Book Title: Agam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 43
________________ આવશયક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ દ4) (PROO ૨૮, નિ - ૧૦૯૫ થયેલા કંઈ આપતા નથી. • x - • નિયુક્તિ-૧૦૯૬-વિવેચન : જે તેઓએ આપવાનું છે, તે બધાં જ જિનવરોએ આપેલ જ છે. જ્ઞાન, દર્શન, ચારિત્રનો આ ત્રણ પ્રકારનો ઉપદેશ છે. –૦- ઋષભાદિ બધાં જિનવરોએ પૂર્વે જ આપેલ છે. શું આપેલ છે ? દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ સંબંધી - ભૂત આરોગ્યાદિ પ્રસાઘક આ ત્રણ પ્રકારનો ઉપદેશ. આમાં કોઈ એકનો ઉપદેશ એવું કોઈ ન માની લે, તે માટે ત્રણે પ્રકારનો એમ કહેલ છે. જો આપેલ છે, તો શું હવે અભિલષિત આર્ય પ્રસાધન સામર્થ્યથી તેઓ હિત છે ? તો પછી તેમની ભક્તિ પણ શું ઉપયોગી થવાની છે? • નિયુક્તિ-૧૦૯૭-વિવેચન : જિનેશ્વરની ભક્તિથી પૂર્વસંચિત કર્મો ક્ષય પામે છે, જેમ આચાર્યને નમસ્કાર કરવાથી વિદ્યા અને મંત્ર પણ સિદ્ધ થાય છે. –૦વિજ્યા - અંતઃકરણ પ્રણિધાન રૂપ • x - પૂર્વસંચિત - અનેક ભવોપાર્જિત, કર્મો - જ્ઞાનાવરણીય આદિ. આ અર્થમાં જ નિયુક્તિમાં દષ્ટાંત છે કે - જેમ આચાર્યના નમસ્કારથી વિદ્યા કે મંત્ર સિદ્ધ થાય છે, તેમ જિનવરની ભક્તિ કરનારને શુભ પરિણામત્વથી સિદ્ધિ પ્રતિબંધક કર્મક્ષયથી સિદ્ધિ થાય છે, તેમ વિચારવું. તેથી અરિહંત ભક્તિ સાળી [સારી કે પ્રશસ્ય છે. કેમકે વસ્તુતઃ અભિલષિત આર્ય પ્રસાધકપણે અને આરોગ્ય અને બોધિ લાભ થાય છે. તેથી કહે છે - • નિયુક્તિ -૧૦૯૮ - જિનવરોની ભક્તિમાં શું વિશિષ્ટતા છે? પ્રધાન ભાવ ભક્તિ વડે, (કોની?) જેમના રાગ-દ્વેષ ક્ષીણ થયા છે તેવા જિનેશ્વરોની. (શું મળે?) આરોગ્ય, બોધિલાભ અને સમાધિમરણની જીવોને પ્રાપ્તિ થાય. અહીં આવી ભાવના છે - જિનભક્તિ વડે કર્મ થાય થવાથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. અહીં સમાધિકરણની પ્રાપ્તિ તે આરોગ્ય અને બોધિ લાભના હેતુપણાથી જાણવી. કેમકે સમાધિમરણની પ્રાપ્તિથી નિયમાં તેની પ્રાપ્તિ થાય છે. [શંકા હવે બોધિલાભની પ્રાપ્તિમાં પણ જિનભક્તિ માત્રથી જ ફરી બોધિલાભ થરો જ, તો આ વર્તમાનકાળમાં દુષ્કર અનુષ્ઠાનો વડે શું લાભ? એ પ્રમાણે કળારો અનુષ્ઠાન પ્રમાદી જીવોને આશ્રીને ઉપદેશ કરતી આ બે ગાથા છે – - નિર્યુક્તિ-૧૦૯,૧૧૦૦ : બોધિને મેળવીને સદનુષ્ઠાન વડે તેને સફળ ન કરતો અને ભાવિ બોધિ પ્રાપ્તિની પ્રાર્થના કરતો, તું જે પ્રમાણે દેખીશ તે હે વિહ્વળ થયેલા! હે જડ પ્રકૃતિ! તું સાંભળ. આ અને અન્ય બોધિનધર્મ)ને પણ તું ચૂકી જઈશ. બોધિને મેળવીને સદનુષ્ઠાન ન કરતો અને ભાવિમાં બોધિને પ્રાર્થતો એવો તું અત્યારે અન્ય બોધિ ક્યાં મૂલ્યથી લાવીશ ? –૦–૦- અહીં “લધા' એટલે વર્તમાનકાળે પ્રાપ્ત, ચોfધ • જિનધર્મ પ્રાપ્તિ મજૂર્વન્ - કર્મ પરાધીનતાથી સદનુષ્ઠાન વડે સફલ ન કરતો. ‘ચૂકી જઈશ' - વર્તમાન બોધિથી પણ ભ્રષ્ટ થઈશ. અહીં ભાવના આ છે - બોધિ લાભ થતાં તપ અને સંયમ અનુષ્ઠાનમાં રક્તની ભાવિની ઈચ્છાવશ તે-તે પ્રવૃત્તિ જ બોધિલાભ કહેવાય છે, તે અનુષ્ઠાનરહિતની ફરી ઈચ્છાના અભાવે તે પ્રવૃત્તિની શી જરૂર ? એ પ્રમાણે બોધિલાભની પ્રાપ્તિ થતી નથી. એમ કહીને તો તમે ઈચ્છાના અભાવે બોધિલાભને અસંભવ કહી દીધો? ના, તેમ નથી. અનાદિ સંસારમાં રાધાવેધના ઉપમા નથી અનાભોગથી પણ [ઈચ્છારહિતપણે પણ] કથંચિત્ કર્મક્ષયથી તેની પ્રાપ્તિ થાય પણ છે - X - X • તેથી બોધિલાભ થયેથી તપ-સંયમ અનુષ્ઠાનરક્ત થવું જોઈં. પણ કિંચિત્ ચૈત્ય આદિનું લંબન ચિત્તમાં ધારીને પ્રમાદવાળા થવું ન જોઈએ. તપ-સંયમ ઉધમવાળાએ મૈત્ય અાદિમાં અવિરાધકત્વથી કૃત્ય કસ્વા. તેથી કહે છે - • નિર્યુક્તિ-૧૧૦૧-વિવેચન : તપ અને સંયમમાં ઉધમવંત વડે ચૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન અને શ્રુત, બધામાં પણ તેના વડે કૃત્ય કરાયું જ છે. • x • અહીં તપ અને ઉધમવંત ગોવા સાધુ લેવા. તેમાં ચૈત્ય - અરહંત પ્રતિમારૂપ, સુત - વિધાધર આદિ, મUT - કુળ સમુદાય, સંય - સમસ્ત સાધુ આદિનો સમૂહ મી વાર્ય - પ્રસિદ્ધ છે, શબ્દથી ઉપાધ્યાયાદિ લેવા. ભેદ કથન પ્રાધાન્ય જણાવવા માટે છે. આમ બીજે પણ જાણવું. પ્રવઘન - દ્વાદશાંગ, સૂત્ર અર્થ અને તદુભયરૂપ, શ્રુત-સૂત્ર જ. ૨ શબ્દ, સ્વગત અનેક ભેદ કહેવા માટે છે. આ બઘાં સ્થાનોમાં તેણે કૃત્ય કર્યું છે, જે તપ અને સંયમમાં ઉધમવાનું છે. અહીં ભાવના આ પ્રમાણે છે - સાધુ નિયમથી જ્ઞાન અને દર્શનયુક્ત હોય. આ જ ગુલાઘવ આલોચીને ચૈત્યાદિ કૃત્યમાં સમ્યક્ પ્રવર્તે છે, જેથી આ ભવ-પરભવની ગુણ વૃદ્ધિ થાય છે. વિપરીત કૃત્યમાં પણ પ્રવર્તમાન છતાં અવિવેકથી અકૃત્યનું જ સંપાદન કરે છે. એ પ્રમાણે બે સૂર ગાથા પૂરી થઈ, ધે છેલ્લું સૂત્ર – સૂત્ર૯ : ચંદ્ર કરતા વધુ નિર્મળ, સૂર્યથી વધુ પ્રકાશ કરનાર, શ્રેષ્ઠ સાગર જેવા ગંભીર એવા હે સિદ્ધો મને સિદ્ધિ આપો. • વિવેચન-૯ : ગાથાર્થ કહ્યો. વિશેષ આ - સર્વે કર્મમલ ચાલ્યો જવાથી ચંદ્ર કરતાં પણ નિર્મલતર, કેવળજ્ઞાનરૂપી ઉધોતથી વિશ્વને પ્રકાશન કરવાથી સૂર્ય કરતાં અધિક પ્રકાશકર કહ્યા. અહીં શ્રેષ્ઠ સાગર એટલે સ્વયંભૂમણ સમુદ્ર જાણવો. પરીષહઉપસદિથી ક્ષોભ ન પામતા હોવાથી ગંભીરતર કહ્યા. સિદ્ધ-કર્મો ચાલી જવાથી કૃતકૃત્ય થયેલા. સિદ્ધિ-પરમપદની પ્રાપ્તિ. મમ વિલંતુ - મને આપો. - હવે સૂત્ર પર્શિક નિર્યુક્તિ કહે છે - નિર્યુક્તિ-૧૦૨-વિવેચન : ચંદ્ર, સુર્ય, ગ્રહોની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે, જ્યારે કેવલજ્ઞાનો લાભ લોકાલોકને પ્રકાશ કરે છે. –૦- અહીં ગ્રહોમાં - મંગાસ્ક આદિ લેવા. પ્રHT - જ્યોના, પ્રકાશે છે - ઉધોત કરે છે - x -x - કેવળજ્ઞાનથી સર્વધર્મ વડે લોકોલોકમાં ઉધોત કરે છે. અનુગમ કહો, નયો સામાયિકવતુ જાણવા. rajsaheb\Adhayan-33\Book33AL E:\Mahar મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-ર-નો નિર્યુક્તિ-ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104