Book Title: Agam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 56
________________ અધ્ય ૩, નિ - ૧૧૯૧ ૯૩ પાર્શ્વસ્થાદિના વંદનમાં અપાયનો નિગમન કરતાં કહે છે - • નિયુક્તિ-૧૧૯૨-વિવેચન : કૃતિકર્મ-વંદન અને પ્રશંસા – “આ બહુશ્રુત કે વિનીત છે.” ઈત્યાદિરૂપ, તે સુખશીલજન-પાસસ્થાને કરાય તો કર્મબંધન માટે છે. કઈ રીતે? કેમકે તેઓ પૂજ્ય છે, અમે નિરપેક્ષતર છીએ. એ પ્રમાણે જે-જે પ્રમાદ સ્થાનો, જેમાં પાર્શ્વસ્થાદિ વિષાદ પામે છે, તેની ઉપબૃહણા-સમર્થન કે અનુમતિ થાય છે. તે નિમિત્તે કર્મબંધ થાય છે. જે કારણે આ અપાયો છે, તે કારણે પાર્શ્વસ્થાદિ અવંદનીય છે, સાધુ જ વંદનીય છે, એ પ્રમાણે નિગમન કરતાં કહે છે – • નિયુક્તિ-૧૧૯૩-વિવેચન : દર્શન, જ્ઞાન, ચારિત્રમાં તથા તપ અને વિનયમાં સર્વકાળ જેઓ ઉધત્ છે, તે જ વંદનીય છે. તેઓ વિશુદ્ધ માર્ગ પ્રભાવનાથી પ્રવયનના યશકારી છે. હવે સુસાધુ વંદનના ગુણો કહે છે – • નિયુક્તિ-૧૧૯૪-વિવેચન : કૃતિકર્મ - વંદન અને પ્રશંસા સંવિગ્ન જનની કરાય તો તે કર્મક્ષયને માટે થાય છે. જે-જે વિરતિ સ્થાનોમાં સંવિગ્નો વર્તે છે. તે-તેની ઉપબૃહણા - અનુમત છે તેમ કહેવાય છે. તે અનુમતિથી કર્મ નિર્જરા થાય છે. સંવિગ્નો બે પ્રકારે છે - દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્ય સંવિગ્ન હરણો છે, તેઓ સદા ઉત્રસ્ત ચિત્તથી પાંદડા ઉપર ચાલે છે. ભાવ સંવિગ્નો તે સાધુ છે, તેમનો અહીં અધિકાર છે. સપ્રસંગ નિત્યવાસદ્વાર ગયું. - X - દર્શનાદિમાં ઉપયુક્ત જ વંદનીય છે, હવે તે જ આયાર્યાદિ ભેદથી કહે છે - • નિયુક્તિ-૧૧૯૫-વિવેચન : આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને રત્નાધિક એ પાંચેને કૃતિકર્મ કરવું નિર્જરાને માટે થાય છે. તેમાં આચાર્ય સૂત્ર-અર્થ અને ઉભયના જ્ઞાતા તથા લક્ષણાદિયુક્ત છે. કહ્યું છે કે – સૂત્રાર્થ જ્ઞાતા, લક્ષણયુક્ત, ગચ્છના મેઢિભૂત, ગણતપ્તિવિમુક્ત, અર્થને કહેનારા તે આચાર્ય છે. સૂત્રના નહીં. - X - ઉપાધ્યાયાદિ બધા વડે કૃતિકર્મવંદન પર્યાયહીન હોય તો પણ તેમને કરવું. – ઉપાધ્યાય એટલે સમ્યકત્વ, જ્ઞાન અને સંયમયુક્ત, સૂત્ર અર્થ અને તદુભય વિધિજ્ઞ, આચાર્યના સ્થાનને યોગ્ય, સૂત્રની વાંચના આપે તે. - ૪ - ૪ - તેને પણ વંદન કરવું. - તપ, યથોચિત્ત પ્રશસ્ત યોગોમાં સાધુને પ્રવતાર્થે તે પ્રવર્તક. કહ્યું છે કે સંયમ, યોગોમાં જે યોગ હોય, તેમાં પ્રવર્તાવ, ગણની ચિંતા કરે અને અસહિષ્ણુને નિવારે તે પ્રવર્તક કહેવાય. આમનો પર્યાય ઓછો હોય તો પણ તેમને વંદન કરવું. સીદાતા સાધુને આલોક અને પરલોકના અપાયના દર્શનથી મોક્ષમાર્ગમાં જ સ્થિર કરે છે, તે સ્થવીર. કહ્યું છે સ્થિર કરણથી તે સ્થવિર છે, તે-તે વ્યાપારિત અર્થોમાં પ્રવર્તક છે, જે સાધુ જેમાં સીદાય છે, તેમને છતાં બળે તેમાં સ્થિર કરે છે. તેમને પણ વંદન કરવું. - અહીં ગણાવચ્છેદકનો સમાવેશ ન હોવા છતાં મૂળગ્રંથથી તેમને જાણવા, કેમકે સાહચર્ય છે. તે આ પ્રમાણે - ઉત્તાવન, પ્રધાવન, ક્ષેત્ર અને ઉપદ્મિની માર્ગણામાં (47) (PROOF-1) E:\Maharajsaheb\Adhayan-33\Book33A\ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ અવિષાદી, સૂત્ર-અર્થ-તદુભયના જ્ઞાતા આવા પ્રતરના ગણાવચ્છેદક હોય છે. આમને પણ વંદન કરવું. રત્નાધિક-પર્યાયમાં મોટા. આમને ઉક્ત ક્રમે જ કૃતિકર્મ - વંદન નિર્જરાને માટે કરવું. બીજા કહે છે – પહેલાં આલોયના કરતા બધાં વડે આચાર્યને વંદન કરવું પછી રત્નાધિકના ક્રમે વાંદવા. આચાર્યે પણ મધ્યમ ખામણા પછી કૃતિકર્મમાં જ્યેષ્ઠને કૃતિકર્મ કરવું જોઈએ. E୪ પહેલી દ્વાર ગાથામાં ત્ત્વ - કોને તે દ્વાર કહ્યું. હવે જેન - કોના વડે, કૃતિકર્મ કરવું જોઈએ અને કોના વડે ન કરવું જોઈએ ? અર્થાત્ કોણ આ કારણના ઉચિત કે અનુચિત છે. તેમાં માતાપિતાદિ અનુચિત ગણ છે. તેથી ગ્રંથકાર કહે છે— • નિયુક્તિ-૧૧૯૬-વિવેચન : માતાને, પિતાને, મોટા ભાઈને, માતામહને, પિતામહ-દાદાને, અભ્યસ્થિત વંદન ન કરાવવું, કેમકે તે બધાં રત્નાધિક છે - પર્યાયજ્યેષ્ઠ છે. માતાદિને વંદન કરાવતા લોકમાં ગહીં થાય છે. તેમને પણ ક્યારેક વિપરીત પરિણામ થાય છે. આલોયના, પ્રત્યાખ્યાન, સૂત્રાર્થમાં કરાવવું. સાગારિક સામે યતનાથી કરાવવું. આ વિધિ દીક્ષા લીધેલાને માટે છે. ગૃહસ્થ હોય તો કરાવવું – હવે કૃતિકર્મ કરણ ઉચિતનું પ્રતિપાદન કરે છે – • નિયુક્તિ-૧૧૯૭-વિવેચન : પ્રાણાતિપાત આદિથી નિવૃત્તિ રૂપ પાંચ મહાવ્રતો વડે યુક્ત, આળસ રહિત, જાતિ આદિ માનથી પરિવર્જિત મતિવાળા, સંવિગ્ન, કર્મક્ષયના અર્થી, એવા પ્રકારના સાધુને કૃતિકર્મ કરવું જોઈએ. જેના દ્વાર કહ્યું. હવે રા એ દ્વાર આવે છે. કૃતિકર્મ ક્યારે કરવું અને ક્યારે ન કરવું? તેમાં. • નિયુક્તિ-૧૧૯૮-વિવેચન : ધર્મકથાદિમાં વ્યાક્ષિપ્ત હોય, પરાંમુખ હોય, ઉભેલા હોય, ક્રોધાદિ પ્રમાદથી પ્રમત્ત હોય, ત્યારે કદાપિ વાંદવા નહીં. આહાર કે નીહાર કરતા હોય તો ન વાંદવા. અહીં – ધર્માન્તરાય, અનવધારણ, પ્રકોપ, આહાર, અંતરાય, મળ-મૂત્રાર્થે નિર્ગમનાદિ દોષો વિસ્તારથી કહેવા. તો વંદન ક્યારે કરવા? તે કહે છે – • નિયુક્તિ-૧૧૯૯-વિવેચન : વ્યાખ્યાનાદિ વિક્ષેપ રહિત-પ્રશાંત હોય, આસને બેઠા હોય, ક્રોધાદિ પ્રમરાદ રહિત - ઉપશાંત હોય, ‘છંદેણ' ઈત્યાદિ કહેવા દ્વારા ઉધત હોય. આ પ્રમાણે હોય તો અનુજ્ઞા લઈ મેઘાવી પછી વંદન કરે. અનુજ્ઞાપનાના બે આદેશ છે. જે ધ્રુવવંદન છે, તે પ્રતિક્રમણ આદિમાં અનુજ્ઞાપન કરતાં નથી, જે ઔત્પાત્તિક વંદન છે તેમાં અનુજ્ઞાપના કરે છે. નવા દ્વાર કહ્યું. ઋતિકૃત્વ દ્વાર કહે છે. તિતૃત્વ - કેટલીવાર વંદન કરવું. તેમાં રોજ નિયત અને અનિયત વંદન હોય છે. આ બંને સ્થાનના નિદર્શન માટે નિર્યુક્તિદ્વાર કહે છે— • નિયુક્તિ-૧૨૦૦-વિવેચન : પ્રતિક્રમણમાં, સ્વાધ્યાયમાં, કાયોત્સર્ગમાં, અપરાધમાં, પ્રાધુર્ણક એટલે મહેમાનમાં, આલોચનામાં, સંવરણમાં, ઉત્તમાર્થમાં વંદન કરવું.

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104