Book Title: Agam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 85
________________ અધ્ય ૪/ર૧, ધ્યાનશતક-પર થી દૂર ૧૫૧ [૫૫] જેના દ્વારા ઉપયુક્ત થવાય તે ઉપયોગ તે આકાર અને અનાકાર બે ભેદે છે. તે જેનું લક્ષણ છે તે ઉપયોગ લક્ષણ, જીવ છે તે ભવ કે અપવર્ગ પ્રવાહની અપેક્ષાથી નિત્ય છે તથા શરીરની પૃચક છે. શરીર - ઔદારિક આદિ લેવા. જે જીવે છે, જીવશે કે જીવ્યો તે જીવ. તે અમૂર્ત છે. કર્મના કર્તા-નિર્વતક છે અને પોતાના બાંધેલ જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ઉપભોક્તા છે. [૫૬] તે જીવના પોતાના કર્મથી નિર્વર્તિત-જનિત સંસાર સાગરને કહે છે. આ સંસાર સાગર જન્મ, જરા, મરણ રૂપ જળથી ભરેલો છે કષાય જ અગાધ ભવજનની સામ્યતાથી પાતાળ જેવો છે. વ્યસન-દુ:ખ કે ધુત તેમાં સેંકડો પીડાના હેતુપણાથી શ્વાપદો તેમાં રહેલા છે. વળી મોહ - મોહનીય કર્મથી તેમાં વિશિષ્ટ ભ્રમણ કરતા હોવાથી આવર્ત સ્વરૂપ છે અને આ સંસાર મહાભયાનક છે. [૫] જ્ઞાનાવરણ કમોંદય જનિતને આત્મ પરિણામ તે જ અજ્ઞાન. તેના પ્રેકપણાથી વાયુ વડે પ્રેરિત સંયોગ અને વિયોગ રૂપ તરંગો જેમાં છે, તેવા પ્રકારનો છે. મંથન • કોઈક સાથેનો સંબંધ અને વિયોજન - તેનાથી જ વિપયોગ. એ જ સતત પ્રવૃત હોવાથી તરંગ છે, તેનો પ્રવાહ-સંતતિ. સંસવું તે સંસાર તે સાગર જેવો હોવાથી સંસારસાગર કહ્યો. તે ‘અનોપાર' એટલે અનાદિ અનંત છે. અશોભન છે. એમ વિચારવું. | [૫૮] તે સંસારસાગરમાં તરવાને માટે સમર્થ જહાજને કહે છે. આ જહાજ - સમ્યગુદર્શનરૂપ શોભન બંધનવાળું છે. અનય - અપાય છે. જ્ઞાનરૂપ નિયમિક વિશેષથી યુક્ત છે, એવું તે ચારિતર જહાજ છે. આ મહાબોધિસ્થ જહાજને ચિંતવે. | [૫૯] આશ્રવનો નિરોધ તે સંવર. તેના દ્વારા જેના છિદ્રોને બંધ કરૂ છે, અનશન આદિ લક્ષણ તપ એ જ ઈષ્ટનગર પ્રતિ પેકાણે હોવાથી પવન છે, તેના વડે પ્રેરાઈને જલ્દીથી જેનો વેગ ચે તથા વિરાગનો જે ભાવ તેવૈરાગ્ય, એ જ ઈષ્ટપુને પ્રાપ્ત કરવાનો માર્ગ હોવાથી વૈરાગ્યમાર્ગ કહ્યું, તે માર્ગે જતા તથા અપધ્યાનાદિ વિહ્નોરૂપ તરંગો વડે જે જરા જ કંપતું ન હોવાથી નિપ્રકંપ છે. આવું જે જહાજ, તેના ઉપર - [૬૦] આરોહણ કરીને, મુનિવણિક - આય અને વ્યયની પ્રવૃત્તિમાં અતિ નિપુણ તે વણિક્ એવા મુનિ જહાજમાં બેસીને. વળી તે જહાજ મહામૂલ્યવાનું છે, પૃથ્વીકાયાદિનો સંરભાદિ પરિત્યાગ તે શીલા અંગોવાળું છે. એકાંતિક અને આત્યંતિક સુખના હેતુપણાથી રત્નો વડે તે ભરેલું છે. તે નિર્વાણપુર - સિદ્ધિ નગરે થોડા કાળમાં જ અને અંતરાય હિતપણે પ્રાપ્ત કરાવનાર • પહોંચાડનાર છે, તેમ ચિતવે. ૬િ૧] તે નિવણનગરમાં જ્ઞાનાદિ ત્રણ રનના વિનિયોગ સ્વરૂ૫, એકાંત ભાવિ અને અબાધારહિત, સ્વાભાવિક