Book Title: Agam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 78
________________ અધ્ય૰૪/૨૧, ધ્યાનશતક-૧૨ વ્યવહારથી આ અદુષ્ટ જ છે. આ જ પ્રકાસ્સી અને ક્રિયા પ્રવૃત્તિના યોગથી તેની ચિત્ત શુદ્ધિ થાય છે. અહીં આર્તધ્યાનને સંસાર વર્લ્ડન કેમ કહ્યું? તે બીજપણે હોવાથી. તે બીજત્વને જ દર્શાવતા કહે છે – ૧૩૭ • ગાથા-૧૩ : જે કારણથી રાગ, દ્વેષ, મોહ એ સંસારના કારણો કહ્યા અને આધ્યિાનમાં આ ત્રણે છે, તેથી તે સંસારનું બીજ છે. • વિવેચન-૧૩ : રાગ, દ્વેષ, મોહ જે કારણથી સંસારના હેતુરૂપ છે, તેમ પરમમુનિઓએ કહેલ છે, આર્તધ્યાનમાં આ ત્રણે સંભવે છે. તેથી તેને ભવવૃક્ષનું કારણ કહેલ છે. [શંકા] જો આ ઓઘથી સંસારવૃક્ષનું બીજ છે, તો પછી તિર્યંચ ગતિનું મૂળ કેમ કહ્યું ? તિર્યંચગતિ ગમનના નિબંધનત્વથી જ તેને સંસાર વૃક્ષનું બીજ કહ્યું છે. બીજા કહે છે – તિર્યંચ ગતિમાં જ ઘણાં જીવોનો સંભવ અને સ્થિતિના દીર્ઘત્વી સંસારપણાંનો ઉપચાર કહ્યો. હવે આર્તધ્યાનીની લેશ્મા કહે છે – . ગાથા-૧૪ : આર્તધ્યાનીને અતિ સંક્લિષ્ટ નહીં એવી કાપોત, નીલ અને કૃષ્ણ લેશ્યાઓ હોય છે, તે કર્મ પરિણામથી ઉત્પન્ન થાય છે. • વિવેચન-૧૪ : કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યાઓ રૌદ્રધ્યાન લેશ્માની અપેક્ષાથી અતિ અશુભ અનુભાવવાળી હોતી નથી. કોની ? આર્તધ્યાનવાળા પ્રાણીની. એ કઈ રીતે બંધાય ? કર્મ પરિણામ જનિત, સ્તેશ્યા - કૃષ્ણાદિ દ્રવપ્ યુક્ત આત્માના જે સ્ફટિક સમાન પરિણામ તે લેશ્યા. તે કર્મોદયથી થાય છે. ઓઘથી આર્તધ્યાની કઈ રીતે ઓળખાય ? ચિહ્નો વડે, તે કહે છે - ૦ ગાથા-૧૫ થી ૧૭ : આર્તધ્યાનના ચિહ્નો છે - આક્રંદ, શોક, ઉકળાટ, ફૂટવું આદિ. તે ઈષ્ટ વિયોગ, અનિષ્ટ અવિયોગ તથા વેદના નિમિત્તે થાય છે તેમાં નિજ કાર્યોની નિંદા અને બીજાની વિભૂતીની સવિસ્મય પ્રશંસા કરે છે. તેની અભિલાષા કરે છે, એમાં જ રક્ત બને છે, તેના ઉપાર્જનમાં રત થાય છે. શબ્દાદિ વિષય વૃદ્ધ બને છે, સદ્ધર્મ પરાંખ અને પ્રમાદમાં આસક્ત થાય છે. જિનાગમથી નિરપેક્ષ થઈ આદિધ્યાનમાં વર્તે છે. • વિવેચન-૧૫ થી ૧૭ : આક્રંદન - મોટા શબ્દોથી રડવું. શોક - અશ્રુ પરિપૂર્ણ નયનથી દૈન્ય. પરિદેવન - ફરી ફરી ક્લિષ્ટ ભાષણ. તાડન - છાતી, માથું કુટવા કે વાળ ખેંચવા. તે ઈષ્ટ વિયોગાદિ ઉક્ત કારણે થાય. - બીજું - પોતાના કૃત્યો - કર્મ, શિલ્પ, કલા, વાણિજ્યાદિના અલ્પફળ કે નિષ્ફળતાને આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ નિંદે છે. પ્રશંો - સ્તવે છે, - સાશ્ચર્ય બીજાની સંપત્તિને. બીજાની સંપત્તિની અભિલાષા રાખે છે. પ્રાપ્ત થતાં તેમાં રાગ કરે છે. તેને મેળવવામાં ઉધુક્ત થાય છે, તે પણ આર્તધ્યાન છે - વળી - ૧૩૮ શબ્દાદિ વિષયમાં મૂર્છિત અને કાંક્ષાવાળો, ક્ષાંતિ આદિ ચાસ્ત્રિ ધર્મથી પરાંમુખ, મધ આદિ પ્રમાદમાં આસક્ત, તીર્થંકરોના આગમરૂપ પ્રવચનથી નિરપેક્ષ થઈ આર્તધ્યાનમાં વર્તે છે. હવે આર્તધ્યાનને આશ્રીને જે અનુગત છે, અનર્હ છે, તે – • ગાથા-૧૮ : તે આધ્યિાન અવિરત, દેશવિરત કે પ્રમાદસ્થ સંતને હોય છે. તેને સર્વ પ્રમાદનું મૂળ સમજી સાધુજનોએ ત્યાગ કરવો. • વિવેચન-૧૮ : અવિરત - મિથ્યાર્દષ્ટિ અને સમ્યગ્દષ્ટિ. દેશવિરત - એક, બે આદિ અણુવ્રતધારી શ્રાવક, પ્રમાદ નિષ્ઠ સંયતો. તેમને આર્તધ્યાન હોય પણ અપ્રમત્ત સંયતને ન હોય. આ સ્વરૂપથી સર્વ પ્રમાદનું મૂળ છે. તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. કોણે? સાધુ લોકોએ અને ઉપલક્ષણથી શ્રાવકોએ કેમકે આર્તધ્યાન પરિત્યાગને યોગ્ય જ છે. હવે રૌદ્રધ્યાન કહે છે. તે પણ ચાર ભેદે છે – હિંસાનુબંધી, મૃષાનુબંધી, સ્તેયાનુબંધી અને વિષયસંરક્ષણાનુબંધી. તેમાં પહેલો ભેદ – * ગાથા-૧૯ 1 જીવોનો - વધ, વીંધવા, બાંધવા, બાળવા, અંકન કરવું અને મારી નાંખવા આદિ સંકલ્પવાળું અતિક્રોધરૂપ ગ્રહથી ગ્રસ્ત, નિર્દય હૃદયી માણસનું, અધમ વિપાકવાળું ધ્યાન તે રીદ્રધ્યાન છે. • વિવેચન-૧૯ : સત્ત્વ - એકેન્દ્રિયાદિ, વધ-શલતાદિથી તાડન, વેધ-ખીલી આદિથી નાકનું વેધન. બંધન-દોડા આદિથી. દહન-ઉત્સુકાદિથી, અંકન - શ્વશૃગાલ ચરણાદિથી, મારણ - પ્રાણ વિયોજન. દ્દેિ શબ્દથી આગાઢ, પરિતાપન, પાટનાદિ લેવા. આ બધું ન કરવા છતાં કરવા માટે દૃઢ અધ્યવસાય. તે રૌદ્રધ્યાન છે. કેવું પ્રણિધાન? અતિ ઉત્કટ જે ક્રોધ તે જ અપાય હેતુત્વથી ગ્રહ છે, તેનાથી અભિભૂત. ક્રોધના ગ્રહણથી માન આદિ પણ લેવા. તે પણ દયારહિત અંતઃકરણથી કરે. તેનો નકાદિ પ્રાપ્તિ રૂપ વિપાક છે. પહેલો ભેદ કહ્યો, હવે બીજો ભેદ કહે છે - * ગાથા-૨૦ : પૈશુન્ય, અસભ્યયન, અસત્યવચન, જીવ ઘાતાદિ આદેશ પ્રણિધાન, તે માયાવી - ઠગાઈ કરનાર કે ગુપ્ત પાપીને થાય છે. • વિવેચન-૨૦ : અનિષ્ટ સૂચક, જ-કાર મ-કારાદિ અસભ્ય વચન, અમૃતવચન-તે વ્યવહાર નયથી ત્રણ પ્રકારે છે. (૧) અભૂત ઉદ્ભાવન, (૨) ભૂત નિહવ, (૩) અર્થાન્તર.

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104