રુતજ્ઞાન ખળખળખળ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 84