એટલે કૃત્રિમ નહીં તેવા નિરુપમ - ઉપમાવત પર્યવસાન - અક્ષય સુખને સમીપતાવી પામે છે, તેનું ચિંતવન કરે. વિશેષ શું કહેવું - - [૬] સંપૂર્ણપણે જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ નામક પદાર્થથી યુક્ત સિદ્ધાંતનો સદુભાવ, દ્રવ્યાસ્તિકાદિ નય સંઘાતકાય ચિંતવે. એટલે કે સિદ્ધાંતના અર્થને હદયમાં ધારણ કરે. ૧૫૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ધ્યાતવ્ય દ્વાર કહ્યું. હવે જે આના ધ્યાતા-ધ્યાન કરનારા છે, તેનું પ્રતિપાદન કરતાં કહે છે – • ગાયા-૬૩ : સર્વ પ્રમાદથી રહિત મુનિ તથા ક્ષીણમોહ અને ઉપશાંત મોહવાળા, જ્ઞાનરૂપી ધનથી યુકતને ધર્મધ્યાનના ગાતા કહેલા છે. વિવેચન-૬૩ : પ્રમાદ • મધ આદિ. એવા બધાં પ્રમાદથી રહિત અર્થાત્ તે ‘અપમાદવંત' કહેવાય. મુનિ અર્થાત્ સાધુ. ક્ષીણમોહ - ક્ષક નિર્ણ9. ઉપશાંતમોહ - ઉપશામક નિર્ગુન્થ. 'વ' શબ્દથી બીજા પણ પ્રમાદીને લેવા. યાતા - ચિંતક, ધર્મધ્યાનના ધ્યાતા. તે કેવા છે ? જ્ઞાનરૂપી ધનવાળા. એવું તીર્થકર અને ગણધરોએ કહેલ છે. ધર્મધ્યાનના ધ્યાતા કહ્યા. હવે શુક્લધ્યાનના પણ પહેલાં બે ભેદના અવિશેષથી આ જ ગાતા હોય છે, તેથી પ્રસંગથી લાઘવતા માટે છેલ્લા બે ભેદને છે - • ગાથા-૬૪ - આ જ મુનિ શુકલધ્યાનના પહેલા બે ભેદના અધિકારી છે, માત્ર તે પૂર્વધર અને સુપ્રશસ્ત સંઘયણના ધાક હોવા જોઈએ. શુકલધ્યાનના પાછલા બે પ્રકારના ધ્યાતા તો સયોગી - યોગી કેવળી જ હોય. • વિવેચન-૬૪ : આ જે અનંતર ધર્મધ્યાનના ધ્યાતા કહ્યા, તે શુક્લ ધ્યાનના પૂર્વના બે ભેદ - પૃથકવવિતર્ક સવિચાર અને એકત્વ વિતર્ક અવિચાર એ બંનેના ધ્યાતા હોય છે. પણ તેમાં વિશેષ એટલે કે ચૌદ પૂર્વજ્ઞાતા અને તેમાં ઉપયોગવાળા અર્થાતુ અપમત જ જાણવા, નિર્મળ્યો નહીં. સુપ્રશસ્ત એટલે પહેલું સંઘયણ, તેનાથી યુક્ત હોવા જોઈએ. બંને શુક્લધ્યાનના પાછલા કે ઉત્તરકાળ ભાવિ ભેદ આ છે – સૂક્ષ્મ ક્રિયા નિવૃત્તિ અને વ્યુપતક્રિયા અપતિપાતિ. તે અનુક્રમે સયોગી અને અયોગી કેવળી ધ્યાતા હોય છે. ( આ પ્રમાણે જાણવું કે- શુકલધ્યાનના બે ભેદ વીતી ગયા. પછી બીજો ભેદ પ્રાપ્ત ન થયો હોય, એ ધ્યાનાંતરિકામાં વર્તતા કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. સૂક્ષ્મક્રિયા નિવૃત્તિ સુધી તે શુક્લલેશ્યાનો આધ્યાની રહે. હવે અવસર પ્રાપ્ત અનુપેuદ્વારની વ્યાખ્યા કરે છે – • ગાયા-૬૫ - ધ્યાન ચાલ્યું ગયા પછી પણ મુનિ હંમેશાં અનિત્યાદિ ભાવનામાં રમણ કરે અને ધર્મધ્યાનથી ચિતને પૂર્વવત ભાવિત કરે. વિવેચન-૬૫ - ધ્યાનથી ધર્મધ્યાન લેવું. તે ચાલી જતાં સાધુ સર્વકાળે અનિત્યાદિ ચિંતનમાં

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104