Book Title: Agam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 102
________________ અધ્ય૦ ૪/ર૩, પ્રા.નિ.૩૩ થી ૩૫ ૧૮૫ રોજેરોજ જો પડિલેહણ કરે તો પણ તે વસ્ત્રો મેલા થાય. અહીં આ ગાથા કહી છે– • પા.નિ.-૩૬ : પૂર્વે દ્રવ્યાલોચન, પૂર્વે કાઠનું ગ્રહણ કરવું. અનિમિતે મૃત્યુ થઈ જાય તો ? તે માટે આ ક૫ ગચ્છમાં જાણવો. • વિવેચન-૩૬ :આ નિયુકિતની અક્ષણમનિકા આ પ્રમાણે છે – પૂર્વના રહેલાં જ તૃણડગલ-રાખ આદિ દ્રવ્યનું અવલોકન કરે. કાષ્ઠનું ગ્રહણ પણ ત્યાં કે બીજે પહેલાં કરે. કાષ્ઠ ગ્રહણની વિધિ - વસતિમાં રહેતા સાગાકિને ત્યાં વહન લાયક કાષ્ઠનું અવલોકન કરે છે. આ વહનકાઠનું અવલોકન શા માટે ? કોઈ અનિમિત્ત મરણથી જો બે કાળ કરે, ત્યારે જો સાગારિક વહનના કાષ્ઠની અનુજ્ઞા આપે તો તેને ઉઠાવે. ત્યારે અકાય, ઉધોત આદિ અધિકરણ દોષો તેમ ઉઠાવવામાં ન લાગે. જો એક જ સાધુ તેને લઈ જવા સમર્થ હોય તો કાષ્ઠ ગ્રહણ ન કરે. જો સમર્થ ન હોય તો ત્યારે જેટલો સમર્થ હોય તેમ કરે, પછી તે પૂર્વ પ્રતિલેખિત કાષ્ઠ વડે મૃતકને લઈ જાય. જે તે કાષ્ઠ ત્યાં જ જો પરઠવે તો બીજા વડે ગ્રહણ કરતાં અધિકરણ થાય. સાગારિક કે કોઈ તેને ન જુએ એ રીતે લઈ જાય તો વેષથી સુચ્છેદ આદિ કરે. તેથી (વિધિપૂર્વક) લાવવા જોઈએ. જે ફરી લાવીને તે રીતે જ પ્રવેશ કરે તો સાગારિક જોઈને મિથ્યાત્વને પામે. આ લોકો બોલે કે- અમને આદત ન કશે. આ કાષ્ઠ આ રીતે ગ્રહણ કરેલા હતા. અથવા એમ બોલે કે - ઓ શ્રમણો ! ફરી પણ તે પ્રમાણે જ લાવેલા છો, શું આના વડે સરજો પણ જિતાયા. ગુપ્તનીય મૃતકનું વહન કરીને મારે ઘેર લાવો છો ? આ પ્રમાણે ઉઝુહણા કરે કે સુચ્છેદ કરે. જે કારણે આ દોષો છે, તે કારણે એ રીતે લાવે કે- એક તેને ગ્રહણ કરીને બહાર ઉભો રહે, બાકીના અંદર આવે. જો ત્યાં સુધી સાગારિક ઉભો ન થયો હોય તો અંદર લાવી, તે પ્રમાણે જ મૂકી દે, જેમાં પહેલાં હતા અથવા જો તે ઉઠી ગયો હોય તો એમ કહે કે – તમે ઉંઘતા હતા, તેથી અમે તમને ઉઠાડ્યા નહીં. સમિના જ સાધુ કાળધર્મ પામ્યા. તેથી અમે તમારી આ વહની નિનામી જેવા કાઠો]. લઈ ગયેલા. ધે જો તે એમ કહે કે આ પારિસ્થાપના કરો અથવા દર લાવો તો તે પ્રમાણે કરે. હવે જો તેના વડે ન જાણે તેમ સ્થાપેલ હોય અને પછી તે સામાકિ જાણે અને કહે કે આ વહનીને પરઠવી દો, તો પરઠવે. જો ત્યાં તે તીવ્રરોષ કરે, તો આચાર્ય કોઈકને