Book Title: Agam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 94
________________ અધ્ય ૪/૨૩ ૧૬૯ પરિતજ્યા નહીં. વીતરાગ તેને ચરમ સમિતિમાં કહેલા છે. પારિઠાપના સમિતિમાં ધર્મચિનું દૃષ્ટાંત છે. કાયિકીસમાધિ અને પારિષ્ઠાપનાનો તેણે અભિગ્રહ લીધો હતો. શકે તેની પ્રશંસા કરી કોઈ દેવને અશ્રદ્ધા થતાં દેવે આવીને ઘણી કીડીઓ વિદુર્થી. કાયિકી-સમાધિમાં બાધા ઉત્પન્ન થઈ. બીજો સાધુ ઉભો થઈને મોટે મોટેથી બરાડા પાડે છે. અહીં કાયિકી વડે પીડાઉ છું, ઉભો રહે, મને પરિષ્ઠાપન કરી દે. ધર્મરુચિ નીકળીને જ્યાં વ્યસર્જન કરવા - પાઠવવા જાય છે. ત્યાં ત્યાં કીડીઓ સકે છે. થાકી જતાં તે મૂળ પીવા જાય છે, ત્યારે દેવે તેને અટકાવી દીધો. તેની પારિષ્ઠપનિકા સમિતપણાની ભાવનાથી પ્રસન્ન થઈ તેમને વંદન કરીને ગયો. બીજો એક દૃષ્ટિવાદિક ક્ષલ્લક હતો. તેણે કાયિકી સ્પંડિલને લોભથી સગિના જોયેલનહીં. ચંડિલ ભૂમિ જોઈ ન હોવાથી તે પરઠવતો ન હતો. દેવતાઓ અનુકંપાથી ઉધોત કર્યો. ત્યાં ભૂમિ જોઈને પાઠવ્યું. આ સમિતને બતાવ્યો. બીજો વળી અસમિત બતાવે છે - તે કાયિકીભૂમિ આદિ એક એક આગળ પડિલેહે છે, પણ ત્રણ ત્રણનું પ્રત્યુપેક્ષણ કરતો નથી અને બોલતો કે શું અહીં ઉંટ બેસવાનો છે ? ત્યાં દેવતા ઉંટનું રૂપ કરીને બેઠા. તે રણે ઉઠીને ગયો, ત્યાં ઉંટને જુએ છે. બીજી વખત ગયો ત્યારે પણ ઉંટને બેઠેલા જોયો, ત્રીજી વખત ગયો, તો પણ ઉંટ બેઠેલ હતો. પછી બીજે સ્થાપિત કર્યો. તે પ્રમાણે જ દેવતો કહ્યું કેમ બરાબર પુરી પ્રતિલેખણા કરતો નથી ? ત્યારે સમ્યક્ સ્વીકાર કર્યો. ઉચ્ચારાદિની આ પારિઠાપનિકા સંક્ષેપમાં વર્ણવી. કહે છે કે શું આટલી જ પારિઠાપના છે કે અન્ય પણ છે ? કહે છે કે બીજી પણ છે, ક્યાં અને કઈ રીતે પરિઠાપના કરવી જોઈએ ? આ સંબંધથી પારિઠાપનિકી નિર્યુક્તિ આવેલ છે – છે પારિષ્ઠાપનિકી નિયુક્તિ છે ૦ વૃત્તિકારશ્રીએ અહીં નિયુક્તિ નોંધેલ છે. જેની ૮૩ ગાથાઓ છે, તેની હરિભદ્રસૂરિજીની વૃત્તિ થાય છે. અમે અહીં પારિષ્ઠાપત્રિકા વિર્યક્તિ માટે “.નિ.” સંthથી કમાંકન કરેલ છે. જેમાં નિયુક્તિ ગાથાનો અર્થ અને તેની વૃત્તિનો ભાવાર્થ નોંધેલ છે. • પા.નિ.