Book Title: Agam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 93
________________ અધ્ય૰ ૪/૨૩ ૧૬૭ વિષયક સમિતિ અર્થાત્ સુંદર ચેષ્ટા. અહીં સાત ભંગો થાય છે – પાત્રા આદિ પડિલેહણ ન કરે, ન પ્રમાએઁ. ચઉભંગી છે. તેમાં ચોથામાં ચાર ગમો છે – દુપતિલેખિત, દુષ્પ્રમાર્જિતની ચતુર્ભૂગી. પહેલાં છ અપ્રશસ્ત છે, છેલ્લો પ્રશસ્ત છે. (૫) ઉચ્ચાર - પ્રાવણ-શ્લેષ્મ-સિંઘાન-મેલના પરિષ્ઠાપન વિષયક સમિતિઅર્થાત્ સુંદર ચેષ્ટા, તેનાથી. અહીં ઉચ્ચાર-વિષ્ટા, પ્રાવણ-મૂત્ર, શ્લેષ્મ-બળખા, સિંઘાન-નાકનો મેલ, જલ્લ-મલ. અહીં પણ ઉક્ત સાત ભંગો જ લેવા. ૦ અહીં ઈસિમિતિના વિષયમાં એક દૃષ્ટાંત છે – એક સાધુ ઈસિમિતિ વડે યુક્ત હતા. શનું આસન ચલિત થયું. શક્ર એ દેવોની વચ્ચે પ્રશંસા કરી. ત્યારે તે સાધુની પ્રશંસા કરી તેની કોઈક મિથ્યાર્દષ્ટિ દેવે શ્રદ્ધા ન કરી. દેવલોકથી આવીને તે દેવ માખી પ્રમાણ દેડકીને વિપુર્વે છે. સાધુની પાછળ હાથીને વિક્ર્વીને છોડે છે. તે સાધુ ઈસિમિતિ પાલન કરતાં ચાલે છે, ગતિ ભેદ કરતા નથી. હાથીએ ઉપાડીને પાડી દીધા. પણ સાધુને શરીરની સ્પૃહા નથી. માત્ર દુઃખ છે કે – મારા પડવાથી જીવો મર્યા. એમ જીવદયા પરિણત રહે છે. અથવા ઈયસિમિત અરાક છે, દેવીએ પગને છેદી નાંખ્યા. ૦ ભાષાસમિતિ સાધુ હતા, ભિક્ષાર્થે નીકળ્યા, નગર રુંધેલ હતું. કોઈક નિર્ગુન્થ બહાર કટકમાં ચાલતા હતા, કોઈએ પૂછ્યું – કેટલા હાથી, ઘોડા, ધાન્યાદિ છે? સાધુએ કહ્યું – સ્વાધ્યાય-ધ્યાન યોગથી વ્યાક્ષિપ્ત હોવાથી હું કંઈ જાણતો નથી. ૦ એષણા સમિતિ - વસુદેવના પૂર્વજન્મમાં એષણા સમિતિનું ઉદાહરણ છે. મગધમાં નંદીગ્રામે ગૌતમ નામે એક ચક્રકર બ્રાહ્મણ હતો. તેની પત્ની ધારિણી હતી. કોઈ દિવસે તેમઈને ગર્ભ રહ્યો. તે બ્રાહ્મ મરીને તે ગર્ભમાં જ જન્મ્યો. મામાએ ઉછેર્યો. લોકો તેને કહેતા કે અહીં તારું કોઈ નથી. ત્યારે મામાએ તેને કહ્યું કે લોકોની વાત ન સાંભળવી. હું તને મારી મોટી દીકરી પરણાવીશ. હું તને કહું તે કામો કર. સમયે તારો વિવાહ ગોઠવી દઈશું. - તે મોટી પુત્રી, તેની સાથે વિવાહ કરવા ઈચ્છતી નથી. તે બ્રાહ્મણ વિષાદ પામ્યો. મામાએ કહ્યું – હું મારી બીજી પુત્રી પરણાવીશ, તું ચિંતા ન કર. તે પ્રમાણે તે બીજી પુત્રી પણ તેની સાથે પરણવા ઈચ્છતી નથી. એ પ્રમાણે ત્રીજી પુત્રી પણ તેની સાથે લગ્ન કરવા ઈચ્છતી નથી. સંસારથી ખેદ પામીને તે ધિાતીય બ્રાહ્મણે નંદીવર્ધન આચાર્ય પાસે દીક્ષા લીધી. તે છટ્ઠ-અટ્ટમનો તપસ્વી થઈ આ અભિગ્રહ લે છે - મારે બાળ અને ગ્લાન આદિની વૈયાવચ્ચ કરવી. તીવ્ર શ્રદ્ધાથી તે [નંદીષેણ] વૈયાવચ્ચ કરે છે. વિખ્યાત યશવાળો થયો. શક્ર એ દેવસભામાં તેની પ્રશંસા કરી. કોઈ દેવને શક્રના વચનમાં શ્રદ્ધા ન થતાં તે નીચે આવ્યો. બે શ્રમણના રૂપો વિકર્યા. એકને અતિસારનો રોગી બનાવી અટવીમાં રાખ્યો અને બીજો તે વૈયાવચ્ચી મુનિ પાસે આવ્યો. એક ગ્લાન સાધુ છે, જો તું વૈયાવચ્ચ કરે તો. નંદીષેણ મુનિ તે સાંભળી જલ્દી ઉભા થયા. છટ્ઠના પારણે