Book Title: Agam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
અધ્ય ૪/ર૩, પા.નિ.૩૮ થી ૪૦
૧૮૩
છેદન બંધન ઈત્યાદિ તે જે મૃતક હોય તેને લાંછિત કરે બંધન એટલે અંગુઠાનું બંધન કરે અથવા સંથારાને પરિસ્થાપતિકા નિમિત્તે દોરડા વડે ઉંચો વહન કરે.
જાગરણ - જેઓ શૈક્ષ, બાલ કે અપરિણત હોય તેઓને દૂર કરાય છે અને જે ગીતાર્થ અને અભીર હોય, નિદ્રાવિજેતા, ઉપાય કુશલ, આશકારી હોય, મહાબલ પરાક્રમી, મહાસી, દુર્ઘર્ષ હોય, કૃતકરણ અને અપમાદી હોય આવા વિશિષ્ટ ગુણવાનો જાણે છે.
કાયિકી માત્ર • જાગતા હોય તે કાયિકી માત્ર ન પરઠવે.
હસ્તપુટ - જ્યારે મૃતક ઉભો થાય ત્યારે કાયિકી મકથી હસ્તપુટ વડે કાયિકી ગ્રહણ કરીને સીવે છે. જો ફરી ઉભો થાય તો તેનું શરીર છેધા કે બાંધ્યા વિના તે જાણે છે કે સુતો છે તેમ કહે તો આજ્ઞાદિ દોષ લાગે. કઈ રીતે દોષ લાગે? તે કહે છે -
અન્યાવિષ્ટ શરીર - વિશેષથી ફરી પ્રાંતા કે દેવતા ઉભા થાય. અહીં પ્રાંત એટલે પ્રત્યુનીકો, તે પ્રાંતા દેવતા છળ કરે છે. મૃત ફ્લેવરમાં પ્રવેશીને ઉભા થાય છે, નૃત્ય કરે છે કે દોડે છે.
જે કારણે આ બધાં દોષો છે, તે કારણે મૃતકને છેદ કરાય છે કે બાંધવામાં આવે છે. પછી જાગવામાં આવે છે.
જાગવા છતાં કદાચ ઉભો થાય તો આ વિધિ છે –
“કાયિકી વામોન” કાયિકી એટલે મૂત્ર. તેને પાત્રમાં લઈ ડાબા હાથથી ગ્રહણ કરવું. પછી આ પ્રમાણે બોલે કે – હે ગુહ્યક! તું બોધ પામ અને આને છોડી દે. અથવા મુક્ત થા. હવે સંથારામાંથી ઉઠતો નહીં. બોધ પામ અને પ્રમાદી ન થા. અહીં ગુહ્યક શબ્દનો અર્થ “દેવ” એવો કર્યો છે. કેમકે દેવ ગુહ્ય રીતે ત્યાં વસે છે.] .
વળી તે જાગૃત થાય અને કથંચિત્ આવા દોષો થાય - કેમકે ત્રાસ પહોંચાડે, હસે વગેરે તે આ પ્રમાણે – વત્રાસન - વિકરાળ રૂપ આદિ દેખાડે. સન - સ્વાભાવિક હસવું. ભીમ-ભયાનક, અટ્ટહાસભીષણ રોમ હર્ષજનક શબ્દોને છોડે.
આવું કરે ત્યારે શું કરવું ?
જરા પણ ડર્યા વિના, જ્યારે તે આવું વિમાસન આદિ કરે ત્યારે વિધિપૂર્વક પૂર્વોક્ત પ્રતિપાધમાન એવા વ્યુત્સર્જન - મૂત્રને ત્યાં પરઠવવું [મૃતક ઉપર છાંટવું)
જ્યારે સાધુ કાળધર્મ પામેલ હોય ત્યારે જ તેના હાથ અને પગ બંનેને સીધા કરી દેવા, કેમકે પછી જો અક્કડ થઈ જાય તો તેને સીધા કરવાનું સહેલું હોતું નથી.
તેની આંખોને પણ બંધ કરી દેવી જોઈએ. તેના મુખ ઉપર મુહપતિ બાંધી દેવી જોઈએ.