-૧ - ધીર પુરુષોએ કહેલ પારિષ્ઠાપનિકાની વિધિ હું કહું છું, જે જાણીને સુવિહિતો પ્રવચનનો સાર પામે છે. • વિવેચન-૧ - સર્વ પ્રકારો વડે સ્થાપન તે પરિસ્થાપન - ફરી ગ્રહણ ન કરવા રૂપે મૂકવું. તેનાથી નિવૃત્ત-થયેલ તે પારિસ્થાપિનિકી. તેની વિધિપકાર હું કહીશ. શું સ્વબુદ્ધિથી ? ના, અર્થ અને સૂત્રો વડે જે તીર્થકર અને ગણધરોએ પ્રરૂપેલ છે તે - ધીરપુરુષ પ્રજ્ઞd. એકાંતથી વીર્યાન્તરાયનો અગમ તે ધરપુરષ-તીર્થકર અને ગણધર, ધી ૧૩૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ બુદ્ધિ, તેનાથી શોભે છે તે – ધીર. શંકા - જો આ પરિસ્થાપતિકા વિધિ ઘીરપુરષે પ્રરૂપેલ છે જ તો શા માટે પ્રતિપાદિત કરાય છે, તેમ કહ્યું. સમાઘાન - ધીરપુર યુક્તિ-પ્રયુક્તિથી કહેલ છે, તે જ સંક્ષેપ રચિથી જીવોના અનુગ્રહને માટે અહીં સંaોપથી કહે છે. સુવિહિત-સાધુ. પ્રવચનનો સાર - પ્રવચન સંદોહને જાણે છે. વળી તે પારિસ્થાનિકી ઓઘથી એકેન્દ્રિય-નોએકેન્દ્રિય પરિસ્થાયી વસ્તુ ભેદથી બે પ્રકારે છે. તે કહે છે – પ્રા.નિ.-૨ : પારિષ્ઠપનિકા સં@ોપથી બે ભેદે છે - એકેન્દ્રિય અને નોકેન્દ્રિય આ પદોની પ્રત્યેકની પ્રરૂપણા કહું છું. • વિવેચન-૨ - એકેન્દ્રિય-પૃથ્વી આદિ. નોએકેન્દ્રિય-ત્રસાદિ. સંક્ષેપથી બે પ્રકારે આ પારિસ્થાપના કહી છે. આ બંને પદોની પ્રત્યેકની પૃથક પૃથક્ પ્રરૂપણા-સ્વરૂપ કથન હું કહીશ. તેમાં એકેન્દ્રિય પારિસ્થાપનિકીનું પ્રતિપાદન કરવાને તેના સ્વરૂપને પહેલાં પ્રતિપાદિત કરીશ. • પ્રા.નિ.-3 : પૃથ્વી, અપુ, તેd, વાયુ અને વનસ્પતિકાય એ પાંચ પ્રકારે એકેન્દ્રિય પારિસ્થાપિનકી છે, તેના તદ્દાત અને અતત બે ભેદ છે. • વિવેચન-3 : પૃથ્વી આદિ પાંચ પ્રકારે એકેન્દ્રિયો છે. જેને એક માત્ર વયા-સ્પર્શન ઈન્દ્રિય છે, તે એકેન્દ્રિય કહેવાય. આ એકેન્દ્રિય પારિસ્થાપનિકી બે ભેદે છે - તજ્જાત અને અતજ્જાત. આનો ભાવાર્થ આગળ કહીશ. ગ્રહણના સંભવથી જુદી પરિસ્થાપના થાય, તો પૃથ્વી આદિનું ગ્રહણ કઈ રીતે થાય ? તે કહે છે – • પા.નિ.-૪ : ગ્રહણ બે પ્રકારે થાય - આત્મસગુલ્ય અને પરસમુ. તે એક એક પણ બે ભેદે છે – આભોગમાં અને અનાભોગમાં. • વિવેચન-૪ - પૃથ્વી આદિનું ગ્રહણ બે ભેદે - (૧) આત્મસમુત્ય - સ્વયં ગ્રહણ કરતો અને (૨) પરસમુલ્ય - બીજા પાસેથી ગ્રહણ કરતો. વળી આ બંને પણ બે ભેદે છે. કઈ રીતે ? આભોગણી - ઉપયોગ વિશેષથી તે આભોગથી આત્મસમુત્ય અને પરસમુત્ય કહેવાય, અનાભોગ એટલે અનુપયોગથી. તેમાં અનાભોગ આભ કે પર સમુત્ય કહેવાય.

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104