Book Title: Agam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 83
________________ અધ્ય૦૪/૨૧, ધ્યાનશતક-૪૫,૪૬ ૧૪૩ ૧૪૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ઘડા કરવા સમર્થ છે, એ આ લોકમાં અને પરલોકમાં જઘન્યથી વૈમાનિકમાં જ ઉપજે. (૧૦) મહાન વિષયવાળી - સર્વ દ્રવ્યાદિ વિષયવથી મહાનું છે. સર્વ પદ ક્રિયા ચિંતવવી, નિરવધ-પાપરહિત, અસત્ય આદિ બનીશ દોષરૂપ અવધ રહિત. કઈ રીતે ધ્યાન કરે ? નિરવધ - આ લોક સંબંધી આશંસા સહિત. જિનેશ્વરની આજ્ઞા - વચનરૂ૫. કેવળ આલોકથી સર્વ સંશયરૂપ અંધકારનો નાશ કરવાથી જગતમાં પ્રદીપરૂપ તે જિનાજ્ઞા. તે અનિપુણ - અકુશળ લોકોને દય-દુ:ખે કરીને સમજાય તેવી છે. તે આજ્ઞા તૈગમાદિ અનેક ભેદયુક્ત નયો અને ક્રમ-સ્થાનભેદ રૂ૫ ભંગોથી ઘણી ગહન છે. [શંકા આવા પ્રકારના વિશેષણોથી વિશિષ્ટ જિનાજ્ઞા મંદબુદ્ધિવાળાને બોધ પામવાને શક્ય નથી, ત્યાં ધ્યાન કરવાની તો વાત જ ક્યાં રહે ? જો કંઈ સમજાય જ નહીં તો અર્થ શો ? • ગાથા-૪૦ થી ૪૯ : તે આજ્ઞામાં મતિની દુર્બળતાથી, તેવા પ્રકારના આચાર્યના વિરહથી, ડ્રોયની ગહનતાથી, જ્ઞાનાવરણના ઉદયથી, હેતુ અને ઉદાહરણ ન મળવાથી, જે કંઈ સારી રીતે ન સમજાય તો પણ મતિમાન પુરષ એમ ચિંતવે કે સવાનો મત અવિતણ હોય નહીં, કેમકે જગત શ્રેષ્ઠ જિનેશ્વરો અનુપકૃત ઉપર પણ અનુગ્રહ કરવામાં પરાયણ, રાગ-દ્વેષ-મોહને જિતેલા છે, તેથી તેઓ અન્યથાવાદી ન હોય. • વિવેચન-૪૦ થી ૪૯ - તે આજ્ઞામાં, (૧) જડતા કે ચલત્વથી મતિની દુર્બળતા - બુદ્ધિથી સખ્યણ અર્થની અનવઘારણાથી, (૨) ત્યાં સમ્યક અવિપરીત dવને કહેવામાં કુશળ તથા સૂબાઈને જાણતા હોવાથી મુમુક્ષ વડે આસેવિત આચાર્યનો અભાવ હોવાથી બોધ ના મળતા, (૩) ધમસ્તિકાયાદિ શેયની ગહનતાથી બોધ ન થતાં, (૪) તે કાળે જ્ઞાનાવરણના ઉદયથી તેના વિપાકને લીધે બોધ ન પામતાં... [આગળની ગાથા સાથે સંબંધ છે.] [શંકા જ્ઞાનાવરણના ઉદયથી જ મતિ દૌર્બલ્ય છે તથા તેવા આચાર્યનો વિરહ અને યગત અપ્રતિપત્તિ છે. તે કહેવાથી આ બધું કહેવાની જરૂર જ નથી? [સમાધાન ના, તે કાર્યના જ સંક્ષેપ-વિસ્તારથી ઉપાધિભેદથી આમ કહેલ છે - તથા - હેતુ-જિજ્ઞાસિત ધર્મ વિશિષ્ટ અર્થોને જાણે છે. કારક અને વ્યંજક. ઉદાહરણ ચરિત કે કલ્પિત ભેદે છે. કોઈ પદાર્થ પ્રત્યે હેતુ અને ઉદાહરણના અસંભવમાં આ છ કારણે જે વસ્તુ સારી રીતે ન સમજાય, તો પણ મતિમાને એમ વિચારવું કે - સર્વજ્ઞ અર્થાત તીર્થકરોનો મત એટલે કે વચન અવિતથ - ચાસત્ય નથી, પણ સત્ય છે. તેના બોધ ન થવાના કારણે ન જાણવા છતાં તે મત કે વસ્તુને પર્યાલોચે. આમ જ કેમ કહ્યું, તે જણાવે છે – બીજાએ ઉપકાર ન કરેલ હોય તો પણ ધર્મોપદેશાદિથી બીજા ઉપર ઉપકાર કરવામાં ઉધુત જે કારણથી છે, કોણ? જિનેશ્વરો, કેવા? ચરાચર