Book Title: Agam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
અધ્યક ૪/૨૧, ધ્યાનશતક-૬૫
૧૫૩
૧૫૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
રમે. માર શબ્દથી અશરણ, એકવ ઈત્યાદિ બાર અનપેક્ષા ભાવવી. તેનાથી સચિવાદિમાં અનાસક્તિ અને ભવનિર્વેદ થાય. વળી અનિત્યાદિના ચિંતનથી સુભાવિત અંતઃકરણ ધર્મધ્યાન વડે થાય છે. અનુપેક્ષા દ્વાર કહ્યું.
હવે લેડ્યા દ્વારનું પ્રતિપાદન કરે છે - • ગાથા-૬૬ -
ધર્મધ્યાનમાં રહેલાને તીવ્ર, મંદ કે મધ્યમ ભેદથી પીત-પઠા-શુકલ લેગ્યા હોય છે, તે ક્રમસર વિશુદ્ધિવાળી છે.
• વિવેચન-૬૬ :
પરિપાટી વિશુદ્ધ ઉત્પન્ન થાય છે. શું ? લેગ્યા. તે પીત, પડા અને શુકલ કહી. પીતલેશ્યાથી પાલેશ્યા વિશુદ્ધ છે, તેનાથી શુક્લ લેગ્યા ક્રમથી વિશુદ્ધ છે. એ કઈ રીતે બને ? ધર્મધ્યાનયુક્તને બને. તેમાં શું વિશેષતા છે ? તીવ્ર, મંદ, મધ્યમ ભેદથી છે. અથવા સામાન્યથી જ પરિણામ વિશેષ - તીવ્ર, મંદ, મધ્યમ ભેદો છે.
લેશ્યા દ્વાર કહ્યું, હવે લિંગ દ્વાર વર્ણવે છે – • ગાથા-૬૭ -
આગમ, ઉપદેશ, આજ્ઞા, નિસર્ગ જે જિનપણિત છે, તે ભાવોની શ્રદ્ધા કરી, તે ધર્મધ્યાનનું ચિહ્ન છે.
• વિવેચન-૬૭ :
આ આગમાદિ જે તીર્થંકર પ્રરૂપિત દ્રવ્યાદિ પદાર્થોની શ્રદ્ધા - આ અવિતથ છે, ઈત્યાદિરૂપ. તે ધર્મધ્યાનનું ચિહ્ન છે. તેવશ્રદ્ધાથી ધર્મધ્યાયી ઓળખાય છે. અહીં મા/TV એટલે સ્ત્ર જ, તદનુસાર કથન તે ઉપદેશ, આજ્ઞા તે અર્થ, નિસર્ગ એટલે સ્વભાવ.
• ગાથા-૬૮ :
જિનેન્દ્ર, સાધુના ગુણોનું કીર્તન, સ્તુતિ, વિનય, દાન એ બધાંથી સંપન્ન, શ્રત-શીલ-સંયમરતને ધર્મધ્યાની જાણવા.
• વિવેચન-૬૮ :
ગુણો • નિરતિચાર સભ્યદર્શનાદિ, તે ગુણોનું કીર્તન, પ્રશંસા • વખાણ કરવા વડે ભક્તિપૂર્વક સ્તુતિ. વિનય - અભ્યત્યાનાદિ. દાન-એશન આદિ આપવા છે. આ બધાંથી યુક્ત.
શ્રત - સામાયિકાદિ બિંદુસાર પર્યન્ત. શીલ-વૃત આદિ સમાધાન રૂપ, સંયમ - પ્રાણાતિપાતાદિ નિવૃત્તિ રૂપ હોય.
ઉક્ત ગુણવાળાને ધર્મધ્યાની જાણવો. લિંગ દ્વાર કહ્યું.
ધે ફળ દ્વાનો અવસર છે - તે લાઘવાર્થે ફળાધિકારમાં શુકલધ્યાનમાં કહેશે. એ રીતે ધર્મધ્યાન કહ્યું.
