Book Title: Agam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 97
________________ અધ્યક ૪/૨૩, પ્રા.નિ. ૧૫ પટલને ત્યાં ઢાંકે. ઉર્ણિકાની ત્રણ વખત પ્રતિલેખના કરે. જો તેમ ન હોય તો ફરી પ્રતિલેખના કરે. ત્રીજી વખત મુઠ્ઠીમાં ગ્રહણ કરી, જો શુદ્ધ હોય તો પરિભોગ કરે. એક વખત જોઈને ફરી પણ મૂળથી પતિલેખના કરે. તેમાં જે જીવો હોય તેને મલકમાં સાથવાની સાથે સ્થાપે. પછી ખાણ આદિમાં તેને ત્યજે - પરઠવી દે. જો તેમ ન હોય તો બીજરહિતમાં પરઠવે. એ પ્રમાણે જ્યાં પાણી હોય તે પણ બીજા પાત્રમાં પડિલેહીને ઉજ્ઞાહિકમાં ફેંકે છે. સજથી સંસક્ત હોય તો પાત્ર સહિત ત્યાગ કરે. પત્ર ન હોય તો ચિંચિણિકા પ્રાતિહારિક માગે. તે પણ ન મળે તો સુકી સિંચિણિકાને ભીની કરે. બીજી પણ કોઈ ચિંચિણિકા ન મળે તો બીજો નાંખી પરઠવે. તે પણ ન હોય તો બીજરહિતમાં ત્યાગ કરે. ત્યારપછી પ્રાતિહારિક કે અપ્રાતિહારિક ઉપાશ્રયમાં ત્રણે કાળ રોજેરોજ પડિલેહણા કરે. જો પરિણત હોય તો ત્યાગ કરે. ભાજન-પત્ર હોય તો પાછું આપે. જો ભાજન-પાત્ર ન હોય તો અટવીમાં અનાગમન માર્ગમાં છાયામાં જે કાદવ હોય, ત્યાં ખાડો ખોદીને નિછિદ્ર લેપીને પ્રનાલ વડે ચત્તાપૂર્વક મૂકી દે. એક વખત પાણી વડે ભીનું કરે છે, પછી પણ ત્યાં જ ફેંકે છે. એ પ્રમાણે ત્રણ વખત કરે છે, પછી કયે છે - ગ્લષ્ણ કાષ્ઠ વડે માળ કરે છે. કાદવ વડે લીધે છે, કાંટાની છાયાથી આચ્છાદિત કરે છે. તે ભાજન વડે શીતલ પાણી લાવતા નથી, અપશ્રાવણ કૂર વડે ભાવિત કરે છે. એ પ્રમાણે દિવસના બે-ત્રણ વખત કરે છે. સંસક્તને ગ્રહણ કરીને ન ચાલે, કેમકે વિરાધના થાય છે. સંસક્તને ગ્રહણ કરીને ન ખાય, થાકી જાય તો જે ન ચાલતા હોય તે લઈ લે ઈત્યાદિ • x - એક વખત પડિલેહણ કરેલ, બીજી વખત, ત્રીજી વખત પડિલેહીને પછી શુદ્ધ થયા પછી પરિભોગ કરે છે. એ પ્રમાણે ગોરસ પણ ગાળીને લે. દહીં કે માખણમાં શું વિધિ છે? છાસનો ૧૮ ભાગ નાંખે તેમાં તેમાં જુએ. છાસ ન હોય તો શું વિધિ છે? ગોસ ઘોળે, પછી . ઉણ જળ શીતળ કરે. પછી મધુર ચોખાનું પાણી નાંખે, તેમાં શુદ્ધ હોય તે ખાય, શુદ્ધને પરઠવે. પછી જતા-આવતા પડિલેહણ કરે. સમુદ્ર આદિને કિનારે સુતા હોય ત્યારે પણ આ વિધિ છે. બીજા દ્વારા આભોગ-અનાભોગ વડે તે વિધિ ધારણ કરે. ૦-o dઈન્દ્રિયોનું ગ્રહણ કરવામાં પૂર્વે કહેલ વિધિ છે. તિલકીટકો પણ તે પ્રમાણે જ કહેવા. દહીં આદિમાં પણ તે પ્રમાણે જ છે. ૧૭૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ છાણની કૃમિમાં પણ તે પ્રમાણે જ છે. સંથારા ગ્રહણમાં પણ ઘણાદિનો ખ્યાલ આવતા તે પ્રમાણે જ તેવા પ્રકારના લાકડામાં સંક્રમવાય છે. ઉદ્દેહિકા-ધીમેલ ગ્રહણ કરાય તો તેને પણ પરઠવે. ત્યારે તેને પણ અવતારણ કરાય છે, તેને લઈને સ્વસ્થાને મૂકે. જૂ-પપદિકાને સાત દિવસ વિશ્રામ અપાય છે. કારણે ગમન કરવાનું થાય ત્યારે શીતળ સ્થાને નિર્ણાઘાત હોય તો મૂકાય. - ૪ - કીડા આદિ વડે સંસત પાણી હોય તો અને કીડા જીવતા હોય તો પાણીને જદી ગાળી લેવું. જીવડાને નીચે પાડીને લેપ કરેલા - ભીના હાથે જ ઉદ્ધરણ કરવું - કાઢી લેવા. એ પ્રમાણે માખી આદિમાં પણ જાણવું. સંઘાટક હોય તેમાં એક ભોજન ગ્રહણ કરે, જેથી પડી ન જાય અને બીજો પાણી ગ્રહણ કરે. હાથને સુકવેલા રાખે. જો કીડી મરી ગયેલ હોય તો પણ પાણી ગાળી લે. અન્યથા બુદ્ધિને હણે છે અને માખી આવી જાય તો વાયનું દર્દ થાય. જો ચોખાના ધોવાણાદિમાં પૂરા હોય તો પ્રકાશમાં વાસણમાં નાંખીને વર વડે આચ્છાદન કરે, પછી કોશ કે ક્ષૌક વડે કાઢે, થોડાં પાણી વડે સારી રીતે પરઠવે. અકાય જીવ પ્રાપ્ત થતાં કાષ્ઠ વડે લઈને જળને અગ્ર ભાગે ધારણ કરે, ત્યારે જાતે જ તેમાં પાડે છે. એ પ્રમાણે તેઈન્દ્રિયોમાં કીડી કે કીડાથી સંસક્ત હોય તો શુક કે કૂરમાં પોલાણમાં વિખેરે. તે પ્રમાણે જ તે પ્રવેશે છે. પછી મુહર્ત માત્ર તેની રક્ષા કરે છે, જયાં સુધી તે તેમાં પ્રવેશી જાય. ચઉરિન્દ્રિયમાં અશ્ચમક્ષિકા, આંખની પુપિકાને બહાર કાઢે તે ગ્રહણ કરે. બીજાના હાથે, ભોજનમાં કે પાણીમાં જ માખી હોય તો તે અનેષણીય છે, સંયત સાથે ઉદ્ધરી લેવી. નિગ્ધ-ચીકાશમાં નાંખી, ક્ષારાદિ વડે અવગુંડિત કરાય છે. કોલ્યલકારિકા હોય તો વામાં કે પાત્રમાં ઘર બનાવીને બધું પરઠવે. અથવા બીજાના ઘરમાં સંક્રમિત કરાવે. સંથારામાં માંકડ હોય તો પૂર્વે ગ્રહણ કરે તો ઉપરોક્ત વિધિ. જો ગ્રહણ કરતો હોય તો પાદપ્રીંછનથી જે ત્રણ વખત પડિલેહણ કરવા છતાં રોજેરોજ સારી રીતે જોતાં તેવા પ્રકારના જ કાઠમાં મૂકી દે. દંડકમાં પણ આ જ વિધિ જાણવી. ભમરમાં વિવેક રાખવો, સાંડમાં કાષ્ઠ સહિત પરઠવે. પૂતરકમાં પૂર્વે કહેલ વિવેક રાખે. એ પ્રમાણે યથાસંભવ વિભાષા કરવી. વિકલેન્દ્રિય ત્રસની પરિસ્થાપનિકા કહી. હવે પંચેન્દ્રિય બસની પારિસ્થાનિકાનું વિવરણ કરતાં કહે છે –

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104