તેના આંગળાના અંતરમાં જે સાંધા હોય, તેમાં પાઠા ભરાવે, પગના અંગુઠા અને હાથના અંગુઠા સાથે તેને બાંધી દે. દૃષ્ટાંતાદિ કહે. એ પ્રમાણે જાગતા રહે, આ વિધિ કરવી જોઈએ.
કાળ-દ્વાર પ્રસંગસહિત કહ્યું.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ હવે કુશપ્રતિમા દ્વાર કહે છે. તેમાં આ ગાથા છે – • પા.નિ.૪૧ -
બે સાઈટ - અઢી ક્ષેત્રમાં, દર્ભમય પુતળા બનાવવા, સમ ક્ષેત્રમાં એક, અપાઈ અને અભિજિતુમાં પુતળા ન કરવા.
• વિવેચન-૪૧ :
અઢી ક્ષેત્ર નક્ષત્રમાં ઘાસના બે પુતળા બનાવવા, સમોઝમાં એક પુતળુ બનાવે. અપાઈ ભોગી નક્ષત્ર અને અભીચિ નક્ષત્રમાં પુતળું ન બનાવે આ ગાથાની અક્ષરાર્થ કહ્યો.
એ પ્રમાણે બીજાની પણ અક્ષરગમનિકા સ્વબુદ્ધિથી કરવી.
આ ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે – જે સમયે સાધુકાળ કરે ત્યારે કહ્યું નક્ષત્ર છે, તે જોવું. જો ન જુએ તો તે અસમાચારી છે. જોઈને પીસ્તાળીશ મુહૂવાળા નક્ષત્રમાં બે પુતળા કરવા. જો તેમ ન કરાય તો બીજા બે ને મારી નાંખે છે. તો તે પીસ્તાલીશ મુહdવાળા નક્ષત્ર કયા છે ? તે નામોને હવેની ગાથામાં બતાવે છે
• પા.નિ.૪ર :
ત્રણે ઉત્તર, પુનર્વસ, રોહિણી અને વિશાખા. આ છે નામો પસ્તાલીશ મુહુર્ત સંયોગવાળા છે.
• વિવેચન-૪ર :ત્રણ ઉત્તરા - ઉત્તરા ફાગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ.
ગીશ મુદ્દતમાં વળી પંદર નક્ષત્રોમાં એક પુછું કરાય છે. તેમ ન કરવાથી એકનું મૃત્યુ થાય છે. ત્રીશ મુહૂર્તવાળા નક્ષત્ર આ છે –
• પા.નિ.૪૩,૪૪ -
અશ્વિની, કૃતિકા, મૃગશિર, પુષ્ય, મઘા, ભુ, હસ્ત, યિમાં, અનુરાધા, મૂલ, અષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, ભાદ્રપદ, સ્વતી. આ પંદર નમો ગીશ મુવાળા થાય. પારિષ્ઠાપનાવિધિના કુશળ સાધુ નામો જાણવા જોઈએ.
પંદર મુહૂર્તવાળા નક્ષત્રો અને છોક અભિજિતમાં એક પણ પુતળું કરવું નહીં. તે નક્ષત્રો આ પ્રમાણે –
• પા.નિ.૪પ :
શતભિષજ ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિ અને યેઠા. આ નમો પંદરમુહૂર્ણ સંયોગવાળા છે.
• વિવેચન-૪પ :કુશપતિમા દ્વાર કહ્યું. હવે ‘પાનક' દ્વાર કહે છે – • પા.નિ.૪૬ :
સૂત્ર, અર્થ અને તદુભયના જાણકારની આગળ પાનક અને ઘાસ લઈને જાય અને જે રીતે ઉઠ્ઠાણા ન થાય, તે રીતે હાથ-પગની પારિઠાપના કરી આયમન કરે.
• વિવેચન-૪૬ :આગમ વિધિજ્ઞ માનક વડે સારી રીતે સંસ્કૃષ્ટ પાણી અને ઘાસને સમછેદ કરીને