Book Title: Agam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
અધ્ય૦ ૪/૨, ધ્યાનશતક-૧૦૫
૧૬૫ જે જીવથી જીવને મારવો તે જીવસ્વાહસ્તિકી, અસિ દિથી માવો તે જીવ સ્વાહસ્તિકી અથવા જીવને સ્વ હસ્તે તાડન કરવું તે જીવ સ્વા હસ્તિકી અને અજીવનું સ્વ હસ્તે વસ્ત્ર કે પાત્રને તાડન કરવું તે અજીવ સ્વાહસ્તિકી ક્રિયા છે.
(૧૨) આજ્ઞાપનિકી ક્રિયા બે ભેદે છે - જીવ આજ્ઞાપનિકી, અજીવ આજ્ઞાપવિડી. જીવ કે જીવને બીજા વડે આજ્ઞા કરાવી તે. (૧૩) વિદારણિકી-ક્રિયા બે ભેદે છે - જીવ વિદારણિકી અને અજીવ વિદારણિકી. જીવતું વિદારણ કરે કે જીવનું વિદારણ કરે છે. - x - અથવા આને વિચારણિકી ક્રિયા કહે છે તે પણ બે ભેદે છે - જીવ વિચારણિકી,
જીવ વિચારણિકી. તેમાં અસત્ ગુણો વડે તું આવો છે કે તેવો છે, તેમ વિચારવું તે જીવ વિચારણિકી અને અજીવને વિપતારણ બુદ્ધિથી કહે કે - આ આમ છે.
(૧૪) અનાભોગ પ્રાયિકી ક્રિયા બે ભેદે છે - અનાભોગદાનને અને અનાભોગનિપજા. અનાભોગ એટલે અજ્ઞાન, તેથી આદાન, ગ્રહણ, નિક્ષેપણ અને સ્થાપન. તે ગ્રહણ કે સ્થાપન અનાભોગથી અપ્રમાર્જિતાદિ ગ્રહણ કરે કે મૂકે અથવા અનાભોગ ક્રિયા બે ભેદે - લેવું અને મૂકવું અથવા અનાભોગ ક્રિયા બે ભેદે - આદાન નિક્ષેપ અનાભોગક્રિયા અને ઉત્ક્રમણ અનાભોગ ક્રિયા. તેમાં આદેન નિફોપમાં જોહરણ વડે પ્રમાઈને પત્ર, વસ્ત્ર આદિને લેવા કે મૂકવાની ક્રિયા કરે. ઉત્ક્રમણ અનાભોગ ક્રિયામાં લંઘન, હવન, પાવન, અસમીક્ષ્ય ગમનાગમન આદિ હોય.
(૧૫) અનવકાંક્ષ પ્રત્યયિકી ક્રિયા બે ભેદે છે – ઈસ્લૌકિક અનવકાંક્ષ પ્રચયિકી અને પાસ્લૌકિક અનવકાંક્ષ પ્રત્યચિકી. ઈહકિક અનવકાંક્ષમાં લોકવિરુદ્ધ ચોરી આદિ કર્મો કરે, જેનાથી આ લોકમાં જ વધ-બંધનાદિ પ્રાપ્ત થાય છે. પરવલોક અનવકાંક્ષમાં હિંસાદિ કર્મો કરતો પરલોકની આકાંક્ષા કરતો નથી.
(૧૬) પ્રયોગ ક્રિયા – ત્રણ ભેદે :- મનઃપ્રયોગ ક્રિયા, વચનપયોગ ક્રિયા અને કાય પ્રયોગ ક્રિયા. તેમાં મનપ્રયોગક્રિયા તે આd-રૌદ્ર થાયી ઈન્દ્રિયથી જન્મેલ અનિયમિત મન છે. વાપ્રયોગ તે સાવધ આદિ જે ગહિત તે સ્વ ઈચ્છાથી બોલે. કાયપયોગક્રિયા - કાયા વડે પ્રમતનું ગમન, આગમન, કંચન, પ્રસારણ આદિ.
(૧૭) સમુદાન ક્રિયા - સમગ્રનું ઉપાદાન તે સમુદાન. સમુદાય તે આઠ કર્મો છે. તેમાં જેના વડે ઉપાદાન કરાય છે તે સામુદાન ક્રિયા. તે બે ભેદે છે - દેશોપઘાત સમુદાનક્રિયા, સર્વોપઘાત સમુદાનક્રિયા. તેમાં દેશોપઘાતથી સમુદાન કિયા કરતા કોઈક ક્યાંક ઈન્દ્રિય દેશોપઘાત કરે છે. સર્વોપઘાત સમુદાન ક્રિયામાં સર્વ પ્રકારે ઈન્દ્રિય વિનાશ કરે છે.