જગતમાં શ્રેઠ, આવા લોકો પણ રાગાદિભાવથી વિતાવાદી થાય છે, તેથી કહે છે - રાગ, દ્વેષ, મોહનો નિરાસ કરેલા, તેમાં રાગ એટલે આસક્તિ, હેપ-અપ્રીતિ, મોહ-અજ્ઞાનરૂપ છે. તે કારણે અન્યથાવાદી નથી. આ ધ્યાત નો પહેલો ભેદ કહ્યો, હવે બીજો. • ગાથા-૪૯ : રણ, દ્વેષ, કષાય અને આમળાદિ ક્રિયાઓમાં વર્તતા જીવોને લોકપરલોકના અનર્થ કેવા આવે છે, તેને વર્યનો ભાગી થાવે. વિવેચન-૪૯ : રાગાદિમાં વર્તતો જીવ અપાયોને વિચારે, જેમકે રાગાદિ ક્રિયા આલોકપરલોક વિરોધી છે. કહે છે કે- રાગ પ્રાપ્ત થયા પછી પણ મહાવ્યાધિથી અભિભૂતને કુપચ્ચ અજ્ઞના અભિલાષવતુ દુ:ખદાયી છે. તથા તેષ પ્રાપ્ત થતાં શરીરીને કોટમાં રહેલ જવલન પદાર્થ કે દાવાનળથી વૃક્ષની જેમ બાળે છે. તથા દૈષ્ટિ આદિ ત્રણ ભેદ વાળા રાગથી દીસંસાર વધે તેમ સર્વજ્ઞ, સર્વદર્શીએ કહેલ છે. તથા કહે છે કે હેપરૂ૫ અગ્નિથી બળતો જીવ આ લોકમાં દુઃખી થાય છે અને પરલોકમાં પણ પાપને પામીને પછી નરકરૂપ અગ્નિને પામે છે. ઈત્યાદિ. તથા ક્રોધાદિ કષાયના અપાયો કહે છે – નિગ્રહ ન કરાયેલ ક્રોધ અને માન તથા વૃદ્ધિ પામતા એવા માયા અને લોભ આ ચારે કપાયો પુનર્જન્મના મૂળને સિંચે છે. આશ્રવો - મિથ્યાત્વ આદિ કર્મબંધના હેતુઓ, તેના અપાયો - મિથ્યાવ મોહિત મતિ જીવ આ લોકમાં દુઃખ પામે છે અને પ્રશમાદિ ગુણથી હીન નરકની ઉપમાયુક્ત પાપને પામે છે. - અજ્ઞાન કે ક્રોધાદિ સર્વ પાપોથી પણ વિશે કટરૂપ છે. તેના વડે અવાયેલો લોક હિત કે અહિત અર્થોને જાણતો નથી. ઈત્યાદિ * * * * * તેથી આ પ્રમાણે રાગાદિ ક્રિયામાં વર્તતા જીવો અપાયોને ધ્યાવે. શું વિશેષથી, તે કહે છે – વર્જનીય તે વર્ષ , અકૃત્ય, તેના પરિવજી • અપ્રમત. બીજો યાતવ્ય ભેદ કહ્યો. હવે ત્રીજો કહે છે – • ગાયા-પ૧ : પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને અનુભાવથી ભિન્ન, શુભાશુભથી વિભકત, યોગાનુભાવ જનિત કર્મવિપકને ચિંતવે. • વિવેચન-પ૧ : પ્રકૃતિ-જ્ઞાનાવરણીય ભેદથી આઠ કર્મ પ્રકૃતિ, પ્રકૃતિના અંશ-ભેદ તે પર્યાયો. સ્થિતિ - તે કર્મોનું જ જઘન્યાદિ ભેદ ભિન્ન અવસ્થાન, પ્રદેશ - જીવપદેશ અને ક્રમપુદ્ગલોનો સંબંધ. અનુભાવ - કર્મોનો વિપાક. આ કર્મ પ્રકૃતિ આદિ શુભ-અશુભ ભેદથી ભિન્ન હોય છે. તેથી મનોયોગાદિ ગુણથી ઉત્પન્ન કર્મ વિપાકની વિચારણા કરે. ભાવાર્થ - વૃદ્ધ વિવરણથી જાણવો. તે આ પ્રમાણે - પ્રકૃતિથી ભિન્ન, શુભાશુભ વિભક્ત કર્મ વિપાકને ચિંતવવો. તેમાં જ્ઞાનાવરણાદિ આઠ કર્મના ભેદો વડે વિભકત શુભ • પુન્ય, સાતા આદિ અને અશુભ - પાપ, તેનાથી વિભક્ત, કર્મપ્રકૃતિમાં કહેલા વિભિr વિપાકને વિશેષથી ચિંતવે પણ સ્થિતિથી વિભક્ત શુભાશુભ કર્મવિપાકને ચિંતવે.

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104