________________
સુતક ૧લું
જે ત્રિવિધ ત્રિવિધ છોડનાર હોય તે બાકીનાં હિંસા, વિગેરે સત્તરે પાપસ્થાનકોમાંથી કેઈપણ પાપસ્થાનકની નિવૃત્તિ કરવાવાળા કદાચ ન હોય, એટલું જ નહિં, પરંતુ તેવા સંજોગે પ્રવૃત્તિ કરવાવાળા પણ હોય છે, છતાં તેને જૈનશાસ્ત્રકારોએ મેક્ષમાર્ગને આરાધક ગણેલ છે.
તેમજ જેઓ માત્ર પિતાના યોગ દ્વારા કરાતી હિંસાથી નિવૃત્તિ કે જે માત્ર નિરપેક્ષ, નિરપરાધી એવા ત્રસ જીવેને જાણી જેઈને ન મારવા વિગેરે રૂ૫ કરે છે, એટલે એમ કહીએ તે ચાલે કે તેઓને પણ આરંભની અપેક્ષાએ છએ કાયની હિંસા સતત લાગેલી રહે છે, આ રીતે મૃષાવાદ વિગેરે પાપસ્થાનકેથી પણ ઘણી જ અલપ-પરિણામવાળી નિવૃત્તિ રહે છે, તેવા દેશવિરતિને ધારણ કરનારા શ્રાવકને પણ મોક્ષમાર્ગના આરાધક તરીકે માનવામાં આવેલા છે.
આ બાબતનો વિશેષ ખુલાસો જેવાની ઈચ્છાવાળાએ શ્રીઓપપાતિક સૂત્રમાં જણાવેલા ઉપપાતના અધિકારને જવાની જરૂર છે.
ઉપર જણાવેલા અવિરતિ અને દેશવિરતિપણાને ધારણ કરવાવાળાને પણ જે મોક્ષમાર્ગના આરાધક ગણવામાં આવ્યા છે તેને સ્પષ્ટ મુદ્દો એ છે કે તે અવિરતિ અને દેશવિરતિવાળે કોઈ કથંચિત્ હિંસાદિવાળે છતાં પણ સાધ્ય તરીકે જે તેની દષ્ટિ કઈ પણ જગ પર નિયંત્રિત થઈ હોય તે તે માત્ર મેક્ષને માટે છે.
તેથી ભાગ્યકાર મહર્ષિ ઉત્તમપુરૂષોનું લક્ષણ જણાવતાં મેક્ષાચૈવ તુ ઘટત્તે એમ કહી ઉત્તમ-પુરૂષોને પછી તે અવિરતિસમ્યગ્દષ્ટિ હોય કે દેશવિરતિ-સમકિતી હોય કે પ્રમત્તસંયતાદિ હોય, પરંતુ તે સર્વે ઉત્તમ-પુરૂષોની કટિમાં ગણાય, એમ સ્પષ્ટપણે કહે છે. અને તેનું કારણ એ કે તેઓનું સાધ્ય મેક્ષ જ હોય.