(૧૮) પ્રેમ પ્રત્યચિકી ક્રિયા - તે બે ભેદે છે. માયા નિશ્રિતા અને લોભ નિશ્રિતા અથવા તે વચન બોલે છે, જેના વડે બીજાને રાખ થાય.
(૧૯) દ્વેષ પ્રત્યયિકી ક્રિયા - તે બે ભેદે છે - ક્રોધ નિશ્રિતા અને માન નિશ્રિતા. ક્રોધ નિશ્રિતા સ્વયં કોપે છે કે બીજાને ક્રોધ ઉત્પાદિત કરે છે, માના નિશ્રિતા • સ્વયં મદ કરે છે અથવા બીજાને માન ઉત્પાદિત કરે છે.
(૨૦) ઈયપિસિની ક્રિયા, તે બે ભેદે છે – ક્રિયમાણ અને વેધમાન. તે
૧૬૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/3 અપમત સંયતને, વીતરાગજીદાસ્યને કે કેવલીને આયુક્ત જતા, આયુક્ત ઉભતા, આયુક્ત બેસતા, આયુક્ત પડખાં બદલતા, આયુક્ત ભોજન કરતા, આયુક્ત બોલતા, આયુક્ત વા, પાત્ર, કંબલ, પાપોંછણક લેતા કે મૂકતા યાવતા આંખની પાંપણ ઉંચી-નીચી કરતા જે સૂક્ષ્મક્રિયા થાય છે, તે ઈપથિકી ક્રિયા કરે છે. તે પહેલા સમયે બંધાય છે, બીજા સમયે વેદાય છે. તે બદ્ધા, ઋષ્ટા, વેદિતા, નિર્વાણ અને ભવિષ્ય કાળમાં અકસ્મશ પણ થાય છે.
આ પચીશ ક્રિયાઓ [૨૦] કહી. • સૂત્ર-૨૩ :
હું શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પાંચ વડે લાગતા અતિચારોને પ્રતિકકું છું.
હું પાંચ મહાવતો - પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ અને પરિગ્રહ વિરમણને આચરા લાગેલા અતિચારોને પ્રતિકકું છું.
હું પાંચ સમિતિ - ઈયસિમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન ભાંડ મામ નિક્ષેપણા સમિતિ અને ઉરચાર પ્રસવણ ખેલ્લ-જલ્લ-સિંઘાણ પારિષ્ઠાપનિકા સમિતિ પાળતા લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું.
• વિવેચન-૨૩ :
હું પ્રતિકસું - પાંચ કામગુણો વડે, પ્રતિષેધ કરેલના કરવા રૂપ પ્રકારના હેતુભૂત જે અતિચાર કરાયેલા છે, તે આ રીતે- શબ્દાદિ વડે. તેમાં કામના કરાય તે વFTY શબ્દાદિ. તે જ સ્વ સ્વરૂપ ગુણ બંધ હેતુથી ગુણો છે. તેથી કહે છે - શબ્દાદિ આસક્ત કર્મો વડે બંધાય છે.
હું પ્રતિકસું છું - પાંચ મહાવ્રતો કરવા વડે જે અતિયાર થયા હોય, ઔદયિક ભાવમાં જવાથી જે ખંડન કરેલ હોય. મહાવ્રતોમાં અતિચાર કેમ લાગે ? પ્રતિષેધ કરાયેલ કંઈ કરવાથી.
હું પ્રતિકસું - પાંચ સમિતિ વડે આદરતા કોઈ અતિચાર લાગેલ હોય તો તેને. તે ઈયસિમિતિ આદિ પાંચ છે. સન્ - એકીભાવથી તે સમિતિ - શોભન એકાગ્ર પરિણામ ચેટા. (૧) ઈય સમિતિ - ઈર્યા વિષયક એકીભાવથી ચેષ્ટા. ર-શકટચાન-વાહનથી આકાંત માર્ગમાં સૂર્યના કિરણોથી પ્રતાપિત, પ્રાસુક વિવિક્ત માર્ગોમાં યુગમામદૈષ્ટિ વડે જે ગમન-આગમન કર્તવ્ય.
(૨) બોલાય તે ભાષા, તે વિષયક સમિતિ તે ભાષા સમિતિ, હિત-મિત, અસંદિગ્ધ આર્યનું ભાષણ.
(3) એષણા - ગવેષણા આદિ ભેદો કે શંકાદિ લાણવાળા. તેની જે સમિતિ તે એષણા સમિતિ. એષણાસમિતિ એટલે ગૌચરી ગયેલ મુનિ વડે સમ્યક્ ઉપયુક્ત થઈને નવ કોટી પરિશુદ્ધનું લેવું.
(૪) આદાન-ભાંડ-માન-નિફોપણા સમિતિ - ભાંડ મામમાં આદાન-નિક્ષેપ