આહાર લઈને આવેલા, કોળીયો લેવા જતા હતા, સાંભળતા જ બોલ્યા – ચાલો, શું કાર્ય છે ? આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ તે દેવ-સાધુ બોલ્યો, ત્યાં પાનકદ્રવ્ય - પાણી નથી, તેનો અમારે ખપ છે. નંદીષેણ મુનિ પાણી લેવાને માટે નીકળ્યા. નિર્દોષ પાણીની ગવેષણા કરતા ફરે છે, દેવ પાણીને અનેષણીય કરતો જાય છે. આ પ્રમાણે એક વખત ભ્રમણ કર્યુ, બીજી વખત કર્યુ એમ કરતાં ત્રીજી વખત ભ્રમણ કરતાં નિર્દોષ પાણી પ્રાપ્ત થયું. અનુકંપાથી તુરંત જ તે રોગગ્રસ્ત સાધુ પાસે પહોંચી ગયા. તે ગ્લાન સાધુ કઠોર અને નિષ્ઠુર વચનોથી આક્રોશ કરતો રોપાયમાન થઈ બોલે છે – હે મંદભાગ્ય ! ખાલી-ખાલી નામ માત્રથી જ તું વૈયાવચ્ચી છો. “સાધુ ઉપકારી છો’’ એમ માનતો ફોગટ ફૂલાય છે. મારી આવી અવસ્થામાં પણ તું ભોજન લોલુપતા છોડતો નથી. ૧૬૮ નંદીષેણ મુનિ, તે સાધુની વાણીને અમૃત સમાન માનતો, તે કઠોર વાણી સહન કરતો, તે ગ્લાન મુનિના પગ પાસે જઈને તેમને ખમાવે છે, તે મુનિની અશુચિનું પ્રક્ષાલન કરે છે. વિનંતી કરે છે, ઉઠો, આપણે ચાલીએ હું એવી સેવા કરીશ કે થોડાં જ કાળમાં આપ નીરોગી થઈ જશો. ગ્લાન મુનિ કહે છે કે – હું જવા માટે શક્તિમાનૢ નથી, મને પીઠે બેસાડી દે. નંદીષેણ તેમને પીઠે બેસાડે છે. ત્યારે તે મુનિ વિષ્ઠા છોડે છે. તે પરમ અશુચિ દુર્ગન્ધી વાળી વિષ્ઠા છોડતો નંદીષેણમુનિની પીઠ બગાડે છે અને કઠોર વાણી બોલે છે. હે મુંડિત ! તને ધિક્કાર છે. વેગમાં વિઘાત કરીને મને દુઃખમાં પાડ્યો. એમ ઘણો બધો આક્રોશ કરે છે. નંદિષેણ મુનિ તેને ગણકારતા નથી. તેમને દોષ પણ દેતા નથી. વિષ્ઠાદિ ગંધને ચંદન સમાન માનતા મિચ્છામિ દુક્કડં આપે છે અને વિચારે છે કે હું શું કરું ? કઈ રીતે આ સાધુને સમાધિ થાય ? તેણે એષણા સમિતિનું ઉલ્લંઘન ન કર્યુ. આ પ્રમાણે એષણા સમિતિમાં પ્રયત્નો કરવા જોઈએ. અથવા આ બીજું પણ એક ઉદાહરણ છે. જેમકે – કોઈક પાંચ સંયતો તૃષ્ણા અને ક્ષુધા વડે માર્ગમાં કલેશ પામતા કોઈ એક ગામમાં વિકાલે પહોંચ્યા. પાણીની માર્ગણા-ગવેષણા કરે છે પણ તે લોકો તેને અનેષણીય કરી દે છે. તે સંયતો તેવા પાણીને ગ્રહણ કરતાં નથી. બીજે ક્યાંયથી પણ પાણી ન મળતા તેઓ તૃષાથી અભિભૂત થઈ કાળધર્મ પામ્યા. ચોથું ઉદાહરણ – આચાર્યએ સાધુને કહ્યું – ગામમાં જા. ઉદ્ઘાહિત કરાતા કોઈ કારણે ત્યાં રહ્યા. એકે ત્યાં પડિલેહણ કરીને સ્થાપવાનો આરંભ કર્યો. સાધુએ તેને ટપારીને કહ્યું – કેમ શું અહીં સાપ રહે છે. નીકટ રહેલા દેવે સાપ વિર્યો. આ જઘન્ય અસમિત. બીજાએ તે જ સ્થાન વિધિથી પડિલેહણ કરીને સ્થાપ્યું, તે ઉત્કૃષ્ટ સમિત. અહીં એક ઉદાહરણ છે – એક આચાર્યને ૫૦૦ શિષ્યો હતા. તેમાં એક શ્રેષ્ઠીપુત્રએ દીક્ષા લીધી હતી. તે જ્યારે જે સાધુ આવે તેનો તેનો દંડ રાખે. એ પ્રમાણે તે ઉભો થાય. પછી બીજો આવે.પછી બીજો આવે, તો પણ તે મુનિ ભગવંત અત્વરિત, અચપલ, ઉપર-નીચે પ્રમાર્જીને દંડને સ્થાપે. એ પ્રમાણે ઘણાં કાળે પણ

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104