Book Title: Agam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 80
________________ અધ્ય૰૪/૨૧, ધ્યાનશતક-૨૮,૨૯ ગાથા-૨૮,૨૯ - ધ્યાનની ભાવના, દેશ, કાળ, આસન વિશેષ, આલંબન, ક્રમ, ધ્યાતવ્ય, ધ્યાતા, અનુપેક્ષા, વેશ્યા, લિંગ, ફળને જાણીને, મુનિ તેમાં ચિત્ત સ્થાપી ધર્મધ્યાન કરે, ત્યારબાદ શુકલધ્યાન કરે. • વિવેચન-૨૮,૨૯ 3 ૧૪૧ ભાવના - જ્ઞાનાદિની. જાણીને - શું? તદુચિત દેશ, તદ્ ઉચિત કાળ અને આસનવિશેષ, વાચનાદિ આલંબન, મનોનિરોધાદિ ક્રમ, ધ્યાનનો વિષય, અપ્રમાદાદિ યુક્ત ધ્યાતા, પછી ધ્યાતોપરમ કાળ ભાવિની અનિત્યાદિ આલોચનારૂપ અનુપેક્ષા. શુદ્ધ લેફ્સા, શ્રદ્ધા આદિ લિંગ, દેવલોકાદિ ફળ, 'ત્ર' શબ્દ પોતાના અનેક ભેદ દર્શાવવાને છે. આટલું જાણીને મુનિ ધર્મધ્યાન કરે. ધર્મધ્યાનનો અભ્યાસ થયા પછી શુક્લધ્યાન કરે. આટલો સંક્ષેપાર્થ કહ્યો. વિસ્તારાર્થ ગ્રંથકાર જ કહેશે. તેમાં પહેલો દ્વારઅવયવ પ્રતિપાદનાર્થે કહે છે – . ગાથા-૩૦ - ભાવનાનો પૂર્વે અભ્યાસ કરનાર ધ્યાનની યોગ્યતાને પામે તે ભાવનાઓ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ અને વૈરાગ્ય એમ નિયત છે. • વિવેચન-૩૦ : ધ્યાનની પૂર્વે જેણે આસેવનરૂપ અભ્યાસ કરેલો છે તેને પૂર્વકૃતાભ્યાસ કહે છે. તે ભાવનાના વિષયમાં અભ્યાસ પછી અધિકૃત્ ધ્યાનના વિષયમાં યોગ્યતા - અનુરૂપતા પામે છે. તે ભાવના જ્ઞાનાદિથી નિયત છે. હવે જ્ઞાનભાવના સ્વરૂપ ગુણ દર્શન માટે કહે છે - . ગાથા-૩૧ - જ્ઞાનમાં નિત્ય પ્રવૃત્તિ રાખે, તેનાથી મનોધારણ અને વિશુદ્ધિ કરે, [ભવ નિર્વેદ કેળવે] જ્ઞાનગુણથી સારને જાણે, પછી તે સુનિશ્ચલમતિવાળો ધ્યાન કરે. • વિવેચન-૩૧ : શ્રુતજ્ઞાનમાં સદા આસેવના - પ્રવૃત્તિ કરે. મન-અંતઃ કરણની, ચિત્તની, ધારણ અશુભ વ્યાપાર નિરોધથી અવસ્થાન. વિશુદ્ધિ - સૂત્રાર્થનું વિશોધન. = શબ્દથી ભવનિર્વેદ. એ પ્રમાણે જ્ઞાનથી જીવ-અજીવ આશ્રિત ગુણ અને તેના પર્યાયોને - જાણીને, તેથી થતાં પરમાર્થને કહે છે. અથવા જ્ઞાનના માહાત્મ્યથી જેણે વિશ્વનો સાર જાણેલ છે, તેવો થાય. તેવો એ પછી ધ્યાવે - ચિંતવે. કેવો સાર જાણેલ છે, તેવો થાય. તેવો એ પછી ધ્યાવે - ચિંતવે. કેવો થઈને ? અતિશય નિશ્ચલ સમ્યજ્ઞાનથી અન્યથા પ્રવૃત્તિકંપથી રહિત બુદ્ધિ જેની છે તેવો થઈને. [ધ્યાનિ કરે] જ્ઞાન ભાવના કહી, હવે દર્શન ભાવનાનું સ્વરૂપ કહે છે – . ગાથા-૩૨ - શંકાદિ દોષરહિત, પ્રથમ-સ્થિકિરણાદિ ગુણસમૂહથી સંપન્ન, અસંમૂઢ ૧૪૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ મનવાળો થઈને, દર્શન શુદ્ધિથી