Book Title: Agam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
અધ્ય ૪/ર૧, ધ્યાનશતક-૪૦
૧૪૫
૧૪૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
જે કારણથી, પ્રધાન એવો આ કેવલ આદિ લાભને પામીને, મન:પર્યાયજ્ઞાનાદિ પામીને શું એક વખત જ પામે ? ના, કેવળજ્ઞાન સિવાયનો લાભ અનેક વખત પામે. શું વિશિષ્ટ છે ? નરકાદિમાં પાડે તે પાપ, તેનો ઉપશમ, તેને લાવે છે.
• ગાથા-૪૧ -
ધ્યાનના દેશ, કાળ, શરીરની ચેષ્ટા માટેનો કોઈ નિયમ આગમમાં નથી, મત્ર યોગોની સમાધિ - સ્વાથ્ય જે રીતે થાય તે રીતે પ્રયત્ન કરવો, એ નિયમ છે.
• વિવેચન-૪૧ :
જે કારણે પૂર્વગાયામાં કહેલ છે, તેની સાથે આનો સંબંધ છે. તેથી દેશ, કાળ, ચેપ્ટાનો કોઈ નિયમ આગમમાં ધ્યાન માટે નથી. પણ મન વગેરે યોગોની સમાધિ જે રીતે રહે, તે રીતે યત્ન કરવો. જોઈએ એટલો અહીં નિયમ છે જ. આસન દ્વાર કહ્યા.
હવે આલંબન દ્વારનો અવયવાર્થ કહે છે - • ગાથા-૪૨ -
ધર્મધ્યાનમાં ચડવા માટે કરાતા વાચના, પૃચ્છના, પરાવતના, અનુચિંતન તથા સામાયિકાદિ અને સદ્ધર્મ આવશ્યકાદિ આલંબન છે.
• વિવેચન-૪ર :
આલંબન - ધર્મધ્યાને ચડવા માટે જેનું અવલંબન કરાય છે. વાચના - શિયોને નિર્જરાને માટે સૂત્રાદિનું દાન. પૃચ્છના - સૂત્રાદિમાં થયેલ શંકા દૂર કરવા ગુરુને પૂછવું છે. પરાવર્તના - પૂર્વે ભણેલા સૂત્રાદિનું અવિસ્મરણ અને નિર્જરા નિમિતે. અભ્યાસ કરવો છે. અનુચિંતન - મનથી જ અવિસ્મરણાદિ નિમિતે સૂગાનુસ્મરણ. આ ચારે મૃતધર્મ અનુગત વર્તે છે. તથા સામાયિક અને સદ્ધર્મ આવશ્યક ચા»િ ધર્મ શાનુગત વર્તે છે. સામાયિક આદિ એટલે સામાયિક, પડિલેહણ, સાધુ સામાચારી એ બધું વિધિવત્ સેવવું. - x -
ધે આ જ આલંબનત્વમાં નિબંધન કહે છે - • ગાથા-૪૩ :
જેમ દેઢ આલંબન વડે કોઈ પુરુષ વિષમ સ્થાનથી ઉચે ચડી જાય છે, તેમ સૂત્રાદિનું આલંબન કરનારો ઉત્તમ ધ્યાને ચડે છે.
• વિવેચન-૪૩ :
વિષમ - નીચા કે દુ:ખે સંચરી શકાય તેવા સ્થાનથી સારી રીતે અને મુશ્કેલી વિના ઉપર આવે છે. કઈ રીતે? મજબૂત દોરડાના આલંબનથી. તે રીતે કોઈપણ પુરક્ષા વાયનાદિ કૃત આલંબનથી તે જ રીતે ધર્મધ્યાનને અવલંબે છે. આલંબન દ્વાર કહ્યું.
હવે ક્રમ દ્વાર - તેમાં લાઘવાર્થે ધર્મ, શુક્લ કહે છે – • ગાથા-૪૪ :
ધ્યાન પ્રાપ્તિનો ક્રમ મોક્ષગમનના નિકટના સંસારકાળે કેવલીને મનોયોગ નિગ્રહ આદિ હોય છે. બાકીનાને સમાધિ રહે તેમ હોય છે. [33/10]
• વિવેચન-૪૪ :
ધ્યાનનો પરિપાટી ક્રમ આ રીતે છે – પહેલા મનોયોગનિગ્રહ, પછી વયનયોગ નિગ્રહ, પછી કાયયોગ નિગ્રહ. આ ક્રમ સર્વથા આ પ્રમાણે નથી, પરંતુ કેવળીને મોક્ષગમન નીકટ હોય - શૈલેશી અવસ્થા અંતર્ગતુ અંતમુહર્ત પ્રમાણ જ બાકી હોય તેમને શુક્લધ્યાનમાં આ ક્રમ છે, બાકીનાને ધર્મધ્યાન પ્રાપ્તિમાં યોગ-કાળને આશ્રીને જે રીતે સમાધિસ્વસ્થતા કે, તે રીતે પ્રતિપત્તિ હોય છે.
