Book Title: Aho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ || SUBM / Jત્ર ag ની પરીકથાક ત્રી 22/TBAો . દર) Samen B1 જ્ઞાન સંપન્નતા પૂ. આ. શ્રી જયસુંદરસૂરિજી મ. સા શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની એક માર્મિક વાત છે. ઓગણત્રીશમા અધ્યયનમાં ૬૧માં સૂત્રની અંદર પ્રશ્ન કરાયો છે. नाणसंपन्नयाएणंभंते!जीवे किंजणयइ? જ્ઞાનસંપન્નતાથી જીવ શું પ્રાપ્ત કરે છે? જવાબ આરીતે અપાયો છે. १) नाणसंपन्नयाएणंसव्वभावाहिगमंजणयइ २)नाणसंपन्ने अणंजीवे चाउरते संसारकंतारेन विणस्सइ, 'जहा सूई ससुत्ता पडिआविन विणस्सइ। तहाजीवे ससुत्ते संसारे न विणस्सइ।।' જેમ જેમ જીવશ્રુતજ્ઞાન ભણતો જાય તેમ તેમ સર્વપદાર્થોનો બોધ થતો જાય.... ઘણીવાર જ્ઞાન કોર્સ હોય તો માત્ર માહિતી કોશ વધારે પણ એમાં જો મોહનીય કર્મનો ક્ષયોપશમ ભળે તો એ જીવને વિવેકની પ્રાપ્તિ કરાવે. જેમ જેમ મોહનીય કર્મનો ક્ષયોપશમ વધતો જાય તેમ તેમ વિવેકપણ ગાઢ-તીવ્ર અને પારદર્શક બનતો જાય.મોહનીય કર્મનો પોતાનો બળવાનપ્રભાવ દેખાડે તો વિવેક ઘટતો પણ જાય.વિવેક એટલે કઈ વસ્તુ ક્યારે? કોને ? કેટલા અંશમાં ? ક્યાં ક્ષેત્રમાં ? કેટલા પ્રમાણમાં ? હિતકારી છે/કે અહિતકારી છે એનું ભાન.કોઇપણ ડૉક્ટર દવા આપે ત્યારે ઉપરની બધી જ વાતનો વિવેક એને રાખવો પડે તો જ એ કુશલ ડૉક્ટર બની શકે. એક તાવનો રોગ પણ ક્યા કારણથી આવ્યો છે? કઈ રીતે આવ્યો છે? કેટલા પ્રમાણમાં ? કે કેટલા અંતરે આવ્યો છે? વગેરે બધી જ તપાસ કરીને કુશલડૉક્ટર જ દદીર્ની દવા કુશલ રીતે કરી શકે છે. તેમ જ્ઞાન પણ જે પોતાનું અને બીજાનું કલ્યાણ કરનાર એક કુશલ ડૉક્ટર કે વૈદ્યની ગરજ સારે છે. કોઈપણ કાર્યમાં કુશલતા એના વિવિધ પાસાઓના જ્ઞાનથી સારી રીતે પ્રાપ્ત થઈ શકે છે. તેમ અધ્યાત્મ ક્ષેત્રમાં મોહનીય કર્મના ક્ષયોપશમથી યુક્ત જ્ઞાન જ પારદર્શકતા આપી શકે છે.... આત્માને માટે હેય = છોડવા યોગ્ય અને ઉપાદેય = સ્વીકારવા યોગ્ય, એવા બન્ને ભેદોની સ્પષ્ટતા વિવેકથી પ્રાપ્ત થાય છે. એટલે જ પ્રશ્નના જવાબ બે રીતે અપાયા છે. પ્રથમ નંબરે જ્ઞાન ભણવાથી પદાર્થોનો બોધ થતો જાય. સર્વાગીણ બોધ પમાય. અને બીજા નંબરે અતિ મહત્ત્વની વાત કરી કે જ્ઞાનસંપન્ન બનેલો જીવ આ દુખમય સંસારમાં ભટકતો નથી. આ દુખ:મય સંસારમાં ખોવાતોનથી. મોક્ષમાર્ગથી દૂરજતો નથી અર્થાત્ મોક્ષમાર્ગની નજીક આવતો રહે છે..... આ વાત ક્યારે બને ? જ્યારે જીવમાં મોહનીયનો ક્ષયોપશમ થતો જાય એટલે વિવેક વધતો જાય એટલે મોક્ષની નજીક આવતો રહે.એવા જીવોની પ્રથમ નંબરે દુર્ગતિ તો ટળી જ જાય નરસિરિયેસુવિનીવા પાર્વતિનકુવરવતોગડ્યું અને પછી શીધ્ર અનન્ત સુખથી પરિપૂર્ણ એવી મુક્તિને પામે છે. સૂત્રમાં દ્રષ્ટાંત આવ્યું છે કે જેમ સોય સૂતરમાં દોરામાં પરોવાયેલી હોય અને કચરા વગેરેમાં પડી જાય તોય ખોવાતી નથી નાશ પામતી નથી દોરાના કારણે તરત હાથમાં આવી જાય. તેમ જીવ મન જો સૂત્રથી પરોવાયેલું હોય એટલે કે જ્ઞાનયુક્ત હોય તો એ ક્યારેય સંસારમાં પડે નહીં. ફસાય નહીં, ભટકે નહીં. કદાચ ક્યારેક નિકાચિત કર્મના કારણે કે ભારે કર્મીપણાને કારણે સંસારના કાદવમાં પડી જાય તોપણ સંસારમાંવધુ ભટકે નહીં. Aટ, ક્રિટ છે? sea / પીવાની - Age અહો શ્રુતજ્ઞાનમ્ વિહંગ વિહાર

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84