ધે શુક્લ યાનનો અવસર છે - અહીં પણ ભાવનાદિથી ફળ સુધીના તે જ બાર દ્વારા થાય છે. તેમાં ભાવના, દેશ, કાળ, આસનમાં ધર્મધ્યાનથી અહીં વિશેષ છે. આને છોડીને આલંબનો કહે છે –
• ગાથા-૬૯ -
હવે આસન દ્વાર પછી જિનમતમાં પ્રધાન ક્ષમા, મૃદુતા, ઋજુતા અને નિલભતા એ આલંબનો છે. તેનાથી શુકલધ્યાન ઉપર આરોહણ કરે છે.
• વિવેચન-૬૯ -
ક્ષાંતિ આદિ ધર્મ – ક્રોધ, માન, માયા અને લોભના પરિત્યાગરૂપ. ક્રોધના ઉદયને અટકાવવો કે ઉદીર્ણ ક્રોધને વિફળ કરવો તે કોંધપરિત્યાગ. આ પ્રમાણે માન આદિમાં પણ વિચારવું.
આ ક્ષાંતિ આદિ ચારે જિનમનમાં પ્રધાન છે. નિનામત - તીર્થકર દર્શનમાં કર્મક્ષય હેતુને આશ્રીને પ્રધાન. આનું પ્રાધાન્ય એટલા માટે છે કે અકષાયથી ચાસ્ત્રિ છે અને સાત્રિથી નિયમા મુક્તિ છે.
તેથી આ ચારે આલંબનરૂપ છે, આનું આલંબન કરવાથી શુક્લધ્યાનને આરોઢે છે. તથા ક્ષમા આદિ આલંબનથી જ શુક્લધ્યાન સારી રીતે પામે છે, અન્ય કોઈ રીતે નહીં.
શુક્લધ્યાનને આશ્રીને આલંબન દ્વાર કહ્યું. હવે ક્રમ દ્વારનો અવસર છે. પહેલાં બે નો ક્રમ ધર્મધ્યાનમાં કહ્યો જ છે, તેમાં આ વિશેષ -
• ગાથા-૩૦ :
છાસ્થ મિલોકના વિષયમાંથી ક્રમશઃ મનને સંકોચી પરમાણું ઉપર સ્થાપિત કરીને અતિ નિશ્ચલ બનેલો શુકલધ્યાન ધ્યાd.
છેલ્લા બે ભેદમાં જિન મનરહિત હોય છે. • વિવેચન-૭૦ :
ત્રિભુવન - અધો, તીછ, ઉર્ધ્વ લોકના ભેદથી, તે વિષયક આલંબન જેના મનમાં હોય. તે ત્રિભુવન વિષય ક્રમથી પ્રતિવસ્તુના પરિત્યાગરૂપ લક્ષણથી સંકોચીને અંતકરણને અy - પરમાણુમાં સ્થાપે. કોણ ? છવાસ્થ. અવીવ નિશ્ચલ બની શુકલ ધ્યાન કરે. ત્યારપછી પણ પ્રયન વિશેષથી મનને દર કરીને અવિધમાન અંત:કરણવાળા અરહંત કે જિન થઈ છેલ્લા બે ધ્યાન કરે છે. તેમાં પણ પહેલાંના અંતમુહથિી શૈલેશીને ન પામીને કરે છે.
છવાસ્થ શા માટે ત્રિભુવનવિષયક, મનને સંક્ષેપીને પરમાણુમાં સ્થાપન કરે છે ? કેવલી તેમાંથી દૂર કરે છે ? તે કહે છે -
• ગાથા-ક૧ થી ૫ -
૩િ૧] જે રીતે સર્વ શરીરમાં વ્યાપેલ ઝેર મંત્ર વડે સંકોચીને ડંખ - પ્રદેશમાં લાવી મૂકવામાં આવે છે, પછી શ્રેષ્ઠતા મંગયોગથી ડંખ - દેશથી પણ દૂર કરવામાં આવે છે...
| [] તેવી રીતે ત્રિભુવનરૂપી શરીરમાં પ્રસરેલ મનરૂપી ઝેરને મંત્રના સામવાળો સ્માકુમાં લાવી મૂકે છે, પછી જિનવર રૂપી વૈધ તેમાંથી પણ મનોવિષને દૂર કરે છે.