પૂછે કે – આ કોણે કર્યું? અમુક સાધુએ આમ કર્યું. ફરી આચાર્ય ૧૮૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ તેને કહે કે- કેમ પૂછડ્યા વિના આ પ્રમાણે કરો છો ? એમ બોલીને તે સાગારિકની આગળ નિર્ભર્ચના કરી સાધુને કાઢી મૂકે. તે વખતે જો સાગારિક એમ બોલે કે – તેને કાઢી ન મૂકો, તે ફરી આવું નહીં કરે, તો ઘણું સારું. પણ જો એમ કહે કે - અહીં રહેતા નહીં. તો પછી તે સાધુ બીજાની વસતિમાં રહે. માયાકપટથી જો કોઈ સાધુ બોલે - આ મારો સ્વજન છે, જો તેને કાઢી મૂકશો તો હું પણ ચાલ્યો જાઉં છું. અથવા કોઈ સામાકિ સાથે કલહ કરે, તો તેને પણ કાઢી મૂકે. જો બહાર કંઈ ભય હોય કે વસતિ જ ન હોય તો બધાં જ ત્યાંથી નીકળી જાય. અનંતક કાષ્ઠ દ્વાર કહ્યું. હવે “કાળ” એ દ્વાર, તે દિવસે કાળ કરે કે સગિના કરે. • પા.નિ.33 : મુનિ જો સહસા કાળ પામી જાય તો, સૂત્રાર્થગૃહીત સારમુનિ વડે વિષાદ ન કરવો, પણ વોસિરાવવાની વિધિ કરવી. સહસા કાળ પામે તે આસુકારી વડે – • પા.નિ.૩૮ રી ૪૦ : (૩૮) જે વેળા કાળ પામે, નિકારણ કારણે નિરોધ થાય, છેદન-બંધન-જમ્મણકાયિક માબ-હસ્તપુટ વ્યિાખ્યા જુઓ.] (૩૯) અન્યાવિષ્ટ શરીરમાં, પ્રાંતા કે દેવતા ઉભા થાય, ડાબા હાથે કાયિડીપેશાબ લઈ છાંટે, હે ગુહ્યક ! ઉભો ન થા. (૪૦) ત્રાસ આપે, હાસ્ય કરે, ભીમ કે અટ્ટહાસ્ય મૂકે, તો ડર્યા વિના ત્યાં વોસિરાવવાની વિધિ કરવી જોઈએ. • વિવેચન-3૮ થી ૪૦ :ઉક્ત ત્રણ નિર્યુક્તિનું વ્યાખ્યાન કરતાં કહે છે કે – દિવસના કે રાત્રિના જે વેળાએ કાળધર્મ - મૃત્યુ પામે, તે જ વેળામાં જો કોઈ કારણ ન હોય તો કાઢી જવો. જો કોઈ કારણ હોય તો મૃતકને સ્થાપી રાખે. શું કારણ હોય ? રાત્રિમાં ત્યાં આરક્ષકો, ચોર અને વ્યાપદનો ભય રહે છે. ત્યાં સુધી દ્વારા પણ ન ઉઘાડવા. તે નગરમાં મહાજન ન્યાયી હોય અથવા દંડિકાદિ વડે આદર કરે, તે નગરમાં શ્રાવકોમાં, કુળોમાં જે લોક વિખ્યાત હોય કે પ્રત્યાખ્યાત ભક્ત હોય, સજ્ઞાતીયો હોય તેને કહે - અમને પૂછ્યા વિના આ મૃતક ન લઈ જશો. અથવા તે લોકોમાં એવો રીવાજ હોય કે રાત્રિના ન કાઢવા. તો એવા કારણોથી રમે મૃતકને ન લઈ જાય. દિવસમાં પણ ચોખા અનંતક ન હોય તો કે દંડિક આવતો કે જતો હોય તો, તે દિવસમાં પ્રતીક્ષા કરે. આવા કારણે નિરુદ્ધમાં - મૃતક ન લઈ જવામાં આ વિધિ છે –

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104