હવે યાતવ્ય દ્વાર કહે છે – તે આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાન વિજય ધર્મધ્યાન ચાર ભેદે છે. તેમાં ‘આજ્ઞાવિચય' કહે છે.
• ગાથા-૪૫,૪૬ :
સુનિપુણ, અનાદિ અનંત, ભૂતહિત, સત્વભાવક, આનર્ણ, અમિત, અજિત, મહાઈ, મહાનુભાવ, મહાવિષય, નિરવધ, અનિપુણ જનથી દુચ, નય ભંગી પ્રમાણ, ગમગહન અને જગદીશ સમાન જિનેશ્વરની આજ્ઞાનું ધ્યાન કરવું જોઈએ.
• વિવેચન-૪૫,૪૬ -
(૧) સુનિપુણ - અતિકુશલ આજ્ઞા, તેનું નૈપુણ્ય સૂક્ષ્મ દ્રવ્યાદિ ઉપદર્શકcવથી તથા મતિ આદિના પ્રતિપાદકવથી કહી છે. આ રીતે સુનિપુણા ધ્યાન કરે. (૨) અનાદિ નિધન - અનુત્પન્ન, શાશ્વત. આ અનાદિ નિધનત્વ દ્રવ્યાદિ અપેક્ષાથી છે. (3) ભૂતહિત * પ્રાણીને પથ્ય, તેનું હિતવ અનુપરોધિનીત્વથી છે. આના પ્રભાવથી ઘણાં સિદ્ધ થયા. (૪) ભૂત ભાવન જીવોની ભાવના, તે સાંભળીને ચિલાતીપુત્રાદિ ઘણાં સુખને પામ્યા. (૫) અનર્થ - સર્વોત્તમત્વથી અમૂલ્ય, કેમકે કલ્પવૃક્ષ કથિત માત્રને આપે છે, ચિંતામણિ ચિંતિતને આપે છે, જિતેન્દ્ર ધર્મનો અતિશય તો જુઓ, તે લોકોને આ બંને રીતે જલ્દીથી આપે છે અથવા ઋણ એટલે કર્મ, તેને હણે તે ઋણન.
(૬) અમિત - અપરિમિત, બધી નદીના પાણી કે બધાં સમુદ્રના જળ કરતાં પણ અનંત ગણો અર્થ એક સૂત્રનો થાય છે. અથવા અમૃત કે મૃષ્ટ કે પથ્ય. કહ્યું છે કે – જિનવચનરૂપી જળને રાત્રિ અને દિવસે પીવા છતાં બુધ પુરષો તેનાથી તૃપ્તિ પામતાં નથી. તથા મનુષ્ય, નારકી, તિર્યંચ અને દેવગણના સાંસારિક સર્વ દુઃખ અને રોગોનું એક માત્ર ઔષધ જિનવચન છે જે આપવર્ગ સુખ અને અક્ષત ફળ દે છે.
(3) અજિત- બાકીના પ્રવચન આજ્ઞા વડે અપરાજિત છે, જેમ - જીવાદિ વસ્તુના ચિંતન કૌશલ્ય ગુણથી અનન્ય સદંશ તથા શેષ વચનોથી અજિત એવું જિનેન્દ્રવચન મહાવિષય છે. (૮) મહાર્ય - પ્રધાન અર્થ જેનો છે, તેવા પ્રકારની. તે પૂર્વાપર અવિરોધી અને નયગર્ભવથી પ્રધાન છે. અથવા ‘મહસ્થ” છે. તેથી પ્રધાન જીવોમાં રહેલ છે અથવા મોટ સમકિતી જીવોમાં રહેલ છે. અથવા મહાપુજામાં સ્થિત છે.
(૯) મહાનુભાવ • ઘણાં સામર્થ્યવાળી છે, આનું પ્રાધાન્ય ચૌદપૂર્વી અને સર્વલબ્ધિ સંપtવથી છે, પ્રભૂતવ - પ્રભૂત કાર્યના કવાથી છે. જેમકે ચૌદપૂર્વી ઘડામાંથી હજારો