Book Title: Agam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 32
________________ ૧ર નિ - ૧૦૪૫ આવશ્યક-મૂલક સટીક અનુવાદ/૩ (PROOF-1) ત્રણ કાળથી ૧૪૩ ભેદો તીર્થકરાદિએ કહેલા છે. એ પ્રમાણે ગૃહસ્થના પ્રત્યાખ્યાનના ભેદો કહ્યા, હવે સાધુના પ્રત્યાખ્યાનની ભેદોનું સૂચન કરે છે. તે આ રીતે – ત્રિવિધ-ગિવિધથી. આના દ્વારા સર્વ સાવધ યોગના પ્રત્યાખ્યાનથી અર્થથી ૨૩ ભેદો કહે છે - અહીં સાવધ યોગ પ્રસિદ્ધ છે. તે હિંસાદિ સ્વયં સર્વે ન કરે, ન કરાવે, કરનાર બીજાને સારા ન જાણે. એકૈક કરણ મિકથી મન, વચન, કાયા વડે નવ ભેદો છે. તે અતીતાનાગત-વર્તમાન ગણ કાળથી ગણતાં સત્તાવીશ ભેદો થાય છે. આ પ્રત્યાખ્યાનમાં ભેદજ્ઞાન સમિતિ, ગુપ્તિ હોવાથી થાય છે અથવા સમિતિ, ગુપ્તિ વડે નિષ્પન્ન થાય છે. તેમાં ઈયસિમિતિ આદિ પ્રવીયારરૂપ સમિતિ પાંચ અને પ્રવીચાર-ચાપવીચારરૂપ મનોગુપ્તિ આદિ ગણ ગુપ્તિ હોય છે. કહ્યું છે - “સમિતિ એ નિયમથી ગુપ્ત છે, ગુપ્તિમાં સમિતિપણાની ભજના છે." કુશળ વયનને બોલતો જે વયનગુપ્ત છે, તે સમિત પણ છે. બીજા કહે છે, આ આઠ પ્રવચન માતા સામાયિક સૂગ વડે સંગ્રહ કરાયેલ છે તેમાં “કરેમિ ભંતે સામાઈય” વડે પાંય સમિતિ ગૃહિત છે અને “સર્વે સાવજે'' જોગં પચ્ચકખામિ" વડે ત્રણ ગુતિ ગૃહિત છે. અહીં પ્રવર્તનમાં સમિતિ છે અને નિગ્રહમાં ગુપ્તિ છે. આ આઠ પ્રવચન માતામાં સામાયિક અને ચૌદ પૂર્વો સમાયેલા છે. માતા તે મૂલ છે, તેમ કહ્યું છે. • x • એ પ્રમાણે સૂગ સ્પર્શ નિયુક્તિનો વિસ્તરાયેં કહ્યો. હવે સૂગ જ અતીતાદિ કાળ ગ્રહણ કણ ભેદે કહે છે, તે દશવિ છે - નિયુક્તિ-૧૦૪૬-વિવેચન : સામાયિકને કરું છું, સાવધ પચ્ચકખું છું, પૂર્વે કરેલાનું પ્રતિકમણ કરું છું, એમ વર્તમાન, ભાવિ અને ભૂતકાળને ગ્રહણ કરવામાં આવ્યો છે. – આ પ્રમાણે જ અનુકમ ત્રણે કાળનો જાણવો. હવે તેનું હે ભદંત! “પડિક્કમામિ' શબ્દની વ્યાખ્યા કરે છે. - x - x • જે આ સાવધ યોગ છે, તે ત્રણે કાળનો વિષય છે, તેમાંથી અતીત સાવધ અંશનું હું પ્રતિકમણ કરું છું. અહીં ચશંકા પદને જૂ કરતાં કહે છે કે – • નિયુક્તિ-૧૯૪૩-વિવેચન : અહીં ત્રિવિધેન પદ કહ્યું તે યુક્ત નથી. કેમકે પ્રતિપદ વિધિ વડે તેનો અર્થ કહેવાઈ જ ગયો છે. અર્થ વિકલ્પના ગુણભાવના માટે કહેલ છે, તેથી તેમાં કોઈ દોષ નથી. આ નિર્યુક્તિનો ભાવ આ પ્રમાણે છે – પ્રતિપદ - મનથી, વચનથી, કાયાથી. અહીં આ ત્રણે પદો વિયેન શબ્દનો અર્થ વિકા સંગ્રહ કરવા માટે છે. તેથી પુનરુક્તિ નથી. અથવા ગુણ-ભાવના ફરી ફરી કહેવાથી થાય માટે તેમાં કોઈ દોષ નથી, અથવા મન વડે, વયન વડે, કાયા વડે એમ કહેતા પ્રતિપદમાં ન કરું, ન કરાવું, ન અનુમોદુ એ અનુકમ ન થાય માટે ત્રિવિધ વડે એક એક કહેલ છે. • x - - હવે પ્રસ્તુત સૂત્ર કહે છે - હે ભદંત ! તેનું હું પ્રતિકમણ કરું છું. અતિયાર નિવૃત્તિ અને કયા અભિમુખ થઈ, તેની વિશુદ્ધિ માટે આમંત્રણ કરતા વેત કહ્યું. [શંકા] પૂર્વે કહેલ પર્વત શબદ અનુવર્તે જ છે. આ અર્થે પહેલાં કહેલ છે, તો પછી ફરી શા માટે કહે છે ? સિમાધાનો અનુવર્તન અર્થ જ આ ફરી અનુસ્મરણ માટે પ્રયોજેલ છે. અહીં અાવતના ફરી કહેવાથી થાય છે માટે કહેલ છે અથવા સામાયિક કિયા પ્રત્યર્પણ વચનથી ભદત શબ્દ છે. આના વડે આવું જ્ઞાપિત થાય છે - બધી જ ક્રિયાના અંતે ગુરુને પ્રત્યર્પણ કરવું જોઈએ. • x - પ્રતિકમણ એટલે મિથ્યાદુકૃત તે બે ભેદે – દ્રવ્યથી, ભાવથી. • નિયુક્તિ-૧૦૪૮-વિવેચન : દ્રવ્ય પ્રતિકમણ નિવાદિ, તેમાં કુંભારના મિચ્છા મિ દુક્કડ નું ઉદાહરણ છે, ભાવમાં તેમાં ઉપયુક્ત મૃગાવતીનું ઉદાહરણ છે. •x - x - અહીં નિકુવાદિમાં આ શબ્દથી અનુપયુક્તાદિને લેવા. કુંભારનું મિથ્યાદુકૃત : એક કુંભકારના ઘેર સાધુઓ રહેલા. તેમાં એક બાળસાધુ, તે કુંભારના વાસણોને કાંકરા મારીને કાણા કરે છે. કુંભકારે જાગીને જોયું અને કહ્યું – મારા વાસણોમાં કેમ કાણાં પાડો છો ? બાળસાધુએ કહ્યું – મિચ્છા મિ દુક્કડ, એ પ્રમાણે ફરી પણ તે મિચ્છા મિ દુક્કડં કરતો વાસણને કાણા કરે છે. પછી તે કુંભારે તે બાળસાધુના કાન આમડ્યા. બાળ સાધુ બોલ્યા - મને પીડા થાય છે. કુંભારે કહ્યું – મિચ્છા મિ દુક્કડં. એ રીતે કુંભાર વારંવાર કાન મરડીને મિચ્છા મિ દુક્કડ' આપે છે. ત્યારે બાળ સાધુ બોલ્યા - અહો ! તમારું “મિચ્છા મિ દુક્કડ' ઘણું સુંદર છે. કુંભારે કહ્યું – તમે પણ આવું જ મિચ્છા મિ દુક્કડં આપેલું ને! ત્યારે તેણે ભાજનમાં કાણા કરવા બંધ કર્યા. જે દુકૃતને મિથ્યા કરીને તે જ પાપનું પુનઃ સેવન કરે છે, તે પ્રત્યક્ષ મૃષાવાદી અને માયાકપટનો પ્રસંગી છે. આ દ્રવ્ય પ્રતિક્રમણ. ભગવંત વર્ધમાનસ્વામી કૌશાંબીમાં સમોસર્યા. ત્યાં ચંદ્ર અને સૂર્ય બંને ભગવંતને વાંદવાને વિમાન સહિત અવતર્યા. ત્યાં આ મૃગાવતી. ઉદાયનની માતા, દિવસ છે. તેમ સમજી ઘણો કાળ બેઠા. બાકીના સાધ્વી ભગવંતને વાંદીને પોતાના આવાસે ગયા. ચંદ્ર અને સૂર્ય પણ ભગવંતને વાંદીને ગયા, તુરંત જ વિકાળ થઈ ગયો. મૃગાવતી સંશાંત થઈ, આ ચંદના પાસે ગયા. ચંદનાએ ત્યાં સુધીમાં પ્રતિક્રમણ કરી લીધેલ. મૃગાવતી સાળીએ આલોયના શરૂ કરી, આય ચંદનાએ કહ્યું કે – હે આયT કેમ આટલો લાંબો સમય રહ્યા ? તારા જેવી ઉત્તમ કુળમાં જન્મેલ માટે આમ એકલા ત્યાં રહેવું યોગ્ય નથી. મૃગાવતીએ સદ્ભાવથી મિથ્યા દુષ્ક આપ્યું. આ ચંદનના પગે પડયા. તે સમયે આ ચંદના સંથારામાં રહેલા, તેમને નિદ્રા આવી ગઈ, સુઈ ગયા. મૃગાવતીએ પણ તીવ્ર સંવેગને પામીને તેમના પગે પડવાથી જ કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. તે માર્ગથી સર્પ આવતો હતો. આ ચંદનાનો હાથ સંથારાથી લાંબો થયો. મૃગાવતીએ સર્ષ ન કરડે તેવી બુદ્ધિથી તેમનો હાથ સંથારામાં ગોઠવી દીધો. ચંદનાઆર્યા જાગીને બોલ્યા - આ શું છે ? હજી પણ તમે મિથ્યાદુષ્ક દઈ રહ્યા છો ? નિદ્રા પ્રમાદથી મને ઉઠાડવી ન હતી. મૃગાવતી કહે છે – આ સર્પ તમને ન કરડે તે માટે હાથ પાછો ખેંચેલ. ચંદના આયએ પૂછ્યું - સર્પ ક્યાં છે? મૃગાવતીએ દેખાયો. આયચંદનાએ સર્પ ન જોયો. ત્યારે મૃગાવતીને પૂછ્યું - તને કોઈ અતિશય થયો છે ? તેણી બોલ્યા – હા. ફરી E:\Maharajsaheb\Adhayan-33\Book33AL

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104