ધ્યાનમાં સ્થિર થાય. • વિવેચન-૩૨ : શંકાદિ દોષ રહિત – શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્ય દૃષ્ટિની પ્રશંસા અને પર પાખંડ સંસ્તવ, આનું સ્વરૂપ હું પ્રત્યાખ્યાન અધ્યયનમાં કહીશ. સમ્યકત્વના અતિચારરૂપ હોવાથી આ દોષો છે તેને છોડીને. ઉક્ત દોષરહિતત્વથી શું? પ્રશમ સ્વૈર્યાદિ ગુણ સમૂહયુક્ત. તેમાં પ્રકર્ષથી શ્રમ તે પ્રશ્રમ - ખેદ. તે સ્વ-પર સિદ્ધાંત તત્ત્વના અધિગમરૂપ છે. થૈર્ય એટલે જિનશાસનમાં નિષ્પકંપતા. આદ્દેિ શબ્દથી પ્રભાવના આદિ લેવા. કહે છે કે – દર્શન દીપકના પાંચ ગુણ છે – સ્વપર સિદ્ધાંતનું કૌશલ્ય, સ્થિરતા, જિનશાસનમાં પ્રભાવના, આયતન સેવા અને ભક્તિ અથવા પ્રશમ આદિ વડે, સ્વૈર્યાદિ વડે ગુણ ગણથી યુક્ત. તેમાં પ્રશમાદિ – પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકયરૂપ. આવો તે અસંમૂઢમનવાળો અર્થાત્ બીજા તત્ત્વમાં અભ્રાંતચિત્ત થાય છે. ઉક્ત લક્ષણ દર્શન શુદ્ધિથી ધ્યાન કરે. દર્શન ભાવના કહી, હવે ચાસ્ત્રિ ભાવનાનું સ્વરૂપ કહે છે – . ગાથા-૩૩ - સાત્રિ ભાવનાથી . નવા કર્મનું અગ્રહણ, જૂના કર્મની નિર્જરા, શુભ કર્મનું ગ્રહણ થતાં સહેલાઈથી ધ્યાનને પામે છે. • વિવેચન-૩૩ : નવા કર્મો - સંચિત કે એકઠાં થઈ રહેલા જ્ઞાનાવરણાદિ કર્મોનું અગ્રહણ - આદાન ન થવું તે. ચાસ્ત્રિ ભાવનાથી થાય છે. લાંબા કાળના એકઠા થયેલા કર્મોની નિર્જરા તથા શુભ - પુન્ય અર્થાત્ સાતા, સમ્યકત્વ, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભાયુનામ-ગોત્ર તેનું આદાન. કઈ રીતે? ચાસ્ત્રિ ભાવનાથી, અયત્નથી ધ્યાનને પામે છે. ચાસ્ત્રિ ભાવના એટલે ત્રિ - ક્ષયોપશમ રૂપ, તેનો ભાવ તે ચાસ્ત્રિ. અહીં એવું કહે છે કે – આ કે પૂર્વના જન્મમાં સંચિત આઠ પ્રકારના કર્મોનો સંચયનો અપાય થતાં જે ચરણ ભાવ તે ચાસ્ત્રિ છે. તે સર્વ સાવધયોગની નિવૃત્તરૂપ ક્રિયા છે. તેનો અભ્યાસ, તે ચાસ્ત્રિ ભાવના કહેવાય. —– હવે વૈરાગ્યભાવના સ્વરૂપ કહે છે – • ગયા-૩૪ : વૈરાગ્ય ભાવનાથી ભાવિત મનવાળો જગા સ્વભાવને સારી રીતે જાણનારો, નિસ્યંગ, નિર્ભય અને આશારહિત બનીને ધ્યાનમાં સુનિશ્ચલ થાય છે. • વિવેચન-૩૪ : અતીવ વિદિત એટલે જ્ઞાત, ચરાચર જગના સ્વભાવને. કદાચ આવો પણ કર્મ પરિણતિવશ સંગવાળો થાય, તેથી નિ:મંગ કહ્યો. નિસંગ - વિષય જનિત સ્નેહસંગથી રહિત, આવો પણ કદાચ ભયવાળો થાય છે. તેથી કહે છે – “નિર્ભય’ એટલે ઈહલોકાદિ સાત ભયથી રહિત. કદાચ આવો પણ વિશિષ્ટ પરિણતિના અભાવથી

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104